ગાંધીનગર, બનાસકાંઠા, સાબરકાંઠા સહિત છ જીલ્લાની જમીનની ખારાશ ૮ ટકા ઘટી
ગાંધીનગરની ધીરૂભાઇ અંબાણી ઇન્સ્ટીટયુટના સંશોધનમાં મળેલો નિર્દેશ
એક સમયનો ખારોપાટ ગણાતો રાજયનો ઉત્તર ગુજરાત વિસ્તાર હવે ‘ફળદ્રુપ’બની રહ્યો છે. ગાંધીનગર, બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, પાટણ, અરવલ્લી જીલ્લાની જમીનની ખારાશમાં ૮ ટકાનો ઘટાડો થયો છે તેમ ગાંધીનગરની ધીરુભાઇ અંબાણી ઇન્સ્ટીટયુટના સંશોધનમાં આ વિગતો બહાર આવી છે.
ગાંધીનગર સ્થિત ધીરુભાઇ અંબાણી ઇન્સ્ટીટયુટ ઓફ ઇર્ન્મોશન એનડ કોમ્યુનિકેશન ટેકનોલોજી દ્વારા સુંકા અને અર્ધ સુકા વિસ્તારમાં આવ્યા ઉત્તર ગુજરાતની ખારાશ અંગે સંશોધન કરવામાં આવ્યું હતું. રાજયની કુલ ખેતીલાયક જમીનની ૧૦ ટકા જમીનમાં ખારાશ અંગે સંશોધન કરવામાં આવ્યું હતું.
જેમાં ૮ ટકા જેટલું જમીનમાં ખારાશ ઘટી હોવાનું બહાર આવ્યું હતું. જો કે કેટલાક વિસ્તારોમાં ખારાશ વધી શકે તેવો પણ નિર્દેશ મળ્યો હતો.
ઇસરોની સ્પેસ એપ્લીકેશન સેન્ટર દ્વારા રણીકરણ અને જમીન ડિગ્રેડેશન પ્રોજેકટ શિર્ષક હેઠળ આ સંશોધન કરવામાં આવ્યું હતું. જમીનનાી ખારાશના આધારે જમીનના વર્ગીકરણ હેઠળના આ સંશોધન કાર્ય પ્રો. રાણેન્દ્રુ ઘોષના માર્ગદર્શન હેઠળ જે.આર.એફ. સ્કોલર મેધા પંડયાએ હાથ ધર્યુ હતું.
ઉત્તર ગુજરાતના ગાંધીનગર, બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, પાટણ અને અબવલ્લી જીલ્લાના જમીન આરોગ્ય અંગેની ઉપલબ્ધ માહીતીના આધારે આ સંશોધન કરવામાં આવ્યું હતું. આ માટે સેટેલાઇટ ઇમેજ, કોર્ટોસેટ અને ટીઆરએમએમનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. અને જમીનની જૈવીક સ્થિતિ ચકાસવામાં આવી હતી.
સંશોધકોએ જણાવ્યું હતું કે જમીનના આવા અભ્યાસથી જમીનની સ્થિતિમાં થઇ રહેલા બદલાવ, જમીનની ખારાશને જાણી શકાય છે અને તંત્રને સત્તાધીશોને યોગ્ય પગલા માટે ચેતવી શકાય છે.
ઉત્તર ગુજરાત એગ્રોકલ્યામેટ ઝોનની જમીનની વીજ વાહકતાના આધારે આ સંશોધન કરવામાં આવ્યું હતું. આ માટે સંશોધકોએ નેટવર્ક આધારીત એક ન્યુટ્રલ મોડલ પણ તૈયાર કર્યુ હતું. જેમાં ૧૬૭૪ સ્થળોની માહીતી મુકવામાં આવી હતી.
બટેટા સહિતના ખેત પેદાશો મબલખ પાકે છે
ઉત્તર ગુજરાતમાં બટેટા, તેલીબીયા, ફળો મોટા પ્રમાણમાં પાકે છે. ખેતી ઉપજના પુરતા ભાવ ન મળતા ખેડુતો પોતાનો માલ રસ્તા પર ફેંકી પોતાનો રોષ વ્યકત કરે છે. કેટલાક ખેડુતો પોતાની ખેત ઉપજ પુરતા ભાવ નહી મળતા નદી કે નાળામાં ફેંકી રોષ વ્યકત કરે છે.તાજેતરનાં સમયમાં ડુંગળીમાં પણ આવી જ સ્થિતિ થઇ છે થોડા સમય અગાઉ ડુંગળીના ભાવ પ્રતિ કિલો રૂા ૧૦૦ પહોચી ગયા હતા તે હવે એકદમ ઘટી ગયા છે.
‘નવતર ખેતી’માટે જાણી તો છે આ વિસ્તાર
અત્રે એ યાદ આપીએ કે ગાંધીનગર, બનાસકાંઠા, સાબરકાંઠા સહીત છ જીલ્લાની જમીનની ખારાશ તથા પ્રતિકુળ પર્યાવરણીય અસરો છતાં આ વિસ્તારના ખેડુતો બટેટા, તેલીબીયા, ફળો અને નવીન ખેતી કરવા માટે જાણીતા છે આ વિસ્તારના ખેડુતો પોતાની મહેનત થકી મબલખ ઉત્પાદન પણ લે છે.