ચાંદની ચોક, રોહિણી અને શકુર વસ્તી વિધાનસભા બેઠકમાં ભાજપના ઉમેદવારોના સમર્થનમાં સભા
દિલ્હી વિધાનસભાની ચુંટણીમાં ભાજપનો વિજય વાવટો ફરકારવા માટે ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ચૂંટણી પ્રચારમાં પરિશ્રમની પરાકાષ્ઠા સર્જી દીધી છે. ગઇકાલે વિજયભાઇએ દિલ્હીમાં ભાજપના ઉમેદવારોના સમર્થનમાં અલગ અલ ચાર સભાઓ સંબોધી હતી. દરમિયાન આજે તેઓ વધુ ત્રણ સભાઓ સંબોધશે.
આજે સાંજે ૬ કલાકે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી ચાંદની ચોક વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવાર સુમનકુમાર ગુપ્તાના સમર્થનમાં મધુવન ચોક હાથીખાના પોલીસ સ્ટેશન સામે, રાત્રે ૭.૩૦ કલાકે રોહિણી વિધાનસભા બેઠકના ઉમેદવાર વિજેન્દ્ર ગુપ્તાના સમર્થનમાં અગ્રેસેન ભવન પ્રશાંત વિહાર રોહીણી ખાતે જયારે રાત્રીના ૮.૩૦ કલાકે શકુર વસ્તી વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવાર ડો. સુરેશચંદ્ર વાસના સમર્થનમાં એ-૪ર ગુજરાતી એપાર્ટમેન્ટ, રોડ નં. ૪ર પ્રિતમપુરા ખાતે ચૂંટણી સભા સંબોધશે. અત્રે ઉલ્લેખનીય છે કે ગઇકાલે પણ મુખ્યમંત્રી વિજયભાઇ રુપાણીએ દિલ્હીમાં ગુજરાતી સમાજની વસ્તી ધરાવતા વિસ્તારોમાં ભાજપના ઉમેદવારોના સમર્થનમાં ચાર ચૂંટણી સભા સંબોધી હતી.