તન્ના પરિવારે ગૌસેવાને લઇ સમાજને નવો ચીલો ચિંઘ્યો
રાજકોટ શ્રીજી ગૌશાળા ખાતે પ્રભુદાસભાઇ તન્ના પરિવારના ત્રણ બાળકોને યજ્ઞોપવિત સંસ્કાર આપવામાં આવ્યા હતા. સાથે સાથે નવા ગૃહમાં ગૃહ પ્રવેશ પણ કરવામાં આવ્યો હતો.
યજ્ઞોપવિત સંસ્કાર પૂર્ણ થયા બાદ ભોજન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું.
ગૌશાળાની પાવન જગ્યા પર યજ્ઞોપવિત એટલે ૧૬ સંસ્કાર માનું એક સંસ્કાર આપવામાં આવ્યા હતા.
આ તકે સંગીત સંઘ્યાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જુનાગઢના સુપ્રસિઘ્ધ રાજુભા કુ. નીરુદવે અને વૃંદ દ્વારા ગુજરાતી ગીત ગઝલોની સુરીલી સફર પ્રસ્તુત કરવામાં આવી હતી. આ તકે તન્ના પરિવારના સ્નેહી સ્વજનો ખાસ ઉ૫સ્થિત રહી બટુકોને આશિષ આપ્યા હતા.
પ્રભુદાસભાઇ એ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, શ્રીજી ગૌશાળાના પ્રાંગણમાં અમારા ત્રણ બક્ષીને યજ્ઞોપવિત ધારણ કરાવવા અને ૧૬ સંસ્કારમાંની એક સંસ્કાર ગાય માતાના આંગળે આપવાનો પ્રયાસ કર્યો જેને આખા સમાજે સ્વીકાર્યુ, હું અંગત રીતે એવું માનું છું કે યજ્ઞોપવિત જેવો પવિત્ર સંસ્કાર જયારે ગાય માતાની ભૂમિમાં દેવામાં આવે ત્યારે જીવન ખેરખર સારુ બને છે.
ત્યારે આ નસીબ અમને પ્રાપ્ત થયું છે. તેનો ખુબ જ આનંદ છે આ ભુમિમાં ગાય માતાના શરીરની ઉર્જા એક એક વ્યકિત તે એવી ચેતના આપે છે કે જેને મળીએ તે એક જ વાત કહે છે કે અહિં આવ્યા પછી બધું જ ભુલાઇ જાય છે જે આ ભૂમિની તાકાત છે જેને હું વંદન કરું છું.