તા.૮ને શનિવારે ગુરૂભકિત દર્શનયાત્રા:નવકારશી ગુરૂપ્રસાદ,જય સાધના ત્રિરંગી સામાયિક નાટીકા સહિત વિવિધ કાર્યક્રમો યોજાશે
ગોંડલ ગચ્છાધિપતિ આચાર્ય પ્રવર નિદ્રાવિજેતા પૂ. ડુંગરસિંહજી મ.સા.ના પ્રગટ પ્રભાવી યુગદ્રષ્ટા તપસ્વી પૂ. જય-માણેક-પ્રાણ ગુરૂદેવના તપસ્વી શિષ્યરત્ન પરમશ્રધ્ધેય સદ્દગુરૂ ભગવંત તપસમ્રાટ પૂ.ગુરૂદેવ રતિલાલજી મ.સા.ની ૨૨મી વાર્ષિક પુણ્યતિથિના પાવનભિના અવસરે ગાદીપતિ પૂજય ગિરીશમુનિ મ.સા.ના શિષ્યઆત્મદિવાકર પૂ.સુશાંતમુનિ મ.સા. મહામંત્ર પ્રભાવક પૂ.જગદીશમુનિના શિષ્ય ક્રાંતિકારી યુવા સંત પૂ. પારસમૂનિ મ.સા.ના એવમ વિશાળ પરિવાર ધારક પૂ. લીલમ ગુરૂણીના સુશિષ્યા એવં વઘુભગિની આદર્શ યોગિની પૂ.પ્રભાબાઈ મ.,સદાનંદી પૂ.સુમતિબાઈ મ.તપસ્વીની પૂ. દિક્ષિતાબાઈ મ.તથા રાજકોટમાં બિરાજતા સર્વે પૂ. સાધ્વી રત્નાઓ ઉપસ્થિતીમાં રતિગુરૂ ફાઉન્ડેશન આયોજિત બૃહદ રાજકોટના સંઘોના ઉપક્રમે તા.૮ ફેબ્રુઆરી શનીવારના તપસમ્રાટ તીર્થધામ સમાધી મધ્યે પાવનોત્સવ તપ જપની સાધના આરાધનાથી ઉજવાશે.
પાવનોત્સવ ઉપલક્ષે તા.૮ શનીવારેના સવારે ૬:૩૦ કલાકે ચૌધરી હાઈસ્કુલના પટાંગણથી તપસ્વી ગુરૂદેવ અમર રહોના દિવ્ય નાદ સાથે દર્શન પદયાત્રા શરૂ થશે જે હોસ્પિટલ ચોક કેસરી હિંદ પુલ ગ્રીન લેન્ડ ચોકડી થઈ સાત હનુમાન સામે મહાનગર રાજકોટની ભાગોળે આવેલ પાવન અને પવિત્ર તીર્થધામ સમાધી મધ્યે પહોંચશે, આ પદયાત્રામાં જોડાશે તેઓ માટે જ આ રૂટમાં આવતા ગમે તે સ્થળે ૯ સુવર્ણ ગિની માતૃશ્રી અનસુયાબેન નટુભાઈ શેઠ પરિવાર ૯ રજતની ગિરી, માતૃશ્રી વિજયાબેન માણેકચંદ શેઠ પરિવાર અને ૯ સુવર્ણ ગિની માતૃશ્રી અનસુયાબેન નટુભાઈ શેઠ પરિવાર ૯ રજતની ગિની, માતૃશ્રી વિજયાબેન માણેકચંદ શેઠ પરિવાર અને ૯ રૂદ્રાક્ષની માળા પારસ-પાવન- પરમધામ પ્રેરિત લકકી ડ્રોનું કાર્ડ અને બહુમાનનું કવર તથા ધર્મવત્સલ્લા પલ્લીવીબેન ભરતભાઈ લાખાણી તરફથી દુધ-ચા-કોફી આપવામાં આવશે. પદયાત્રીઓ સાયકલ કે અન્ય વાહન સાથે રાખી પદયાત્રામાં જોડાશે તેઓને બહુમાન કવર તથા લકકી ડ્રો નો પાસ આપવામાં આવશે નહી.
ગુજરાત રત્ન પૂ. સુશાંતમુનિ મ.સા.ક્રાંતિકારી યુવા સંત પૂ. પારસ મૂનિ મ.સા. તથા પૂ. મહાસતીજી વૃંદના શ્રીમુખેથી વિવિધ રાગોમાં ૐ તપસ્વી ગુરૂ શરણં મમ સકલ વિધ્ન હરણં મમ ॥ ની સામૂહિક જપ સાધના થશે થતા વિવિધ કાર્યક્રમોનું આયોજન રાખેલ છે.
આ વર્ષે ગુરૂભકતો માટે નવકારશી ગુરૂપ્રસાદના પાસની વ્યવસ્થા ત્રણ પ્રકારની રહેશે જેમાં જેઓ તીર્થઘામ સમાઘી એ બસમાં આવવાના છે તેઓ માટેના બસના પાસ માત્રને માત્ર પદયાત્રા દ્વારા આવવાના છે તે પદયાત્રીઓના પાસ જે ભકતો બસમાં અથવા પદયાત્રા દ્વારાન આવતા પોતાના વાહનમાં તીર્થધામ પહોંચવાના છે.તેઓને પાસ તીર્થધામ સમાધીથી સવારના ૮ થી ૯:૩૦ સુધીમાં મળી જશે. તા.૩૧ શુક્રવાર થી તા.૬ ગુરૂવાર સુધીમાં મળશે. બસમાં આવનાર ભાવિક ભકતોએ શનીવાર તા.૮ના સવારે ૭ કલાકે પીકઅપ પોઈન્ટ ઉપર આવી જવાનું છે.બસ કર્યા પોઈન્ટ ઉપરથી મળશે તેનો કાગળ પણ પાસની સાથે દરેક સંઘોમાં મોકલાવેલ છે.
વિશેષ માહિતી તથા પાસની જરૂરિયાત માટે ચંદ્રકાન્તભાઈ શેઠ (મો.૯૪૨૪૦૪૩૭૬૯)ડોલરભાઈ કોઠારી મો.( ૯૮૨૫૩ ૧૭૩૩૩)નો સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.