“ચકલી કયારેય સમડીની ઉંચાઈ જોઈને ડિપ્રેશનમાં નથી આવતી, પરંતુ એક માણસ બીજા માણસની ઉંચાઈ જોઈએ ચિંતા કરવા લાગે છે.પરિસ્થિતિ કયારેય સમસ્યા બનતી જ નથી, સમસ્યા એટલા બને છે કે તમે તેની સામે લડવા માંગતા નથી.”
હકારાત્મક વલણથી શરીરમાં સાયન્ટીફીક પ્રકિયાથી રોગોને ભગાડવાની તાકાત રહેલ છે.તો નકારાત્મક કે નેગેટીવીથી ઘણા રોગો થઈ શકે છે.માણસના સ્વભાવ ગત થી ઘણારોગો થઈ શકે છે.ખરાબ મગજ કે ક્રોધ આપણા મગજ પર અસર કરે છે.તેને ખોરાક લેવાની -કે ઓછો થવાની સાથે પાચનક્રિયા ઉપર અસર પડે છે. જેને કારણે માનવી ઘણા રોગોનો ભોગ બને છે.
સ્વસ્થ માનસિક સ્થિતિ-શાંતિ અને આનંદની અનુભૂતી કરે છે તો અસ્વસ્થ માનસિંક સ્થિતિ રોગોને નિંમત્રણ આપે છે.
ચાલવાથી પણ ઘણા રોગોમાંથી મુકિત મળે છે.૧૫-૨૦ મિનિટ ચાલવાથી બ્લડ સુગર ઘટે છે.નેગેટીવ વિચારો ઘટાડવા હોય તો ૨૦ થી ૩૦ મિનિટ રહેલતા ચાલવાથી, કુદરતી સૌંદર્ય જોતા જોતા ચાલવાથી નિરાશાજનક વિચારો ઘટે છે.
જીવનમાં ખુશ રહેવું ખોટા વિચારોને ટેન્શન ન લેવું જીવનમાં ખુશ રહેવા પૈસાને સફળતા કરતાં સારામિત્રોને સારી ટેવો જરૂરી છે. હકારાત્મક કે પોઝિટીવીટીથી રોગ મટી શકે છે.
સંબંધો આધારીત ખુશી મહત્વની છે રિલેશનશિપમાં કેટલા ખુશ છીએ તેની સ્વાસ્થ્ય ઉપર અસર પડે છે.સંબંધોને મહત્વ તમારા આરોગ્ય ઉપર અસરકરે છે.
મિત્રો સાથે હરવું ફરવું સારા મિત્રોને ખુશી-આનંદભર્યુ જીવન માનવીને શ્રેષ્ઠ તંદુરસ્તી પ્રદાન કરે છે.૫૦ વર્ષની ઉંમરે મનવી સૌથી ખુશ જોવા મળે છે. સંબંધો-સ્વભાવ-પોઝિટીવીટી આપણાં શરીરને જ નહી દિમાગને રક્ષણ આપે છે.માટે આનંદીત રહેવું જરૂરી છે.
લગ્ન જીવનમાં પણ સંબંધોની કેર લેવી જરૂરી છે.જેનું સુખી દાંપત્યજીવન નથી તેઓ વધારે લાગણીવશ થઈ જાય છે.જે લોકો તેના મહિલા પાર્ટનસાથે સાથે વધારે એટેચ થાય છે.તેમનામાં ડિપ્રેશનનાં ચાન્સ ઘણા ઓછા થઈ જાય છે. વિશ્ર્વમાં સૌથી સારા દેશ તરીકે સ્વિટઝરલેન્ડ આ વર્ષે પણ શ્રેષ્ઠ તરીકે નંબર જીવન રહ્યો છે.
પૈસો-પ્રોપટી કે કુટુંબ પરિવારમાં અશાંતિ કે ઉણપ હોય તો પણ હકારાત્મક વલણથી આપણે ટેન્સન મુકત રહેવું જોઈએ કારણકે જો આમ નકરીએ તો આપણે આપણાં શરીરને નુકશાન પહોંચાડીએ છીએ સકારાત્મક વાતો વિચારોથી મગજ શાંત રહેવાથી શરીર સારૂ રહે છે.
જીવનમાં સુખ-દુ:ખ કે મુશ્કેલી આવતી જ રહે છે. તેથી મુંઝાય જવાની જરૂરી નથી.થોડો સમય રાહ જોવા માત્રથી સારા દિવસોનું આગમન જ શ્રેષ્ઠ જીવન અર્પે છે.
જો લાંબુ જીવન જીવવું હોય તો સારા વિચારો-ટ્રેસ મુકત જીવનને સતત હસતું રહેવાની સાથે સારા દોસ્તો તમારા જીવનમાં મહત્વનો ભોગ ભજવે છે.કુટુંબીજનોના વાતાવરણ કરતાં દોસ્ત બનાવો જે આપની દોસ્તી પ્રગાઢ બનાવશે સારૂ જીવન અર્પશે.આવા વાતાવરણમાં તમારો મુડ સારો રહે છે, ને આશાવાદી બનો છો.
તમારા જીવનમાં પ્રશ્ર્નો ઉકેલવાની ક્ષમતા પણ વધે છે.ભારતમાં પ્રતિ એક લાખે ૧૦ વ્યકિતઓ માત્ર આવી રીતે ભાન ન રાખવાથી આત્મહત્યા કરે છે.
આજે તો સોશિયલ મીડીયા, છવાય રહેવાની ટેવને કારણે યુવાધન મનોરોગી બની છે.આ ટેવ દરરોજ બે કલાકથી વધુ હોય તો તમને મનોરોગ છે એવું નકિક કરી શકાય.દર વર્ષે દુનિયામાં આઠ લાખ લોકો આત્મહત્યા કરે છે.જેમાં ખોટું કારણ ચિંતા અને તણાવ જોવા મળી રહ્યું છે.
આ વસ્તુજો માનસિક સહન કરતાં આવડી જાય તો તે માંથી બચી શકે છે.
પોઝિટીવીટી માનવીને શ્રેષ્ઠ જીવન આપી શકે છે.ઘણીવાર આપણે સામાન્ય બાબત જેવી કે આપણો ચામડી મોકલર,પાડોશીની કાર, પર્સનાલિટી વિગેરે થી માનસિક સંતુલન ગુમાવીએ છીએ આ બધી વસ્તુઓમાંથી આપણે બહાર આવવું પડશે નકારાત્મક વિચારો જીવનને બરબાદ કરે છે.હકારાત્મક તો એ છે કે આજ જીંદગી છે-આને આજ રીતે જીવવી પડશે.