વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સર્જીકલ સ્ટ્રાઇક કરી દૂશ્મન દેશના દાંત ખાટા કરી નાખ્યા છે અને દેશમાં પણ વિરોધ પક્ષોને  પણ રાજકીય રીતે સાફ કરી નાખ્યા છે ત્યારે હવે દેશ, જનતા  કે પક્ષના વધેલા વિરોધીઓને પણ સાફ કરવા કમર કસી હોય તેમ બંદૂક હાથમાં લીધી છે. લખનૌ ખાતે યોજાયેલા ડિફેન્સ એક્ષ્પોમાની મુલાકાત વેળાએ નિષ્ણાંતો પાસેથી બંદૂક સહીતના હથિયારોની માહિતી મેળવી હતી. તેમણે બંદૂક હાથમાં લઇ નિશાન પણ તાકી કેટલાક રાઉન્ડ ગોળીબાર પણ કર્યો હતો. અત્રે એ યાદ આપીએ કે લશ્કરના જવાનો બંદૂક ચલાવવાની અને નિશાન તાકવાની તાલીમ લઇ શકે અને નિષ્તાંત બની શકે તે માટે અર્ચ્યુલ શૂટીંગ રેન્જ બનાવવામાં આવી છે તેમાં યુઘ્ધ સમય જેવું જ વાતાવરણ ખડું કરાય છે. આ રેન્જમાં સાચી ગોળી છોડવાની હોતી નથી, પણ કાલ્પનિક ગોળીબાર કરવામાં આવતો હોય છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.