રાજકોટ ચેમ્બર, ઈડીઆઈઆઈ તથા યશ બેન્કના ઉપક્રમે
ફેમિલી બિઝનેસમાં ઉદભવતા પ્રશ્ર્નો, વિકાસ અને વિસ્તરણ અંગેની ચર્ચા
રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી ઈડીઆઈઆઈ તથા યશ બેન્કના સયુંકત ઉપક્રમે વેપાર- ઉદ્યોગ સાહસિકોને પારિવારિક વ્યવસાયમાં લીડર શીપ સ્કીલનો વિકાસ કેવી રીતે કરવો તે બાબત આગામી પેઢીને ઉપયોગી એેવી જાણકારી માટે સેમિનાર યોજવામાં આવેલ.સેમિનારના પ્રારંભે રાજકોટ ચેમ્બરના પુર્વ પ્રમુખ શિવલાલભાઈ બારસીયા દ્વારા પ્રાસંગીક ઉદ્બોધન કરવામાં આવેલ ત્યાબાદ ઈ.ડી.આઈ.આઈ.ના વિજયભાઈ પટેલએ તેમના ઈન્સ્ટીટયુટની જાણકારી આપેલ તથા યશ બેન્કના એકઝીકયુટીવ વાઈસ પ્રસિડેન્ટ મેહુલભાઈ મહેતાએ યશ બેન્કની બેન્કિંગ સેવાઓનો ખ્યાલ આપ્યો હતો. ડો.હિતેશ શુકલાઓ પારિવારિક વ્યવસાયમાં નૈતુત્વનું પાલન કરતી દેશની વિવિધ કંપનીઓએ કરેલ નોંધ પાત્ર વિકાસ અને કેટલીક કંપનીઓમાં નૈતુત્વના અભાવના કારણે આવી કંપનીઓને થયેલ નુકશાનનાં દ્રષ્ટાંત સાથે ખ્યાલ આપેલ.ઉપરાંત વ્યવસાય પેઢીઓના આગેવાનોને વિકસાવવા માટે શું કરી શકાય, આગામી પેઢીના આગેવાનો કેવી રીતે આદર મેળવી શકે, મલ્ટીનેશનલ ફેમીલી બિઝનેશમાં ઉદભવતા પ્રશ્ર્નો, વિકાસ અને વિસ્તરણ માટે હાલની અડચણો અને સમસ્યાઓનો સામનો કેવી રીતે કરવો, પારિવારીક ધંધા-વ્યવસાયમાં ઉત્તરાધિકાર અને પરિર્વતન બાબત તથા પારિવારીક ધંધા-વ્યવસાયમાં સંભવિત આગામી પેઢીના સુત્રધારોના વિકાસ અને સંકલન કેવી રીતે કરવું વગેરે, પારિવારીક વ્યવસાયના નેતુત્વને સ્પર્ષતી બાબતો અંગે સૌને પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન દ્વારા માહિતગાર કરેલ.અને ઉપસ્થિત વેપારી પ્રતિનિધીઓ દ્વારા પુછાયેલ પ્રશ્ર્નોના વિગતવાર જવાબો આપ્યા હતા.