એવીપીટીઆઇ અને વીવીપીના સંયુકત ઉપક્રમે રાષ્ટ્રીય વિજ્ઞાન દિન નિમિતે ર૬મીથી ત્રણ દિવસ ઇસરો પ્રદર્શન અને સાયન્સ કાર્નિવલ ૨૦૨૦
એન્જીનીયરીંગ ક્ષેત્રે અગ્ર તેમજ ઇલેકટ્રોનીકસ અને વાયરલેસ ટેલીગ્રાફીની શિક્ષણક્ષેત્રે શરૂઆત કરનાર સુપ્રસિઘ્ધ એવીપીટીઆઇ કોલેજ ઇજનેરી શિક્ષણ ક્ષેત્રે સંસ્કાર અને મુલ્યનિષ્ઠાને વરેલી સૌરાષ્ટ-કચ્છની સર્વ પ્રથમ ડીગ્રી ઇજનેરી કોલેજ હોવાનું બહુમાન ધરાવતી વી.વી.પી. એન્જીનીયરીંગ કોલેજ, એ.વી.પી.ટી.આઇ. એલ્યુમ્ની એસો. અને વિજ્ઞાન પ્રસાર સંલગ્ન (ન્યુ દિલ્હી) રમન સાયન્સ એનડ ટેકનોલોજી ફાઉન્ડેશનના સંયુકત ઉપક્રમે રાષ્ટ્રીય વિજ્ઞાન દિન, નીમીતે ઇસરો પ્રદર્શન અને સાયન્સ કાર્નિવલ ૨૦૨૦ નું આયોજન તા. ૨૬, ર૭ અને ર૮ ફેબ્રુઆરી ૨૦૨૦ ના રોજ એવીપીટીઆઇ કોલેજ રાજકોટ ખાતે કરવામાં આવેલ છે.
આ કાર્નિવલની માહીતી આવતા એવીપીટીઆઇ કોલેજના આચાર્ય ડો. એ.એસ.પંડયા અને વીવીપી ઇજનેરી કોલેજના આચાર્ય ડો. જયેશ દેશકરે જણાવેલ કે ઇસરો પ્રદર્શન અને સાયન્સ કાર્નિવલ ૨૦૨૦ નો મુખ્ય ઉદ્દેશ વિઘાર્થીઓમાં વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણનો વિકાસ, વિજ્ઞાન અંગેની યોગ્ય સમજણ અને વ્યવહારુ ઉપયોગીતા વિકસાવવાનો છે. ત્રિ-દિવસીય કાર્યક્રમમાં ઇસરો પ્રદર્શન સાથે શાળા તથા કોલેજના દરેક ધોરણના વિદ્યાર્થીઓ માટે વિવિધ સ્પર્ધાઓ જેવી કે ટેલિસ્કોપ મેકિંગ, પેપર પ્રેઝન્ટેશન, ડમી મોડેલ મેકિંગ, અમિીશક્ષજ્ઞ પ્રોજેકટ પ્રેઝન્ટેશન , સ્પેસ કવીઝ અને વૈજ્ઞાનિક સાથે વાર્તાલાપનું આયોજન કરવામાં આવ્યું છે. ઇસરો દ્વારા વિવિધ આવિષ્કારો તેમજ મોડેલ પ્રદર્શનીનો લાભ પણ ચૂકવા જેવો નથી.
સાથે જ પ્રિ-સાયન્સ કાર્નિવલનું આયોજન તા. ૨૨-૨-૨૦૨૦ શનિવારના રોજ રાખેલ છે. જેમાં વિવિધ શાળાઓ દ્વારા ગણિત અને વિજ્ઞાન મોડલ પ્રદર્શન યોજાશે, જેમાંથી વિજ્ઞાન પ્રસાર સંલગ્ન (ન્યુ દિલ્હી) રમન સાયન્સ એન્ડ ટેકનોલોજી ફાઉન્ડેશન દ્વારા પસંદગી પામેલ બેસ્ટ મોડેલને તારીખ ૨૬,૨૭ અને ર૮ ફેબ્રુઆરી ૨૦૨૦ ના રોજ ઇસરો પ્રદર્શન અને સાયન્સ કર્નિવલ ૨૦૨૦ માં પ્રદર્શન માટે મૂકવામાં આવશે. ઇસરો પ્રદર્શન અને સાયન્સ કાર્નિવલ ૨૦૨૦ મા વીવીપીના વિઘાર્થીઓના અત્યાધનિક ઇજનેરી મોડેલની પણ પ્રસ્તુતિ કરવામાં આવશે. આ તમામ પ્રોજેકટ થકી મુલાકાતી શાળા વિઘાર્થીઓમાં બાળપણથી જ વિજ્ઞાન અને એન્જીનીયરીંગ પ્રત્યે ઉંડો રસ અને સમજણ ઉદભવશે, જે ભારત રાષ્ટ્રને તકનીકી સિઘ્ધિઓના શિખર પર બિરાજમાન કરશે.
તા. ર૬, ર૭ અને ર૮ ફેબુઆરી ૨૦૨૦ ના રોજ શ્રીરામકૃષ્ણ મિશન રાજકોટના સંયુકત ઉપક્રમે આઇએસઆરઓ ના રાષ્ટ્રીય કક્ષાના તજજ્ઞ વૈજ્ઞાનિકોના એક્ષપર્ટ લેકચરની સીરીઝનું આયોજન સૌરાષ્ટ્રના વિજ્ઞાન ગણિત તથા ઇજનેરીના વિઘાર્થીઓ તથા વ્યાખ્યાતાઓ માટે કરેલ છે.
વિજ્ઞાનના રાષ્ટ્રીય પર્વ નીમીતે રાજકોટની તમામ શાળા તથા કોલેજોના વિઘાર્થીઓ, વાલીઓ અને શિક્ષણ ગણ કાર્નિવલમાં ભાગ લેવા આમંત્રણ આપવામાં આવ્યું છે. તા. ર૬,૨૭ અને ર૮ ફેબ્રુઆરી ૨૦૨૦ ના રોજ કાર્નિવલનો સમય સવારે ૯ વાગ્યાથી રાત્રે ૯ વાગ્યા સુધીનો રહેશે.