ઘઉં અને ચોખ્ખાનું ઉત્પાદન પણ વિક્રમ સર્જે તેવો અંદાજ

યુનાઈટેડ નેશન્સ અને ઓર્ગેનાઈઝેશન ફોર ઈકોનોમિક કો.ઓપરેશન એન્ડ ડેવલપમેન્ટ દ્વારા સતાવાર રીતે ભારતને દુધ ઉત્પાદકતા માટે ૨૦૨૬ સુધીમાં નં. ૧ બનાવવાની જાહેરાત કરવામાં આવી છે. તેમજ ૨૧મી સેન્ચુરીના પ્રથમ ત્રિમાસીકમાં દુધનું ત્રણ ગણુ ઉત્પાદન કરે તેવો અંદાજ કરવામાં આવ્યો હતો.

આ પ્રોજેકટ હેઠળ દુધ ઉત્પાદનમાં ૨૦૨૬માં ૪૯ ટકા વધારો કરવામાં આવશે જેના દ્વારા ભારત દુધ ઉત્પાદનમાં નં.૧ બની જશે તેમજ યુરોપીયન યુનિયનમાં દુધ ઉત્પાદનના બજા ક્રમેથી ત્રણ ગણુ ઉત્પાદન કરી પ્રથમ ક્રમ હાસલ કરશે. આ ઉપરાંત ઘઉંની ઉત્પાદકતામાં પણ વિશ્ર્વસ્તરે ટોચનો ક્રમ મેળવશે. વિશ્ર્વમાં ઘઉંના ઉત્પાદનમાં ૨૦૧૭-૨૦૨૬ દરમ્યાન ૧૧ ટકા વધારો થશે. જેનાથી કુલ ઉત્પાદકતા ૧.૮ ટકા થશે.

જેના દ્વારા ઘઉંનું ઉત્પાદન પણ એશિયા પેસીફીકમાં ખાસ મહત્વ પ્રાપ્ત કરશે એશિયા પેસિફિક દ્વારા ૪૬ ટકા ઘઉંના ઉત્પાદન વધારો થશે. તેની પાછળ ભારત, પાકિસ્તાન અને ચાઈનામાં પણ વધારો થયો છે. ચોખ્ખાની આવક પણ વિશ્ર્વસ્તરે વધારો નોંધાવશે જેમાં ૧૨ ટકાથી વધારે ઉત્પાદન થવાનો અંદાજ છે. ભારત, ઈન્ડોનેશશિયા, મ્યાનમાર, થાઈલેન્ડ અને વિયેટનામ દ્વારા પણ ચોખ્ખાનું ઉત્પાદન ૧૫ ટકાથી વધારો થશે.

ત્યારે વિશ્ર્વના ફૂડ કોમોડીટીના ભાવો આગામી વર્ષોમાં ઘટાડો થાય તેવો અંદાજ છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.