શ્વેતક્રાંતિ માટે ૪૫૫૮ કરોડ મંજુર
ખેડૂતોની ધિરાણ વ્યાજમાં અપાતા રાહત પણ વધારાઇ
સરકાર ખેડૂતોની આવક બમણી કરવા માટે વિવિધ પગલા લેવાઇ રહા છે. ખેડૂતોની આવક બમણી કરવા માટે સરકારે હવે શ્વેતક્રાંતિને વધારે આગળ વધારવા ડેરી ઉઘોગને મજબૂત કરવા પ્રયાસો હાથ ધર્યા છે. ડેરી ઉદ્યોગને વધારે મજબુત બનાવવા માટે સરકાર રૂા ૪૫૫૮ કરોડ ફાળવણી કરી છે.
કેબીનેટ બેઠકમાં લેવાયેલ નિર્ણયની માહીતી આપતા માહીતી અને પ્રસારણ મંત્રી પ્રકાર જાવડેકરે જણાવ્યું હતું કે ખેડૂતોની આવક બમણી
કરવા માટે ખેતી સાથે ડેરી ઉદ્યોગને પણ મજબુત કરવાની જરૂર છે. ડેરી ઉદ્યોગ દેશમાં શ્વેતક્રાંતિ ને આગળ વધારી શકે તેમ છે. બીજા તબકકામાં લઇ જઇ શકે છે. ડેરી ઉદ્યોગ માટે સરકારે રૂા ૪૫૫૮ કરોડ મંજુર કર્યા છે. આનાથી ૯૫ લાખ ખેડૂતોને ફાયદો થશે. આ ઉપરાંત સરકારે ખેડૂતોને ધિરાણ પરના વ્યાજ દરમાં પણ અપાતી રાહતમાં વધારો કર્યો છે.
ખેડૂતોને હવે ધિરાણ વ્યાજદરમાં હવે ર ટકાના બદલે ૨.૫ ટકાની રાહત અપાશે. સરકારના આ બન્ને નિર્ણયોથી ખેડૂતોને ફાયદો થશે અને પાંચ વર્ષમાં ખેડૂતોની આવક બમણી કરવામાં મદદ મળશે.