ઈશ્વરભાઇને ઈશ્વર સુધી પહોચાડવામાં નિમિત કોણ?
કોંગીમાંથી ભાજપમાં જોડાયેલા મંત્રી પડદા પાછળની ભુમીકામાં? પોલીસ તપાસ કરશે કે રાજકીય પ્રેસર આવશે? રાજકીય પ્રેસર એક વ્યકિતને કમોત સુધી લઇ ગયા તો શું તંત્ર સાચુ કારણ શોધી શકશે?
રાજકોટની ભાગોળે આવેલા લોઠડા ગામની પ૧ એકર જમીનનું પ્રકરણ ફરી ગરમાયું છે. લોઠડાનું જમીન પ્રકરણ શાંત નથી થયું ત્યારે રેવન્યુમાંથી આ પ્રકરણ ક્રાઇમમાં પલ્ટાયુ હોય તેમ પ૧ એકરની જમીન પ્રકરણમાં કારખાનેદારએ પ્રધાનના પ્રેસરથી આપઘાત, કમોત કે મર્ડર? શું છે તે હકિકત બહાર આવી શકી નથી રાજકીય પ્રેસરમાં પોલીસ સાચી દીશામાં તપાસ કરશે કે પછી રાજકીય પ્રેસરમાં આવી તપાસનું ફીડલું વાળી અભેરાયે ચડાવી દેશે તેવી ચર્ચાઓએ જોર પકડયું છે.
આ અંગેની પોલીસમાંથી મળતી માહીતી મુજબ રાજકોટના કૃષ્ણનગર મેઇન રોડ પર આવેલા ગોકુળધામ બ્લોક નં. ૨૮૭માં રહેતા અને લોઠડા ઇન્ડસ્ટ્રીઝ એરીયામાં સ્ટાન્ડર્ડ હાઇડ્રોલીક નામે કારખાનું ચલાવતા ઈશ્વરભાઇ ડાયાભાઇ સંચાણીયા (ઉ.વ.પપ) નામના પ્રૌઢ બે દિવસ પહેલા પોતાના કારખાને હતા ત્યારે અચાનક કોઇ કારણોસર બેભાન થઇ જતાં સવારે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા ફરજ પરના તબીબે તેઓને જોઇ તપાસી તેઓને જોઇ તપાસી મૃતક જાહેર કરતાં પરિવારમાં ધેરો શોક વ્યાપી ગયો હતો. બનાવ અંગેની જાણ આજી ડેમ પોલીસમાં કરવામાં આવતાં પોલીસ કાફલો હોસ્૫િટલ ખાતે દોડી જઇ ટીન મુજબ પ્રાથમીક તપાસ હાથ ધરી હતી. પરંતુ જાણકારોના મતે લોઠડામાં કારખાનું ધરાવતા ઈશ્વરભાઇ સંચાણીયા છેલ્લા ઘણાં સમયથી ડીપ્રેસનમાં હતા તેની પાછળનું કારણ ચર્ચામાં આવ્યું છે કે લોઠડા ગામે પ૧ એકર જમીનનો વિવાદ ચાલે છે. જેમાં એક રાજકીય નેતા જે પહેલા કોગ્રેસમાં હતા અને હાલ ભાજપમાં જોડાયા બાદ તેઓ મંત્રી પદ ઉપર હોય ત્યારે આ વિવાદીત જમીનને ચોખ્ખી કરવાના બહાના હેઠળ આ પ૧ એકર જમીનમાં આ પ્રધાને પોતાનું સાટાખત કરાવી લીધા બાદ જમીન વધુ વિવાદમાં સપડાઇ હોવાનું ઈશ્વરભાઇને ઈશ્વર સુધી પહોચાડવામાં નિમીત કોણ? કોની ભુમિકા છે તે એક ચર્ચાનો વિષય બન્યો છે.
લોઠડાની પ૧ એકર જમીન પ્રકરણમાં પ્રધાનના પ્રેસર કારખાનેદારનું આપઘાત, કમોત કે મર્ડર? શું હકીકત છે તે બાબત ચર્ચાનો વિષય બન્યો છે. આ પ્રકરણમાં પોલીસ તપાસ કરશે કે રાજકીય પ્રેસર આવશે. રાજકીય પ્રેસર એક વ્યકિતને કમોત સુધી લઇ ગયા તો શું તંત્ર સાચુ કારણ શોધી શકશે? કે પછી તપાસને રાજકીય પ્રેસર તળે અભેરાયે ચડાવી દેશે? તે એક મોટો સવાલ ઉભો થયો છે.
પડધરીના ખીજડીયાના ગિરાસદાર પરિવારને ૫૧-એકટ જામીન ફાળવી ભાજપના નેતા અને તંત્રે ૩૨ દિવસમાં કરોડોનું કૌભાંડ આચર્યું’તુ
રાજકોટના લોઠડા ગામે અકઈના નામે આચરાયેલ જમીન કૌભાંડમાં ચોકાવનારા પૂરાવા છતા સંવેદનશીલ સરકાર સંવેદનાહિન ગિરાસદારના વારસોને ૧૯૭૮માં લવાડ ગામે જમીન ફાળવી દેવાયેલ છતા લોઠડામાં ૫૧ એકરની લ્હાણી પડધરી તાલુકાનાં મોટા ખીજડીયા ગામનાં ગિરાસદારના ચાર પૈકી એક વારસદારને ૬૪ વર્ષ બાદ એગ્રીકલ્ચર લેન્ડ સીલીંગ એકટ હેઠળ રાજકોટ તાલુકાના લોઠડા ગામે પ૧ એકર સરકારી જમીન ફાળવવાના સનસનીખેજ કૌભાંડમાં સમગ્ર પ્રક્રિયામાં અધિકારીઓ દ્વારા નીતિનિયમો અને કાયદાકીય જોગવાઇઓનો ઉલાળીયો કરવામાં આવ્યો હોવાની અને માત્ર ૩ર દિવસમાં ૧૦૦ કરોડની સરકારી જમીનનો ખેલ પાડી દેવામાં આવ્યાની ચોકાવનારી હકીકતો પ્રકાશમાં આવી છે.
રેવન્યુ વિભાગના અધિકારીઓને પણ ગણતરીના કલાકોમાં શંકાસ્પદ જમીન પ્રકરણ મંજુર કરીને વહેલી ગંગામાંથી ખોબા ભરી લીધાનું ચર્ચાય છે. પડધરી તાલુકાના મોટા ખીજડીયા ગામના ગિરાસદારના વારસદાર હંસાદેવી ઘનશ્યામસિંહ જાડેજાને સને ૧૯પ૪ ની માંગણી અન્વયે ૬૪ વર્ષ બાદ એગ્રીકલ્ચર લેન્ડ સીલીંગ એકટ હેઠળ રાજકોટ તાલુકાના લોઠડા ગામે રોડ ટચ પ૧ એકર જમીન ફાળવવાનો રાજકોટના ગત તા.૧૭/૧૦/ર૦૧૭ના રોજ હુકમ કર્યોે છે. અરજદારને તેના અન્ય ત્રણ પરીવારજનો સાથે રાજ્ય સરકાર દ્વારા એ.એલ.સી. હેઠળ દેહગામ તાલુકાના લવાડ ગામે તેની પસંદગી અને માંગણી મુજબ તા.રપ/૧/૧૯૭૮ ના રોજ સર્વે નં.૩પપ માં ૩૬-૩૬ એકર એટલે કે ગીરાસદારના ચારેય વારસદારોને કુલ ૧૪૪ એકર જમીન ફાળવી દેવામાં આવી હતી.
આમ છતા અરજદારે તા.૧પ/૯/ર૦૧૭ ના રોજ રાજકોટ તાલુકાના લોઠડા ગામે પ૧ એકર જમીન ફાળવવા અરજી કરી હતી. આ અન્વયે કલેકટર દ્વારા જમીનની ઉપલબ્ધી અંગે ખરાઇ કરવા પ્રાંત અધિકારી ને સુચના અપાતા માત્ર ર૧ દિવસમાં જ લોઠડા ગામે સરકારી સર્વે નં.૧૬૭ પૈકી ૧ પૈકી ૧ વાળી ૧૪પ.૮ર હેઠળ જમીન હોવાનો રીપોર્ટ આપી દીધો હતો. આ રિપોર્ટના આધારે રાજકોટ કલેક્ટર દ્વારા મહેસુલ વિભાગ ગાંધીનગરને તા. ૯/૧૦/૨૦૧૭ના પત્રથી દરખાસ્ત મોકલવામાં આવી હતી અને મહેસુલ વિભાગમાંથી તા. ૧૧/૧૦/૨૦૧૭ના રોજ એટલે કે માત્ર ૪૮ કલાકમાં જ અરજદારને લોઠડા ગામમાં ૫૧ એકર જમીન ફાળવવા દરખાસ્ત મંજૂરી થઇ ગઇ હતી.
અનામત જમીન બારોબાર ફાળવી દેતા સામાજીક કાર્યકરો કરી અપીલ
રાજયના મહેસુલ વિભાગ દ્વારા રાજવી પરિવારના નામે રાજકીય માણસોને લાભ અપાવવા રાતોરાત લોઠડા ગામની કિંમતી જમીન જમીન ફાળવી દેવામાં આવતા ભારે ચકચાર જાગી છે ત્યારે રાજકોટ જિલ્લા કલેકટર કચેરીમાં એએલસી શાખામાં અરજદારો માહિતી અધિકાર હેઠળ લોઠડાકાંડની માહિતી મેળવી હતી. જેમાં તંત્ર દ્વારા કોઈ માહિતી ન આપતા કોટડા સાંગાણીના રામોદના સામાજીક કાર્યવારી એપેલન્ટ ઓથોરજટી જમીન ગરીબી રેખા હેઠળ જવાનો વ્યકિતના જીવન નિવાહ માટે ફાળવવા અનામત રાખેલી હોવા છતા તંત્ર અને રાજકોટ અગ્રણીની ભૂમિકાથી ફાળવી દેવામાં આવી હોવાના જણાવ્યું હતું હાલ અપીલ પેન્ડીંગ છે.
‘તીરૂમાલા’ના પ્લોટ લેનારા છેતરાશે?
લોઠડા ૫૧ એકર જમીનની લ્હાણી કરી કળા કરનારાઓ બદલી થઈને જતાં રહ્યાં બાદ હવે કલેકટર કચેરી અને જિલ્લા પંચાયતમાં લોઠડાકાંડ જોરશોરી ચર્ચાનો વિષય બન્યો છે ત્યારે સોનાની લગડી જેવી હાઈવે ટચની જમીન હસ્તગત કરી લીધા બાદ હવે બિનખેતી કરાવ્યા વગર જ તિરૂમાલા ઈન્ડસ્ટ્રીયલ પ્લોટના નામે કૌભાંડીયા તત્ત્વોએ જમીનનું વેંચાણ શરૂ કરતા આ પ્લોટ ખરીદનારાઓને છેતરપિંડીનો ભોગ બનવું પડે તેવુ ચર્ચાય રહ્યું છે.