રૂા.૩૧.૭૯ લાખનો મુદ્દામાલ જપ્ત: બે પકડાયા

મોરબી જિલ્લા એલસીબી પોલીસ દ્વારા શહેરની સરા ચોકડી નજીકથી દારૂ ભરેલી  ટ્રક ઝડપી લીધી હતી સાથે જ તેમાં રહેલ બે આરોપીઓને પણ ઝડપી લેવાયા છે પોલીસ દ્વારા ૨૧.૬૪ લાખના દારૂ સાથે ૩૧.૭૯લાખનો મુદ્દામાલ જપ્ત કરી ઝડપાયેલ બંને આરોપીઓ તેમજ દારૂ મોકલનાર અને મંગાવનાર સહિત ચાર આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે

મોરબી જિલ્લામાં દારૂ-જુગારની  પ્રવૃત્તિ સદંતર બંધ થાય તે માટે જિલ્લા પોલીસ વડા દ્વારા સૂચનાઓ આપવામાં આવી હતી જેને પગલે એલસીબી પી.આઈ વી.બી જાડેજાના માર્ગદર્શન હેઠળ ઇશ્વરભાઇ કલોતરા,ચંદુભાઈ કાણોતરા સહિતનો પોલીસ સ્ટાફ હળવદ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હોય તે અરસામાં ધાંગધ્રા તરફથી ટાટા ટ્રક રજી.નંબર ખઇં૪૮ઇખ-૧૧૨૮ હોટલ હરીદર્શન પાસે તાલપત્રી બાંધી પસાર થતા જે શંકાસ્પદ લાગતા પોલીસ દ્વારા તેને અટકાવવાનો પ્રયાસ કરાયો હતો પરંતુ  ટ્રક ચાલકે ટ્રક હંકારી મુકી હતી જેથી પોલીસ દ્વારા તેનો પીછો કરી ટ્રક અટકાવી તપાસ કરાતા  તેમાં વિદેશી દારૂ ભર્યું હોવાનું ખુલવા પામ્યું હતું

જેથી પોલીસ દ્વારા આરોપી દિનેશ કોહલારામ બિશ્નોઇ રહે ડડુસણ,તા સાચોર અને બળવંત સિંહ ઉર્ફે વિશાલ દાનુભા હમીરજી ઝાલા રહે જીવા તા ધાંગધ્રા વાળાની અટકાયત કરી હળવદ પોલીસ મથકે લઇ આવી ટ્રકમાં રહેલા ૬૯૬૦ બોટલ દારૂ કિંમત રૂપિયા ૨૧.૬૪,૫૦૦ તથા ટ્રક રૂપિયા ૧૦ લાખ ત્રણ મોબાઈલ કિંમત રૂપિયા ૧૫૦૦૦ મળી કુલ રૂપિયા ૩૧.૭૯,૫૦૦નો મુદ્દામાલ જપ્ત કરી આરોપીઓની પૂછપરછ કરાતા  દારૂ મોકલનાર અને દારૂ મંગાવનાર ના નામ ખુલ્યા હતા જેમાં દારૂ મોકલનાર કાળુભાઈ બિશ્રિઈ રહે ધોરીમન્ના જી બાડમેર અને દારૂ મંગાવનાર પ્રદીપ સિંહ ઉર્ફે પદુભા ચંદુભા ઝાલા રહે જીવા તા ધાંગધ્રા વાળાના  નામ ખૂલ્યા હતા  જેથી  તપાસમાં જે નામ બહાર આવ્યા છે તે બંને આરોપીઓને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.