આજે રોઝ ડે થી શરૂ થશે
એક રોઝ, તેમના માટે જે મળતાં નથી “રોજ રોજ પણ, યાદ આવે છે દરરોજ !!
દુ… ૨ એટલા ન જશો કદી, કે ઝાંખુ-આંખોને નહિ, હૃદયને લાગે !!
આ પ્રિતના મેળાપમાં એક અંગત બની જાય, કોઈ ખાસ માટેના રાહની સંગત બની જાય !!
પ્રેમ અને પ્રેમનો અહેસાસ કરવાનો મહિનો એટલે ફેબ્રુઆરી આ મહિનામાં છુપાયેલી લાગણીઓને બહાર લાવવા ખાસ દિવસો હોય છે. આજનાં યુવાનો તેમનાં હ્રદયમાં છુપાયેલી લાગણી દર્શાવવા રાહ જોતા હોય છે.વેલેન્ટાઈન ડે-૧૪ ફેબ્રુઆરી યુવા હૈયાનો દિવસ છે. પૃથ્વી પર વસતાં દરેક માણસને પ્રેમ-હુંફ અને લાગણીની જરૂર હોય છે. ગર્લફ્રેન્ડ-બોયફ્રેન્ડ એકબીજાને ગીફટ આપે છે.
વેલેન્ટાઈન નામના સંતએ યુગમાં પ્રેમીઓને એક કરવામાં મદદરૂપ થતાં તેમનાં નામ પરથી વેલેન્ટાઈન ડે યુવાનો ઉજવી રહ્યા છે. આજથી સતત સપ્ત દિવસ વિવિધ થીમ સાથે ઉજવણી કરીને યુવાધન પ્રેમનો ઉત્સવ ઉજવે છે. જેની શરૂઆત આજે “રોઝ ડે થી થાય છે. લાગણી દર્શાવવા માટે સારો દિવસ મનાય છે. આજે દરેક તેમનાં પ્રિયપાત્રને ગુલાબ આપીને સંબંધો શરૂ કરે છે.
લાલ ગુલાબ પ્રેમનું પ્રતિક તો પીળું ગુલાબ મિત્રતાનું પ્રતિક છે. લાલ ગુલાબ પ્રેમનું પ્રતિક તો પીળું ગુલાબ મિત્રતાનું પ્રતિક છે. દિલનો એકરાર કરવા પિક કલરનું ગુલાબ આપશે. આજે માતા-પિતા ભાઈ-બહેન,પુત્ર કે પુત્રી તેના પિતાને પણ ગુલાબ આપીને પ્રેમ પદર્શિત કરે છે. પ્રેમનો સંબંધ, સિંદુર સુધી પહોંચે એવુ જરૂરી નથી કેમકે મળ્યા વગરનો પ્રેમ પણ અદ્ભુત હોય છે. ફુલ બનીને હસવુએ જીંદગી છે, હસીને દુ:ખ ભુલવુએ પણ જીંદગી છે. આજનો યુવાન તો આવી પ્રેમમય ફિલસુફીમાં જીતીને કોઈ ખુશ થાય તો શું થયુ ? કોઈના માટે હારીને પણ ખુશ થાય તેવો છે એક સ્ત્રીને પામવી કદાચ સહેલુ હશે પરંતુ એક સ્ત્રીના મનને જીતવુ સહેલું નથી.
સ્ત્રીનાં મનને જીતવા પૈસાની નહી તમારી સાચી લાગણીની જરૂર છે. અને આજ છે વેલેન્ટાઈન ડે ની સાચી ઉજવણી આજે રોઝ ડે થી વેલેન્ટાઈન વીકની શરૂઆત ગુલાબ આપવાથી થાય છે. આજે તેમ જેને પસંદ કરો છો તેને ગુલાબ આપીને પ્રેમ અને સુગંધ પ્રસરાવી શકો છો. ૮ મી ફેબ્રુઆરીએ પ્રયોઝ ડે માં તમો ગમતા પાત્રને પ્રયોઝ કરી શકો છે પ્રેમનો એકરાર કે કબુલાત કરવા માટેની ઉજવણી છે.૯ મી એ ચોકલેટ ડેમાં તમારા પાર્ટનરને ચોકલેટ ખવડાવીને પ્રેમ જાહેર કરે છે.
૧૦મીએ ટેડી-ડે માં ર્ગલફ્રેન્ડને ટેડી બહુ જ પંસદ હોય છે. આ દિવસોમાં એકબીજાને ગીફટ આપીને યુવા હૈયાઓ એકબીજાનાં દિલમાં સમાતા હોય છે.
૧૧ મીએ પ્રોમિસ ડે માં એવો વાયદો કરજો કે જે તમો નિભાવી શકો. પ્યારનો રિશ્તો વિશ્ર્વાસ પર ટકેલો છે.તમે તમારા પાર્ટનરને વચન આપીને જીવનભરના સાથની વાત કરી શકો છો.
૧૨ મીએ પાર્ટનરને ગળ લગાવી,ભેટીને ,આલિંગન આપીને સાચા પ્રેમનો અનુભવ કરાવી શકો એટલા માટે ‘હગ-ડે’ ઉજવાય છે. વેલેનટાઈન-ડે ના બે દિવસ પહેલાની આ ઉજવણી યુવા હૈયાઓને ગમતાનો ગુલાલ કરાવે છે. ૧૩ મી એ ‘કિસ-ડે ’ની ઉજવણીમાં તમો એકબીજાનો અહેસાસ-શ્ર્વાસે-શ્ર્વાસમાં પ્રેમની વાત સાથે બંને હ્રદયથી એક થાય તે રીતે ઉજવાય છે જો કે વિશ્ર્વભરમાં જુદા-જુદા રીતે આ કિસ-ડે ઉજવાય છે. આખરે ૧૪ ફેબ્રુઆરી-વેલેન્ટાઈન ડે જે દિવસની દુનિયાભરમાં કપલ રાહ જોતા હોય છે.
આ દિવસ પ્રેમનું પ્રતિક-ઉત્સવ છે. જેમાં બે હૈયા એક થવાની પળ છે. એકબીજા પોતાનાં દિલની વાત-ભાવના વ્યકત કરે છે. આ દિવસની એવી ઉજવણી કરે છે કે તે કાયમી સંભારણુ યાદગાર થઈ જાય છે.
આ તો વેલેન્ટાઈન ડે વીકની ઉજવણી ૭ મી ફેબ્રુઆરી શરૂ કરીને ૧૪મીએ વેલેન્ટાઈન ડે એ પુર્ણ થતી હોય છે. પરંતુ છેલ્લા ત્રણ-ચાર વર્ષથી વૈશ્ર્વિક સ્તરે એકવીકની ઉજવણી હવે બે વીક સુધી લંબાવી છે.જેમાં ૧૫ મીએ સ્લેપ ડે, ૧૬મીએ કિક ડે, ૧૭ મીએ પર્ફમ્યુમ ડે, ફલેર્ટ ડે ૧૮ મીએ તથા ૧૯મીએ ક્ધફેશન ડે ની ઉજવણી કરીને યુવા હૈયાઓ એક જોક જોડાતા હોય છે. આ વર્ષે તો ૬ ફેેબ્રુઆરી એ પણ કોમ્પ્લીમેન્ટ ડે વિશ્ર્વભરમાં યુવાનોએ ઉજવ્યો હતો.
‘વેલેન્ટાઈન-ડે’ વીકનું સેલીબ્રેશન પ્રેમ-મૈત્રી અને વિશ્ર્વાસનું પ્રતિક છે અને ત્રણેય વાતો કોઈપણ સંબંધ માટે જરૂરી છે, મોટાભાગે પ્રેમની વાત આવે એટલે ‘ગુલાબ’ નો ઉલ્લેખ થાય જ, તેના વગર પ્રેમનો એકરાર શકય જ નથી, પ્રેમ અને પ્રેમની પરિભાષાને સમય બદલી શકયો નથી, એ ભલે મૈત્રીનો સંબંધ હોય કે પ્રેમનો, કે પછી મમતાનો બસ થોડા ગુલાબનાં રંગોની પસંદગી કરવી પડશે
સન ૧૫૩૭ માં પ્રથમ વાર વેલેન્ટાઈન ડે જાહેર રજા બહાર પડાઇ !!
મધ્યયુુગ સુધી લોકોનેએ વિશ્ર્વાસ હતો કે વેલેન્ટાઈન દિવસની સવારે સૌપ્રથમ જે કોઈ વિપરીત સેકસવાળા અવિવાહિત વ્યકિત સાથે તમારી મુલાકાત થશે. એ જ તમારી મુલાકાત થશે એ જ તમારો સાચો જીવનસાથી બનશે.
એલેકજેંડર ગ્રેહામ બેલે ૧૮૭૬ માં વેલેન્ટાઈન-ડે ઉપર જ ટેલીફોન પર પોતાના પેટેંટ માટે આવેદન રજુ કર્યુ હતુ.
વિકટોરિયન કાળમાં વેલેન્ટાઈન દિવસના કાર્ડ ઉપર હસ્તાક્ષર કરવા દુર્ભાગ્યપુર્ણ મનાતું હતુ.
૧૫૩૭માં ઈગ્લેંડના રાજા હેનરી આઠમાંએ પ્રથમવાર ૧૪ ફેબુ્રઆરીની જાહેર રજા બહાર પાડી હતી.
કામદેવ પણ વેલેન્ટાઈન દિવસનું એક પ્રતિક છે. આ પ્રેમ અને સૌૈદર્યના દેવતા શુક્રના પુત્ર હતા. વેલેન્ટાઈન ગ્રીટીંગ કાર્ડસ પર મોટે ભાગે કામદેવ પોતાના હાથમાં એક ધનુષ અને બાણ માટે જાદુઈ તીરનો પ્રયોગ કરવામાં વિશ્ર્વાસ રાખતા હતા.