માસિક મિલન પ્રબુધ્ધ ગોષ્ઠિમાં ‘નાગરિકો પાસે પોલીસની અપેક્ષાઓ’ વિષય ઉપર પરિસંવાદ યોજાયો
રાજકોટના પ્રબુધ્ધ નાગરીકો દ્વારા સમાજના સાંપ્રત વિષયો ઉપર ચિંતન માટે છેલ્લા સાત વર્ષથી દર મહિનાના પહેલા સોમવારે માસીક મિલન પ્રબુધ્ધ ગોષ્ઠિના સ્વરૂપમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે.જેમાં રાજકોટના ડોકટર, વકિલ, એન્જીનીયર, સીએ, વ્યાપારી, ઉદ્યોગપતિ, નિવૃત કર્મચાર, શિક્ષકો, પ્રોફેસરો, સામાજીક અગ્રણીઓ સામાજીક સમસ્યાના નિરાકરણ માટે વિષય નિષ્ણાંતોનું માર્ગદર્શન મેળવી તેનું અમલીકરણ થાય તેવા પ્રયત્નો કરે છે. વર્તમાન સમયમાં કાયદાનું પાલન અને વ્યકિત અનુશાસન એ ચિંતાનો વિષય બની રહ્યો છે. સમાજની દરેક વ્યકિત ખાસ કરીને પ્રબુધ્ધ નાગરિકો કાયદાની મર્યાદામાં રહી પોલીસ તંત્રને કઈ રીતે ઉપયોગ થઈ શકે તે માટે ફેબ્રુઆરી ૨૦૨૦નો પહેલા સોમવારના રોજ માસીક મિલન પ્રબુધધ ગોષ્ઠિ વ્યાખ્યાન માળા: મણકો ૮૬, અંતર્ગત પ્રબુધ્ધ નાગરીકો પાસે પોલીસની અપેક્ષાઓ વિષય ઉપર કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં વકતા તરીકે રાજકોટના કર્મનિષ્ઠ નાયબ પોલીસ કમિશ્નર ઝોન ૨, મનોહરસિંહ જાડેજા ઉપસ્થિત રહ્યા હતા.
તેમને જણાવ્યું હતુ કે જો સામાન્ય વ્યકિત પોતે જ કાયદાનું પાલન કરે તો કોઈ સમસ્યા ન રહે. આજે એકત્રીત થયેલ પ્રબુધ્ધ નાગરીકો સમાજના ખાસ વર્ગ ઉપર ઓપીનીયન મેકર્સની ભૂમિકા ભજવે છે. જયારે પોલીસની અપેક્ષા છે કે ગુન્હો રજીસ્ટર થાય ત્યારે વિનંતી કરવા છતા પંચમાં કે સાક્ષી તરીકે કોઈ સક્ષમ માણસ જોડાતો નથી. એનું કારણ પોલીસનો ભય કે કોઈના ધકકા હોઈ શકે પરંતુ જો પંચ, સાક્ષીમાં સારા માણસો જોડાય તો કોર્ટમાં પણ ગુન્હેગાર છૂટી શકતો નથી. અંતમાં રાજકોટના કર્મનિષ્ઠ નાયબ પોલીસ કમિશ્નર, ઝોન ૨, મનોહરસિંહ જાડેજા સાહેબએ જણાવેલ કે લોકોએ એક મજબુત પોલીસ જોઈતી હોય તો ઈમાનદાર, કાર્યશીલ, કર્મનિષ્ઠ બાહોશ પોલીસ કર્મચારી-અધિકારીઓ ને જાળવી રાખવા પડશે જેની જવાબદારી પ્રબુધ્ધ નાગરીકોએ લેવી પડશે. તેમજ આવા કાર્યક્રમોનાં આયોજન થકી પોલીસ અને પ્રજા વચ્ચેના અંતરનો ઘટાડો થશે તેમ જણાવેલ ત્યારે ઉપસ્થિત રાજકોટના પ્રબુધ્ધ નાગરીકોએ રાજકોટના કર્મનિષ્ઠ નાયબ પોલીસ કમિશ્નર, ઝોન-૨, મનોહરસિંહ જાડેજાના વકતત્વ ને તાળીઓથી વધાવી કઠીન પરિસ્થિતિઓમાં કામ કરતા દરેક ઈમાનદાર, કાર્યશીલ, કર્મનિષ્ઠ બાહોશ પોલીસ કર્મચારી અધિકારીઓને સાથ સહકાર આપવાનું વચન આપેલ.
આ કાર્યક્રમ માસિક મિલન પ્રબુધ્ધ ગોષ્ઠિના સર્વ ડો. જીતેન્દ્ર અમલાણી, ડો. એન. ડી. શીલુ તથા દીપકભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ કરવામાં આવેલ.