શિવાલયોમાં શિવભકતો ઉમટયા: લઘુરૂદ્ર, અભિષેક, મહાઆરતી સહિતનાં ધાર્મિક કાર્યક્રમો
આજે મહાવદ તેરસને મહાશિવરાત્રી છે. ભોળાનાથને રીઝવવા સવારથી જ શિવાલયોમાં ભકતો ઉમટયાં છે. શિવજીને અભિષેક, આરતી કરી ધન્યતા પ્રાપ્ત કરી રહ્યા છે. આજે બધા જ મહાદેવના મંદિરે આખો દિવસ ભજન, ભકિતનો માહોલ રહેશે. ભકતો આજે ઉપવાસ કરી મહાશિવરાત્રિનું વ્રત રહેશે. રાજકોટ શહેરના મુખ્ય પંચનાથ મહાદેવ, ધારેશ્ર્વર મહાદેવ સહિતના શિવ મંદિરોમાં ભકતોની દર્શનાર્થે ભીડ જામી છે.
શિવભકતો ભોળાનાથને રીઝવવા અલગ અલગ રીતે પુજા પ્રાર્થના અર્ચના કરશે. ત્યારે આજે બપોરે રાજકોટ શહેરના રાજમાર્ગો ઉપર ભવ્ય શિવયાત્રા નીકળી છે. શહેરમાં દશનામ ગોસ્વામી સમાજ દ્વારા વિવિધ વિસ્તારોમાં શોભાયાત્રા કાઢવામાં આવી છે. જેમાં સૌરાષ્ટ્રના સંતો મહંતો, દશનામ ગોસ્વામી સમાજ તેમજ મોટી સંખ્યામાં શિવભકતો જોડાનાર છે. શિવરથયાત્રામાં ઘોડા-ઉંટ, બગી, હજારો ટુ વ્હીકલ ફોર વ્હીકલ વાહનો આકર્ષણનું કેન્દ્ર બનશે. આ ઉપરાંત રથયાત્રાના રૂટ ઉપર ભકતોને પ્રસાદીનું પણ વિતરણ કરાશે. શોભાયાત્રામાં શિવતાંડવ નૃત્ય સહિતના કાર્યક્રમો લોકો માણી શકશે. શેહરના અનેક શિવ મંદીરોમાં આજે ફરાળ પ્રસાદનું આયોજન કરાયું છે તો બપોરે ભાંગ વિતરણ પણ કરવામાં આવ્યું હતું.
બ્રહ્માકુમારીઝ દ્વારા ૮૪મી શિવજયંતિની શાનદાર ઉજવણી
આંતરરાષ્ટ્રીય બ્રહ્માકુકમારી દ્વારા ર૧ ફેબ્રુઆરી શિવ જયંતિના દિવસે અલગ અલગ કાર્યક્રમો દ્વારા ૮૪ શિવરાત્રીની શાનદાર ઉજવણી કરવામાં આવી છે. જેમાં રાજકોટ તથા આસપાસના સર્વ સેવા કેન્દ્રો પરથી ત્રંબા હેપી વિલેજ સુધીની સુંદર ગાડીઓની સજાવટ
સાથે શિવ સંગ યાત્રા કાઠવામાં આવી. ત્યારબાદ ત્રંબા હેપી વિલેજ ખાતે ગુજરાત ઝોન ડાયરેકટર ભારતીદીદીજી સર્વ સેવાકેન્દ્રોના બ્રહ્માકુમારી બહેનો તથા આસપાસના ગામોના મહિકા, ત્રંબા, ગઢડા, અણિયારા વગેરેના સરપંચો આગેવાનીના હસ્તે શિવ ઘ્વજારોહણ કરવામાં આવ્યું તથા આ કાર્યક્રમનું અનોખું આકર્ષણ એટલે કે વિશાળ ગ્રાઉન્ડમાં શિવલીંગ આકારમાં બેઠેલા સર્વ શિવ પ્રેમી આત્માઓ સાથે સાથે અવધપુરી સેવા કેન્દ્રના બી.કે. રેખાબેને શિવરાત્રિનું આઘ્યાત્મિક રહસ્ય બતાવ્યું. ભાગદીદીએ શિવ જયંતિની મુબારક આપી અને સર્વ આમંત્રિત મહેમાનોએ પર્વની શુભકામનાઓ પાઠવી અંતમાં સર્વ પ્રભુ ભકતોએ શિવ આરતીનો લાભ લઇ પ્રસાદ લઇ પ્રસ્થાનજ કર્યુ.