સૌરાષ્ટ્ર બુકફેર અને લીટરેચર ફેસ્ટિવલને સફળ બનાવવા માટે રાજકોટ શહેરની પુસ્તક અને સાહિત્ય પ્રેમી જનતા, સમાજના શ્રેષ્ઠીઓ, વિવિધ ક્ષેત્રના મહાનુભાવોએે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડો. નીતિનભાઈ પેથાણી તથા ઉપકુલપતિ ડો. વિજયભાઈ દેશાણી અને સિન્ડિકેટ સભ્ય અને કોઓર્ડીનેટર ડો. મેહુલભાઈ રૂપાણી એ આભાર વ્યકત કર્યોે હતો.
ગુજરાત રાજ્યના લોક લાડીલા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના વરદહસ્તે બુકફેર અને લીટરેચર ફેસ્ટિવલનું તા.૨૫-૧-૨૦૨૦ ના રોજ ઉદઘાટન થયું અને તા ૨૯-૨-૨૦૨૦ ના રોજ રાજયના શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહજી ચૂડાસમાની ઉપસ્થિતિમાં બુકફેરનું સમાપન થયું. પુસ્તક, સંસ્કાર, સાહિત્યનું ત્રિવેણી સંગમ એટલે સૌરાષ્ટ્ર બુકફેર અને લીટરેચર ફેસ્ટિવલતા પાંચ દિવસમાં અંદાજે કુલ અઢી લાખથી પણ વધુ લોકોએ સૌરાષ્ટ્ર બુકફેર અને લીટરેચર ફેસ્ટિવલની મુલાકાત લીધી કિડઝ કોર્નરમાં વિવિધ રમતોમાં આશરે ૧૦૦૦૦ થી વધુ બાળકોએ ભાગ લીધા બુકફેરમાં સુભાષચંદ્ર બોઝ, ઝાંસી કી રાની લક્ષ્મીબાઈ, વીર સાવરકર અને ચંદ્રશેખર આઝાદના પાત્રો છવાયા સૌરાષ્ટ્ર બુકફેર અને લીટરેચર ફેસ્ટિવલમાં રાજકોટની પુસ્તક અને સાહિત્ય પ્રેમી જનતાએ મનગમતા પુસ્તકો એક જ જગ્યાએ મળી રહેતા પુસ્તકોની ખુબ ખરીદી કરી હતો.આ બુકફેર અને લીટરેચર ફેસ્ટિવલમાં આશરે ૮૦,૦૦,૦૦૦/- રુપીયાના પુસ્તકોનું વેચાણ થયું છે.