સેન્સેકસ અને નિફટીએ નવી લાઈફ ટાઈમ હાઈ સપાટી હાંસલ કરી: રોકાણકારોમાં હરખની હેલી: મોટાભાગના ઈન્ડેકસો ગ્રીન ઝોનમાં

ભારતીય શેરબજારમાં આજે ગુ‚વારે ત્તેજીના ઘોડાપુર આવ્યા હતા. બીએસઈના ઈન્ડેકસ સેન્સેકસે આજે પ્રથમવાર ૩૨૦૦૦ની સપાટી ઓળંગી હતી. તો નેશનલ સ્ટોક એકસચેન્જના ઈન્ડેકસ નિફટીએ પણ આજે લાઈફ ટાઈમ હાઈ સપાટી હાંસલ કરી લેતા રોકાણકારોમાં હરખની હેલી વ્યાપી જવા પામી હતી. મોટાભાગના ઈન્ડેકસો ગ્રીન ઝોનમાં જોવા મળ્યા હતા. આ લખાય રહ્યું છે ત્યારે સેન્સેકસ ૨૫૫ અને નિફટી ૭૦ પોઈન્ટના ઉછાળા સાથે ટ્રેડ કરી રહ્યાં છે.

એક દેશ એક કરના સૂત્ર સાથે કેન્દ્રની મોદી સરકાર દ્વારા ગત ૧લી જૂલાઈથી દેશમાં લાગુ કરવામાં આવેલા ગુડ્સ એન્ડ સર્વિસ ટેકસને ભારતીય શેરબજારે વધાવી લીધું હોય તેમ છેલ્લા બે પખવાડિયાથી શેરબજારમાં વણથંભી તેજી મળી રહી છે. આજે ગુ‚વારનો દિવસ ભારતીય શેરબજાર માટે ઐતિહાસીક સાબીત થયો હતો. બોમ્બે સ્ટોક એકચેન્જના ઈન્ડેકસ સેન્સેકસે આજે પ્રથમવાર ૩૨૦૦૦ની સપાટી ઓળંગી હતી. તો ઈન્ટ્રા-ડેમાં ૯૮.૮૦ પોઈન્ટ સાથે નિફટીએ પણ નવી ઉંચાઈ હાંસલ કરી હતી. આજે ઉઘડતી બજારે બેંક શેર ઉપરાંત એફએમસીજી, આઈટી, મેટલ, ફાર્માસ્યુટીકલ, પાવર સેકટરના શેરોમાં જોરદાર તેજી જોવા મળી હતી. એલ એન્ડ ટી, આઈટીસી, આઈસીઆઈસીઆઈ બેંક, એકસીસ બેંક, ઈન્ડીયા બુલ્સ જેવી કંપનીના શેરના ભાવમાં ૧ થી ૧.૫ ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો. મીડકેફ અને સ્મોલકેફ સેકટરમાં આજે શ‚આતના સમયમાં ઘટાડે ભારે લેવાલી નોંધાઈ હતી.

શેરબજારના જાણકારોના મત્તાનુસાર વિદેશી રોકાણકારો દ્વારા અને સ્થાનિક ફંડ દ્વારા એક તરફી લેવાલીના પગલે શેરબજારમાં વણથંભી તેજી જોવા મળી રહી છે. આવતીકાલે ઈન્ફોસીસનું વર્ષ ૨૦૧૭-૧૮ના પ્રથમ ત્રિ-માસીક સમયગાળાનું પરિણામ જાહેર થવાનું હોય તેના પર બજારની નજર મંડાયેલી છે. આ કંપનીનું પરિણામ જો અપેક્ષીત આવશે તો શેરબજારમાં તેજી વધુ વેગવંતી બનશે. છેલ્લા છ માસ દરમિયાન શેરબજારમાં રોકાણ કરનારને ૨૩ ટકાથી પણ વધુનું વળતર મળ્યું છે. આજે એબીસી બેરીંગ્સ, એયુ સ્મોલ ફાઈનાન્સ, બજાજ ફાઈનાન્સ અને દિલીપ બીલ્ડકોમ સહિતના કંપનીના શેરના ભાવ ઓલટાઈમ હાઈ જોવા મળ્યા હતા.

આ લખાઈ રહ્યું છે ત્યારે બપોરે ૨ કલાકે સેન્સેકસ ૨૪૨ પોઈન્ટના ઉછાળા સાથે ૩૨૦૪૬ અને નિફટી ૬૮ પોઈન્ટના ઉછાળા સાથે ૯૮૮૪ પોઈન્ટ પર ટ્રેડ કરી રહ્યાં છે. સેન્સેકસ અને નિફટીએ ઓલટાઈમ હાઈ સપાટી હાંસલ કરતા રોકાણકારોને બખ્ખા થઈ ગયા છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.