એરપોર્ટ ઓથોરિટી દ્વારા યોજાયેલી મોકડ્રીલની પરિક્ષામાં તંત્ર ઉતિર્ણ
કાશ્મીરમાં આંતવાદી હુમલાની ઘટનાના પગલે એરપોર્ટ ઓથોરિટી અને પોલીસ તંત્ર કેટલું સજાગ છે તે અંગેની ચકાસણી કરવા માટે એરપોર્ટ ઓથોરિટી દ્વારા સવારે હાઇજેક થયેલુ પ્લેન રાજકોટ એરપોર્ટ ખાતે લેન્ડ થવાનું હોવાની યોજાયેલી મોકડ્રીલમાં એરપોર્ટ ઓથોરિટી અને પોલીસ તંત્ર ઉતિર્ણ થયું હતું.
સવારે પોણા અગીયાર વાગ્યાના સુમારે એરપોર્ટના ડાયરેકટર બાસબકાંતી દાસ દ્વારા મોકડ્રીલ યોજવાનો નિર્ણય કરાયા બાદ એરપોર્ટ સિકયુરીટી પી.આઇ. મોરધ્વજશાને પોલીસ કંટ્રોલ ‚મમાં હાઇજેક થયેલા પ્લેનને રાજકોટમાં લેન્ડ કરવાનું હોવાની માહિતી આપવા સુચના આપી હતી.
એરપોર્ટ સિક્યુરિટી પી.આઇ. મોરધ્વજશાએ પોલીસ કંટ્રોલ ‚મને ફોન કરી હાઇજેક થયેલું પ્લેન રાજકોટમાં લેન્ડ થતું હોવાની માહિતી આપતા પોલીસ કંટ્રોલ ઇર્ન્ચાજ ઉપેન્દ્રસિંહ જાડેજા અને રાજુભાઇ ગોસાઇએ પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલૌતને જાણ કરી હતી.
પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલૌતે તમામ પોલીસ સ્ટાફને તાકીદે એરપોર્ટ ખાતે પહોચવા સુચના આપતા કરણરાજ વાઘેલા, ક્રાઇમ બ્રાન્ચ એસીપી ડો.હર્ષદ પટેલ, એસીપી વેસ્ટ હર્ષદ મહેતા, ગાંધીગ્રામ પી.આઇ. કુયઆરસી અને ટ્રાફિક બ્રાન્ચનો સ્ટાફ એરપોર્ટ ખાતે પહોચી એરપોર્ટને કોર્ડન કરી લીધું હતું અને પોલીસ સ્ટાફે પોઝીશન લઇ લીધી હતી તેમજ એરપોર્ટ ખાતે કોઇ શંકાસ્પદ વ્યક્તિ છે કે કેમ તે અંગે તપાસ કરી હતી.
એકાદ કલાકની જહેમત બાદ એરપોર્ટ ઓથોરિટીના ડાયરેકટર બારબકાંતી દાસે પ્લેન હાઇજેક ન થયું હોવાનું પણ એરપોર્ટ ઓથોરિટીનો સ્ટાફ અને પોલીસ સ્ટાફ કેટલો સજાગ છે તે અંગેની જાણકારી માટે ‚ટીનમાં યોજાતી મોકડ્રીલ હોવાનું જણાવતા પોલીસે રાહતનો શ્ર્વાસ લીધો હતો