કુદરતના સાંનિધ્યમાં રહેવાનું ગમતું હોય તો પસંદ કરો ડિજિટલ પ્રિન્ટ જેમાં તમને કુરતા, જીન્સ, ટોપ, બેડશીટ, પડદાઓ, તકિયાનાં કવરી લઈને પર્સ મળી રહે છે
ફેશન-માર્કેટમાં કંઈ પણ નવો ટ્રેન્ડ આવે તો આપણને લાગે કે આ તો નવું છે, હમણાં જ ટ્રેન્ડમાં આવ્યું છે. પણ એવું ની હોતું, જે પણ ફેશન-માર્કેટમાં ટ્રેન્ડમાં આવે છે એમાંથી ઘણાખરા ટ્રેન્ડ લેટેસ્ટ નહીં પણ જૂના જ હોય છે. બસ, એને નવી રીતે લોકો સામે દર્શાવવામાં આવે છે. આવો જ એક ટ્રેન્ડ છે જેણે ફરી પાછી ફેશન-માર્કેટમાં પોતાની જગ્યા બનાવી છે અને એ છે ડિજિટલ પ્રિન્ટ. આ ડિજિટલ પ્રિન્ટ તમને કુરતી, કુરતા, શર્ટ, ટોપી લઈને બેડશીટ, તકિયાનાં કવરમાં જોવા મળશે. આ ડિજિટલ પ્રિન્ટને લોકોએ એટલી અપનાવી છે કે છેલ્લા કેટલાક સમયી આખી ફેશન-માર્કેટમાં એણે પોતાનું આધિપત્ય જમાવ્યું છે.
ડિજિટલ પ્રિન્ટ
ડિજિટલ પ્રિન્ટ છેલ્લા ઘણા સમયી લોકોમાં પ્રિય થઈ રહી છે. એનું કારણ જણાવતાં ફેશન-ડિઝાઇનર કહે છે, દરેક ફેશનની પાછળ હંમેશાં કોઈ ને કોઈ કારણ હોય છે. જેમ-જેમ લોકોની વિચારધારાઓ બદલાય છે એમ ફેશન-માર્કેટનો ટ્રેન્ડ પણ બદલાય છે. હવેના લોકોને ગો ગ્રીનમાં વધારે ઇન્ટરેસ્ટ છે. તેમને કુદરતના સાંનિધ્યમાં રહેવાનું વધારે ગમે છે. તેઓ જેમ બને એમ કુદરતની નજીક રહેવા માગે છે પછી ભલે એ રહેઠાણ દ્વારા હોય કે ફૂડ દ્વારા કે પછી કપડાં દ્વારા. તેમના આ જ કુદરતના સાંનિધ્યના પ્રેમના કારણે જન્મ થયો ડિજિટલ પ્રિન્ટનો.
ડિજિટલ પ્રિન્ટેડ કુરતા ફેબ્રિક પર ડિજિટલ પ્રિન્ટ્સ
આ ડિજિટલ પ્રિન્ટ માત્ર પહેલાં ટી-શર્ટ પર જ આવતી હતી; પણ હવે એ કુરતા, જીન્સ, ટોપ, સાડી, કુરતી, બેડશીટ, તકિયાનાં કવર, ઘરના પડદાઓ વગેરે પર પણ તમે જોઈ શકો છો. એ સિવાય ડિજિટલ પ્રિન્ટ તમને પર્સમાં પણ જોવા મળે છે, જેમાં શોલ્ડર બેગી લઈને ક્લચ હોય છે. ડિજિટલ પ્રિન્ટ લોકોમાં આટલી પ્રિય કેમ છે એનું કારણ જણાવતાં ફેશન-ડિઝાઇનર સંગીતા ગાલા કહે છે, ડિજિટલ પ્રિન્ટમાં આવતા કલર મુખ્ય કારણ છે. લોકોને પોતાની લાઇફ રંગબેરંગી રંગોી ભરવી છે. ડિજિટલ પ્રિન્ટમાં એ મળી રહે છે. ડિજિટલ પ્રિન્ટમાં તમે રંગોથી રમી શકો છો. એક જ પ્રિન્ટમાં તમે એકસો ઘણાબધા રંગોનો પ્રયોગ કરો છો જે લોકોને આકર્ષિત કરે છે, કેમ કે ઘડિયાળ પર ચાલતી આજની જિંદગીમાં માણસની લાઇફ જે રંગ વગરની થઈ ગઈ છે એમાં ડિજિટલ પ્રિન્ટ રંગ ભરે છે.
ડિજિટલ પ્રિન્ટેડ શોલ્ડર બેગ
પહેલાં ડિજિટલ પ્રિન્ટ માત્ર પ્યોર કપડાં પર જ આવતી; જેમ કે પ્યોર સિલ્ક, પ્યોર કોટન વગેરે. કેમ કે પ્યોર કપડાંમાં જે દોરાઓ વપરાતા એમાં રંગો ઍબ્ઝોર્બ કરવાની તાકાત હતી, જે પોલિએસ્ટરમાં નહોતી. પણ હવે જે પોલિએસ્ટર કપડાંઓ છે એ લેટેસ્ટ છે. એમાં વપરાતા દોરાઓ પણ પહેલાં કરતાં સ્ટ્રોન્ગ છે એટલે એ દોરાઓમાં તાકાત છે કે તેઓ રંગને પકડીને રાખી શકે. બીજું, પોલિએસ્ટર સસ્તું મળી રહે છે. એટલે ડિજિટલ પ્રિન્ટ પહેલાં કરતાં વધારે પ્રચલિત બની છે. સૌથી પહેલી ફ્લોરલ પ્રિન્ટ
ડિજિટલ પ્રિન્ટ છેલ્લાં છ-સાત વર્ષી ટ્રેન્ડમાં છે. ડિજિટલ પ્રિન્ટમાં સૌી પહેલાં કઈ પ્રિન્ટ આવી? એનો જવાબ આપતાં ફેશન-ડિઝાઇનર કહે છે, ડિજિટલ પ્રિન્ટમાં સૌથી પહેલાં આવી ફ્લોરલ પ્રિન્ટ. એ પછી ડિજિટલ પ્રિન્ટની ધીરે-ધીરે કાયાપલટ થવા લાગી અને માર્કેટમાં વિવિધ વરાઇટીઓ આવવા લાગી જેમાં જ્યોમેટ્રિક અને લેટેસ્ટ જે ટ્રેન્ડમાં છે એ પોસ્ટર પેઇન્ટિંગ જોવા મળે છે. જ્યોમેટ્રિકમાં તમને સ્ટ્રાઇપ્સ, ચેક્સ, ઝિગઝેગ પેટર્ન જેવી ડિઝાઇનો જોવા મળશે. પોસ્ટર ડિઝાઇન એ છે જેને તમે પહેલાં પેઇન્ટિંગના કેન્વસ પર જ જોતા હતા. એ ડિઝાઇન તમને હવે ફેબ્રિક પર જોવા મળી રહી છે. આપણે જે ગામડાનું દૃશ્ય જેમાં પનિહારી પાણી ભરવા જાય છે અથવા ગામડાની મહિલા પોતાના પિયુની રાહ જોઈ રહી છે એને કેન્વસ પર જોતા હતા એ દૃશ્ય હવે તમે તમારા કપડા પર પણ જોઈ શકો છો. એ સિવાય તમે તમારી બેડશીટ પર પણ જોઈ શકો છો. જે નદી, જંગલ કે પછી પર્વતોની કલ્પનામાં તમે રાચતા હતા એ જ નદી, જંગલ કે પછી પર્વતની ડિઝાઇનના તકિયાવાળા કવર પર સૂઈ તમે જાણે કુદરતના સાંનિધ્યમાં સૂઈ ગયા હો એવું ફીલ પણ કરી શકો છો. ડિજિટલ પ્રિન્ટ કોઈ પણ એજના લોકોને સૂટ થાય છે.