રાજકોટ આરટીઓમાં મોટર કાર પ્રકારના વાહનો માટે જી.જે.૦૩.એલ.જી સીરીઝના ૧ થી ૯૯૯૯ નંબરો પૈકી બાકી રહેતા ગોલ્ડન સિલ્વર નંબરો તથા અગાઉની સીરીઝના બાકી રહેલા ગોલ્ડન સિલ્વર નંબરોના ઈ-ઓકશનથી શરૂ કરવામાં આવશે. આ પ્રકારના ગોલ્ડન નંબરો તથા સિલ્વર નંબરો તથા અન્ય પસંદગી નંબરો મેળવવા ઈચ્છતા વાહન માલિકો પાસેથી ઓનલાઈન અરજી કરવાની રહેશે.
ગોલ્ડન નંબરમાં ૧, ૫, ૭, ૯, ૧૧, ૯૯, ૧૧૧, ૩૩૩, ૫૫૫, ૭૭૭, ૭૮૬, ૯૯૯, ૧૧૧૧, ૧૨૩૪, ૨૨૨૨, ૩૩૩૩, ૪૪૪૪, ૫૫૫૫, ૭૭૭૭, ૮૮૮૮, ૯૦૦૦, ૯૦૦૯, ૯૦૯૦, ૯૦૯૯, ૯૯૦૯, ૯૯૯૦, ૯૯૯૯ અને સિલ્વર નંબરની પસંદગીમાં ૨, ૩, ૪, ૮, ૧૦, ૧૮, ૨૭, ૩૬, ૪૫, ૫૪, ૬૩, ૭૨, ૮૧, ૯૦, ૧૦૦, ૧૨૩, ૨૦૦, ૨૨૨, ૨૩૪, ૩૦૦, ૩૦૩, ૪૦૦, ૪૪૪, ૪૫૬, ૫૦૦, ૫૬૭, ૬૦૦, ૬૭૮, ૭૦૦, ૭૮૯, ૮૦૦, ૮૮૮, ૯૦૦, ૯૦૯, ૧૦૦૦, ૧૦૦૧, ૧૦૦૮, ૧૧૮૮, ૧૮૧૮, ૧૮૮૧, ૨૦૦૦, ૨૩૪૫, ૨૫૦૦, ૨૭૨૭, ૨૭૭૨, ૩૦૦૦, ૩૪૫૬, ૩૬૩૬, ૩૬૬૩, ૪૦૦૦, ૪૪૫૫, ૪૫૪૫, ૪૫૫૪, ૪૫૬૭, ૫૦૦૦, ૫૦૦૫, ૫૪૦૦, ૫૪૪૫, ૫૪૫૪, ૬૦૦૦, ૬૩૩૬, ૬૩૬૩, ૬૭૮૯, ૭૦૦૦, ૭૦૦૭, ૭૨૨૭, ૭૨૭૨, ૮૦૦૦, ૮૦૦૮, ૮૦૫૫, ૮૧૧૮, ૮૧૮૧ માટે ગોલ્ડન નંબરની મોટર કાર પ્રકારના વાહનોમાં ઓછામાં ઓછી ફી (અપસેટ પ્રાઈઝ) રૂા.૨૫૦૦૦ છે. સિલ્વર નંબર મોટરકાર પ્રકારના વાહનોમાં ઓછામાં ઓછી ફી રૂા.૧૦,૦૦૦ છે.
ગોલ્ડન, સિલ્વર સિવાયના અન્ય પસંદગીના નંબરોમાં મોટરકાર પ્રકારના વાહનોમાં ઓછામાં ઓછી ફી રૂા.૫૦૦૦ છે. ગોલ્ડન સિલ્વર તથા અન્ય પસંદગીના નંબરોના ઓકશનમાં ભાગ લેવા માટે સેલ ઈનવોઈસની તારીખ અથવા વિમાની તારીખ તે બે માંથી જે વહેલું હોય તે તારીખથી સાત દિવસ સુધીમાં ફોર્મ સીએનએમાં અરજી કરનારને અરજી કર્યા તારીખથી ૬૦ દિવસ સુધી પસંદગીના નંબર માટેના ઓકશનમાં ભાગ લઈ શકશે. ગોલ્ડન, સિલ્વર નંબરો મેળવવા માટે તા.૧૨/૨/૨૦૨૦ થી તા.૧૩/૨/૨૦૨૦ સુધી ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવાનું રહેશે તથા તા.૧૪/૨/૨૦૨૦ના રોજ સવારે ૧૧:૦૦ કલાકથી તા.૧૪/૨/૨૦૨૦ના સાંજનાં ૪:૦૦ કલાક સુધી ઓનલાઈન ઈ-ઓકશન ખુલ્લુ રહેશે તથા તા.૧૪/૨/૨૦૨૦ના રોજ સાંજનાં ૫:૦૦ કલાકે કોમ્પ્યુટર દ્વારા જનરેટ કરેલ ઈ-ઓકશનનું પરિણામ નોટીસ બોર્ડ પર મુકવામાં આવશે. તેમજ પરીવહન સાઈટ પર ઓનલાઈન પણ જોઈ શકાશે.