જર્નલ ઓફ ન્યુરો સાયન્સમાં પ્રસિદ્ધ સંશોધનનું રસપ્રદ તારણ: ચોકલેટ સહિત પાંચ ખોરાક આરોગવાથી બની શકાય છે તનાવ મુકત
જર્નલ ઓફ ન્યુરોસાયન્સમાં તાજેતરમાં જ એક નવો અભ્યાસ છાપવામાં આવ્યો હતો કે જેના તારણમાં તનાવમાં ઘટાડો કરનારા ‘જીન’ ઓળખી કાઢવામાં આવ્યા છે. આ અભ્યાસ મનુષ્ય અને પ્રાણીઓ બન્ને પર હાથ ધરવામાં આવ્યો હતો. આ અભ્યાસ એ બાબત પર પ્રકાશ પાડે છે કે આ જીન આપણા મુડ પર અસર કરે છે. આ અભ્યાસ માટે જે ટીમે પ્રયોગો હાથ ધર્યા તેમણે તેનો પ્રયોગ ઉંદર પર પણ કર્યો હતો અને માણસ પર પણ કર્યો હતો. તેનું તારણ એવું સુચવે છે કે મહદઅંશે તનાવના કારણે જ લોકો આત્મહત્યા કરવા પ્રેરાય છે. તેમજ આત્મહત્યા કરતા પહેલા આ ‘જીન’ મગજના અમુક ભાગમાં તાણ ઉપજાવી અને હતાશા તથા અન્ય લાગણી સંબંધિત રોગો જન્માવે છે. જયારે આ જીન મગજ પર કઈ રીતે કાર્ય કરે છે તે સ્પષ્ટ કરવામાં આવ્યું નથી. સંશોધકો દ્વારા મગજ પર વિવિધ તબકકાવાર અસર જન્માવતા હોવાનું પણ અભ્યાસનું તારણ કહે છે.
મગજના સ્વાસ્થ્ય માટે માત્ર કુદરતી પરિબળો જવાબદાર નથી કે જેના કારણે તમારા જીવન પર અસર પહોંચે કેટલાક ખોરાક એવા છે જે લેવાથી આમણુ મગજ રહસ્યમય રીતે મુખ્ય મગજને સંકેત પહોંચાડે છે. ચોકલેટનો ટુકડો પણ તનાવ ઘટાડવામાં મદદ‚પ થાય છે. કારણકે તેમાં વપરાતા કેમિકલ દ્વારા તમે ખાસ તરંગો અનુભવો છો. આ પ્રકારના પાંચ ખોરાકો તમારી માનસિક સ્વાસ્થ્ય પર અસર કરે છે.
૧. પાલક:-
આપણે આ લીલા પાંદડાવાળી ભાજીને ખુબ જ મહત્વના પોષણક્ષમ ખોરાક તરીકે ઓળખીએ છીએ. આપણે એ નથી જાણતા કે તે તમારા મગજના સ્વાસ્થ્ય પર કેવી અસર જન્માવે છે. તેમાં ખુબ જ વધારે વિટામીન કે અને ફોલીક એસીડ આવેલા છે જે જ્ઞાનતંતુઓ પર કાર્ય કરે છે. તેમજ યાદશકિત વધારવામાં પણ મહત્વની ભૂમિકા નિભાવે છે.
૨. સંતરા:-
સંતરા એ વિટામીન ‘સી’ માટે મહત્વનો સ્ત્રોત છે જેને મગજ માટે સ્વાસ્થ્યવર્ધક ખોરાક તરીકે ઓળખાવી શકાય છે. જે તમને તરો-તાજા અને સક્રિય રાખે છે. અભ્યાસ મુજબ વિટામીન-સી તમારા બ્લડપ્રેશરને તણાવવાળી સ્થિતિમાં સામાન્ય બનાવી રાખે છે.
૩. સુકા અખરોટ:-
સુકા અખરોટમાં વધારે પોષણ હોય છે. તેના દ્વારા જ્ઞાનતંતુને અસર પહોંચાડી કુદરતી રીતે તનાવ દુર કરી શકાય છે. જેથી તમે શાંત બનતા મગજને તનાવરહિત કરી શકાય છે. મેગ્નિશિયમના ઉતાર-ચઢાવને કારણે માથાનો દુ:ખાવો થાય છે. તેમજ તમારી ચરબી પણ વધારે છે. અખરોટમાં રહેલ વિટામીન-બી દ્વારા તમારી માનસિક સમતૂલા જાળવી રાખે છે. જેના કારણે યાદશકિતમાં ઘટાડો અને ચરબીમાં થતો વધારો નિવારી શકાય છે.
૪. ચોકલેટ:-
ચોકલેટ દ્વારા ખુશી વધે છે એ તમે અનુભવ્યું જ હશે અને વિજ્ઞાનપણ તેમજ કહે છે.
તે તમારા મીઠાશ માટેની ઈચ્છા તો સંતોષે જ છે પરંતુ તે તમારા મુડને પણ સુધારે છે. ચોકલેટમાં રહેલ ‘કોકા’ દ્વારા તમારા જ્ઞાનતંતુઓ સતેજ બને છે અને તમારા મગજમાં સેરોટોનીન, ટ્રાયટોફન અને ડોપામીનની અસર દ્વારા તણાવરહિત બનાવે છે.
૫. પિસ્તા:-
હવે પિસ્તા આરોગવાના નવા કારણો જાણો. પિસ્તામાં રહેલ સોમેગા-૩ ઓઈલ તમારા મગજને સ્વસ્થ અને મજબુત બનાવે છે. આપણા મગજના ૬૦ ટકા હિસ્સો ચરબીથી બને છે માટે તેના દ્વારા મગજના વિભાગોને વધારે સરસ રીતે કાર્ય કરાવી શકાય છે.
ઓમેગા-૩ તનાવ સાથે લડે છે તથા તેમાં રહેલુ ઝીંક તનાવ પહોંચાડતા તત્વો સામે હકારાત્મક અસર પહોંચાડે છે.