બજેટને લઈને કરવેરા નિષ્ણાંત મુકેશભાઈ પટેલનો સેમિનાર યોજાયો
રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી, રાજકોટ એન્જિનીયરંથીગ એસો. તથા રાજકોટ ટેકસ ક્ધસલટન્ટ સોસાયટીના સંયુકત ઉપક્રમે કેન્દ્રીય બજેટ પર ગુજરાતના અગ્રગણ્ય કરવેરા સલાહકાર મુકેશભાઈ પટેલનું વકતત્વ રાજકોટ એન્જિનીયરીંગ એસો. હોલ ખાતે યોજાયુ હતુ. જેમાં ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ વી.વી.વૈષ્ણવ, ટેકસ ક્ધસલટન્ટ સોસાયટીના પ્રમુખ રણજીતભાઈ લાલચંદાણી અને એન્જિનીયરંથીગ એસો.ના પ્રમુખ પરેશભાઈ વસાણી ઉપસ્થિત રહ્યા હતા.
વી.પી.વૈષ્ણવે કરવેરા સલાહકાર મુકેશભાઈ પટેલનું અભિવાદન કર્યુ હતુ. ત્યારબાદ મુકેશભાઈ પટેલે બજેટ અંગેની ચર્ચાઅ્રો કરી હતી. શરૂઆતમાં જ મુકેશભાઈએ એક રમુજ કિસ્સો શેર કરીને કરવેરા વિશેની માહિતી આપી હતી. તેમણે રાજકોટ સાથેના પોતાના સંસ્મરણો પણ વાગોળ્યા હતા. વધુમાં જણાવ્યુ હતુ કે, ઈન્કકમટેકસની બે સ્કીમ રજુ કરાઈ છે. જેમાં નવી સ્કીમમાં ૭૦ જેટલી કરરાહતોને ગાયબ કરી દેવામાં આવી છે. તેમણે આ વર્ષમાં નાણામંત્રીએ ત્રણ બજેટ રજુ કર્યા તેવી માહિતી આપી હતી. પ્રથમ ફેબ્રુઆરીમાં પીયુષ ગોયેલનું બજેટ, બીજુ જુલાઈમાં વચગાળાનું અને ત્રીજુ સપ્ટેમ્બરમાં કોર્પોેરેટ૨ ટેકસ ઘટાડાયો છે. તેમણે એવું પણ કહ્યું હતુ કે, કરદાતાઓને રાહત આપવાથી તેમની ખરીદી વધશે અને જેને લઈને વેપાર-ઉધોગોને ફાયદો થશે. આવકવેરાના કાયદાને સરળ કરવાના બદલે વધુ ગુંચવણભર્યુ કરવામાં આવ્યુ છે. નાણામંત્રીએ ટ્રસ્ટો માટે નવી કલમ ૧૨એ.બી. દાખલ કરી છે. તેને લઈને ચિંતા વ્યકત કરી હતી. આ કલમ અંતર્ગત તમામ ટ્રસ્ટોએ ડિજિટલી રજીસ્ટ્રેશન કરાવવું ફરજીયાત કરાયુ છે. જે પાંચ વર્ષ માટે જ વેલિડ રહેશે. મુકેશભાઈ પટેલે એમ પણ કહયુ હતુ કે, છેલ્લા ૪૦ વર્ષથી ટેકસની પ્રેકિટસ કરૂ છુ. પરંતુ આ વખતનું બજેટ થોડુ ગુંચવણથી ભરેલુ છે.