ગુજરાતભરમાંથી ૨૦૦૦૦ જેટલા લોકો ઉમટી પડયાં: ૬૮ નવયુગલો લગ્નગ્રંથીથી જોડાયા: અનેક સમાજ અગ્રણીઓએ ઉ૫સ્થિત રહી આશિર્વચન પાઠવ્યા
શહેરના રેસકોર્ષ ગ્રાઉન્ડ ખાતે આહીર યુવા સમુહ લગ્ન સમીતી દ્વારા સતત ર૬મી સમુહલગ્ન મહોત્સવ યોજવામાં આવ્યો હતો. જેમાં આશરે ર૦૦૦૦ જેટલા લોકો સમગ્ર ગુજરાતમાંથી ઉમટી પડયા હતા.
આ સમુહલગ્નોતસવમાં ૬૮ નવદંપતિઓએ પ્રભુતામાં પગલા માંડયા હતા. અને સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા આહિર સમાજના આગેવાનો અને યુવાનોએ ભારે જહેમત ઉઠાવી હતી. સવિશેષ દિકરીઓને કરિયાવરમાં તમામ પ્રકારની ઘર વખરી આપવામાં આવી હતી. છેલ્લા બે મહીનાથી પ્રમુખ સહીતના તમામ આગેવાનો કાર્યરત હતા.
આહિર યુવા સમુહ લગ્ન સમીતીના પ્રમુખ વરજાંગભાઇ હુંબલએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું છે કે, આહિર યુવા સમુહ લગ્ન સમીતી દ્વારા આવર્ષે સતત ૨૬માં સમુહલગ્ન મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.
જેમાં ૬૮ નવદંપતિઓએ પ્રભુતામાં પગલા માંડયા છે. ખાસ તો સમીતી સહીતના લોકોના સહકારને કારણે સમગ્ર કાર્યક્રમ સફળ બન્યો આ કાર્યક્રમમાં અનેક નામી અનામી આહિર અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. સાથો સાથ આહિર સમાજના યુવાનો દ્વારા ખાસી કામગીરી કરવામાં આવી હતી. આ ઉપરાંત અનેક દાતાઓએ અવિરત પણે દાન આપી દાનની સરવાણી વહેતી કરી હતી.
આ દાનમાંથી સમાજ ઉત્થાનના કાર્યક્રમો થશે.
સમાજ અગ્રથી જેન્સુરભાઇ આહિર એ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ખાસ તો માત્ર સમુહલગ્ન નહિ પરંતુ આહિર સમાજમાં અનેક સમાજ કલ્યાણ લક્ષી કાર્યો કરવામાં આવે છે. જેમાં સમાજના લોકોનાં સહકારથી કાર્યક્રમો સફળ બને છે. સવિશેષ સમાજનાં લોકો આ સમુહલગ્ન મહોત્સવમાં જોડાયા અને સાથો સાથ આહિરબોડીંગના વિઘાર્થીઓ પણ જોડાયા હતા.