સિટી સર્વે સુપ્રિટેન્ડન્ટે કરેલી અપીલનાં આધારે સિટી-૧ પ્રાંત અધિકારીનો મહત્વપૂર્ણ નિર્ણય: ૧૦મીએ આગામી સુનાવણી હાથ ધરાશે
વિરાણી હાઈસ્કૂલ મેદાન બચાવો સમિતિની રંગ લાવતી મહેનત: સરકારી મિલકત ખાનગી ખપાવી વેંચાણ માટે મુકીને ટ્રસ્ટીઓ ફોજદારી ગુન્હો આચરી રહ્યાં હોવાનો ડો.પુરૂષોત્તમ પીપરીયાનો આક્ષેપ
સૌરાષ્ટ્રના ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ માટે વિરાણી પરિવાર ના શ્રેષ્ઠી શેઠ દુલર્ભજીભાઈ વિરાણીના રુપિયા એક લાખનુ દાન, કેન્દ્ર સરકારની ૬૬%ગ્રાંટ અને સૌરાષ્ટ્ર સરકારની ૧૭ %ગ્રાંટ સાથે મફત જમીન આપી વિરાણી હાઈસ્કૂલ નું સર્જન કરવામા સૌરાષ્ટ્રના એકમાત્ર મુખ્યમંત્રી ઉછરંગરાય ઢેબર અને તે વખતના સમાજ શ્રેષ્ઠીઓએ કરેલું કાર્ય સરાહનીય છે. આ સૌરાષ્ટ્રની કેમ્બ્રિજ કક્ષાની સ્કુલે હજારો ડોક્ટરો, રમતવીરો, પ્રોફેશનલ વિગરે તજજ્ઞ સમાજને ભેટ ધર્યા છે.
પરંતુ નવુ બિલ્ડીંગ બનાવવાના આચળા હેઠળ સ્કૂલની અલભ્ય અને કિંમતી નિયંત્રિત પ્રકારની સરકારી જમીન ખાનગી ખપાવી વેચવાની પેરવી વિરાણી પરિવારની ત્રીજી પેઢીના પૌત્ર શ્રેયાંસ પ્રમુખ અને ટ્રસ્ટની જમીન વેચવાના અનૂભવી જયંત દેશાઈ સાથે મેળમીલાપી પણુ કરી વેચવાના પ્રયત્નો આદરી રહ્યાં છે. તેનાથી ભુતપૂર્વ વિદ્યાર્થીઓ અને શિક્ષણ પ્રેમીઓમા નિરાશા વ્યાપી ગયેલ છે.
સરકારની નિયંત્રીત શરતો વાળુ વિરાણી હાઈસ્કૂલનુ મેદાન કોઇપણ સવેચાય નહીં તે માટે વિરાણી હાઈસ્કૂલના પૂર્વ વિદ્યાર્થી પુરુષોતમ પીપળીયાના આગેવાની હેઠળ વિરાણી સ્કુલ મેદાન બચાવ સમિતિની રચના કરવામાં આવેલ અને તે વેચાય નહી તે માટે કાયદાકીય ઉપાયો હાથ ધર્યા છે.
કાયદાકીય ઉપાયો અજમાવી ભુતપૂર્વ વિદ્યાર્થી પુરૂષોતમ પીપરીયાએ કલેક્ટર, સંયુકત ચેરેટી કમિશ્નર, મદદનીશ ચેરેટી કમિશ્નર સહીત અનેક સક્ષમ સતાધીસોને સમક્ષ આધાર પૂરાવાઓ સાથે અરજીઓ દાખલ કરેલ હતી અને કરી રહ્યાં છે.
રાજકોટ જિલ્લા કલેકટરે પુરુષોતમ પીપળીયા તરફથી મળેલ અરજી અન્વયે અને સૂઓમોટો આદેશ કરીને વિરાણી સ્કુલની જમીન બાબતે ઊંડાણપૂર્વક તપાસ કરતા કલેકટર કચેરી તંત્ર ચોંકી ઉઠયું હતુ અને વિરાણી હાઈસ્કૂલની જમીન સંદર્ભે સંબંધીત સત્તાધીશોને તપાસ કરી રિપોર્ટ કરવા આદેશ કરવામાં આવેલ.
ભૂતપૂર્વ વિદ્યાર્થી પુરુષોતમ પીપળીયાની કરેલ અરજીના આધારે કરેલ તપાસમાં પ્રાથમિક તથ્ય જણાતા કલેકટરે તેમજ સીટી સર્વે સુપ્રિટેન્ડન્ટની કચેરીએ નાયબ કલેકટરને કેસ નંબર ૧/૩૦થી રીવીઝન અરજી કરી હતી.
સીટી સર્વે સુપ્રિટેન્ડન્ટએ કરેલ અપીલના આધારે નાયબ કલેક્ટર એમ.એસ.ગઢવીએ વિરાણી હાઈસ્કૂલની જમીન સંદર્ભે મનાઇ હુકમ ફરમાવતા નાયબ કલેકટરે નોંધેલ છે કે કલેકટરે કરેલ પત્ર વ્યહવારથી કોઈ ટાઇટલ મળી જતા નથી કે આ વ્યવહારથી મુળ સનંદ રદ થઈ શકે નહીં. તે જમીન સરકારે નિયંત્રિત શરતોથી નિયત કરેલ હતું માટે નફો નહીં કમાવવાની શરતે સદરહુ ટ્રસ્ટને ફાળવેલ છે.
તેમજ મૂળ સનંદ નંબર ૧ તારીખ ૨૦ ૧૨ ૧૯૫૧ નમૂનો આજે પણ અમલમાં છે તે રદ થયેલ નથી તેમજ સનંદ એક પક્ષી ફેરફાર કે રદ થઇ શકતી નથી એટલું જ નહીં કલેકટર સાહેબશ્રીની પૂર્વ પરવાનગી વગર જમીન તબદીલ થઇ શકે તેમ ન હોય જો અન્ય કોઈ આસામીને વેચાણ કે તબદીલ થાય તો મલ્ટીપ્લેસીટી પ્રોસિડિંગ્સ થવાની શક્યતાને નકારી શકાય નહીં તેવા આશયથી સવાલવાળી જમીન પરત્વે મનાઈહુકમ આપેલ છે.
આ કેસમાં જમીન મહેસુલ કાયદાની કલમ ૨૧૧ હેઠળ હુકમ ન થાય ત્યાં સુધી પક્ષકારોએ સવાલવાળી જમીન પરત્વે કલેકટર મધ્ય સૌરાષ્ટ્ર જિલ્લા દ્વારા સનંદ તારીખ ૨૦. ૧૨ .૧૯૫૧ થી લગાવેલ શરતો મુજબ યથાવત્ પરિસ્થિતિ જાળવવા મનાઈ હુકમ ફરમાવી આગામી સુનાવણી ૧૦ ૨ ૨૦ ના રોજ બપોરે ૩:૦૦ રાખવામાં આવેલ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે વિરાણી મેદાન બચાવ સમિતિના ભૂતપૂર્વ વિદ્યાર્થી પુરુષોતમ પીપળીયા એ વારંવાર રજૂઆત કરી હતી કે વિરાણી હાઈસ્કૂલની જમીન વેચવા કાઢેલા તે જમીન નિયંત્રિત સતા પ્રકારની છે અને તે કલેકટરની પૂર્વ પરવાનગી વગર વેચી શકાય નહીં તેવુ જણાવતા હોવા છતાં વિરાણી હાઈસ્કૂલના પ્રમુખ અને ટ્રસ્ટોની મિલકત વેચવાના માહિર તજજ્ઞ અનુભવી જયંતભાઈ દેસાઈએ માલીકી અંગેની ખોટી ભ્રામક પ્રકારની રજૂઆતો અને જાહેરાતો કરી ખરીદનાર અને વિદ્યાર્થીઓને ગેરમાર્ગે દોર્યા હતા અને દોરી રહ્યા છે.
સમગ્ર લીગલ, કાનૂની કાર્યવાહી માત્ર રૂપિયા ૧ ના ટોકન દરે રાજકોટના વિધવાન એડ્વોકટ રવિ બી. ગોગિયા દ્વારા સેવા આપવામાં આવી રહી છે. તેમ સમિતિનાં કાર્યાલય મંત્રી શૈલેષ પટેલની યાદીમાં જણાવાયું છે.