સાધુ વાસવાણી રોડ પર નિર્માણાધીન લાઈબ્રેરી માટે પણ પુસ્તકો રમકડા અને પઝલ્સ સહિતના ખરીદી કરવા સ્ટેન્ડિંગમાં દરખાસ્ત

મહાપાલિકા સંચાલિત અલગ અલગ લાઈબ્રેરીઓમાં સુવિધાઓમાં વધારો કરવા માટે ‚ા.૭૬.૫૦ લાખના ખર્ચે રમકડા, પુસ્તકો, મેગેઝીન અને ટોઈસ સહિતની ચીજ-વસ્તુની ખરીદી કરવા માટે સ્ટેન્ડિંગ કમીટી સમક્ષ રજૂઆત કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

આ અંગે પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ મહાપાલિકા સંચાલિત શ્રોફ રોડ લાઈબ્રેરી માટે ‚ા.૧.૫૦ લાખના, પ્રભાદેવી પુસ્તકાલય માટે ‚ા.૫૦ હજારના અને વોર્ડ નં.૯માં સાધુ વાસવાણી રોડ પર બનનારી લાઈબ્રેરી માટે ‚ા.૧૦ લાખના ખર્ચે રમકડા, સીડી, ડીવીડી અને સીડીરોમ ૨ થી ૫ ટકાના ડિસ્કાઉન્ટ ભાવથી ખરીદી કરવામાં આવશે. આ ઉપરાંત અલગ અલગ ૧૦ લાઈબ્રેરીઓ માટે ‚ા.૫૩ લાખના ખર્ચે પુસ્તકો અને મેગેઝીનની ૩૧ થી ૩૫ ટકા ડિસ્કાઉન્ટ ભાવે ખરીદી કરવામાં આવશે. આ માટે બાલ વિનોદ અને પ્રવિણ પ્રકાશન સહિત ત્રણ એજન્સીઓના ભાવ આવ્યા છે.

જયારે લાઈબ્રેરી માટે ‚ા.૧૧.૫૦ લાખના ખર્ચે ૩ થી ૨૦ ટકાના ડિસ્કાઉન્ટ ભાવે ટોઈસ, પઝલ્સ અને ગેઈમની ખરીદી કરવામાં આવશે. પુસ્તકાલયો માટે રમકડા, પુસ્તકો, મેગેઝીન સહિતની વસ્તુઓ ખરીદ કરવા ‚ા.૭૬.૫૦ લાખનો ખર્ચની મંજૂરી માટે સ્ટેન્ડિંગ કમીટી સમક્ષ દરખાસ્ત રજૂ કરાઈ છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.