ડેપ્યુટી કલેકટર થી લઇ સુપ્રીમ સુધીના જજમેન્ટને કાયદાના ‘તજજ્ઞ’ સુત્રધાર સહિતના જૂથે બળજબરીથી જમીનનો કબ્જો પડાવવા પોલીસની હાજરીમાં ખૂની ખેલ ખેલ્યો
જો પોલીસ ન હોત તો વધુ લોથ ઢળી હોત
આંબા જેવો છાયો આપવાના બદલે ‘બાવળીયાઓ’ની જેમ કાંટા વેરતા નેતાઓ વૈમનસ્ય પ્રસરાવી રહેલાનુ ઉપસતુ ચિત્ર
ઠેબચડામાં દારૂ પકડાયો ત્યારે પોલીસે કબ્જા અંગે જરૂરી ધ્યાન ન આપતા બુટલેગર જામીન મુક્ત થયો
સમાજ વ્યવસ્થા માટે કાયદાને માન આપવું અને કાયદા સર્વોપરી બની રહે તે જરૂરી છે. ત્યારે રાજકીય દોરી સંચાર, તંત્રની ઢીલી નીતી અને કાયદાની મર્યાદાના કારણે કેટલાક લેભાગુ તત્વો કાયદાની આટીઘૂટીનો ફાયદો ઉઠાવી કાયદા સામે બંડ પોકારી સમાજ માટે પડકાર રૂપ બની ગયા છે. સુપ્રિમ કોર્ટના જજમેન્ટને કહેવાતા કાયદાના ‘તજજ્ઞ’ દ્વારા કાયદાને મારી મચડી કાયદાનો હથિયાર તરીકે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. સુપ્રિમ કોર્ટના જજમેન્ટને ફરી વખત કાયદાની ચુંગાલમાં ફસાવી કાયદાને ખીલવાડ કરી એનકેન પ્રકારે ખોટા કેસ દાખલ કરી કાયદાને લુલો કરી તંત્રને લાચાર પરિસ્થિતીમાં મુકી રહ્યા છે.
આવી જ કલંકિત ઘટના ઠેબચડા ગામમાં બની છે. કોળી જૂથ્થના ૨૧ શખ્સોએ રાજકીય આકાની ઓથ અને કહેવાતા કાયદાના ‘તજજ્ઞ’ના સ્વાર્થીવૃતિના કારણે ગરાસીયા પ્રૌઢની કરપીણ હત્યાથી કાયદાના લીરા ઉડાડી સમાજ વ્યવસ્થાને પડકાર ફેકયો છે.
રાજકીય રોટલા સેકી પોતાની ખુરશી ટકાવવા ગમે તે હદે જતા રાજકીય નેતાઓ સમાજમાં વૈમનશ્ય સર્જાય તે રીતે કાયદાની ઉપરવટ જઇ પોતાના જ સમાજને મહત્વ આપવા મથી રહેલા રાજકીય આંકા અને કાયદાના કહેવાતા ‘તજજ્ઞ’ને સમાજમાં ખુલ્લા પાડવાનો સમય પાકી ગયો છે. પહેલાં રાજકીય નેતાઓ આંબા જેવો શિતળ છાંયો આપતા અને દરેક સમાજ આદર્શ બની રહેતા જેનો જીવંત ઉદારણ રાજકોટના રાજવી અને પૂર્વ નાણામંત્રી સ્વ.મનોહરસિંહ જાડેજા છે તેઓને આજે તમામ સમાજ યાદ કરી રહ્યા છે. અને હાલના કેટલાક નેતાઓ ‘બાવળીયા’ની જેમ ઉગી નીક્ળે છે. ‘બાવળીયા’ તેના પ્રકૃતિ મુજબ છાયો નહી સમાજ માટે કાંટા વેરી સમાજમાં વૈમનશ્ય પેદા કરી પોતાનો રાજકીય રોટલો સેકી રહ્યા હોવાથી ઠેબચડા જેવી લોહીયાળ ઘટના સમાજમાં બની રહ્યાનું ચિત્ર ઉપસી રહ્યો છે.
ઠેબચડામાં ગરાસીયા અને કોળી પરિવાર વચ્ચે ચાલતા કેસમાં ડેપ્યુટી કલેકટર થી સુપ્રિમ કોર્ટ સુધી હારેલા શખ્સોએ પોતાની મેલી મુરાદ પુરી કરવા રાજકીય શરણું મેળવી ખોટી ફરિયાદો કરી તંત્રને ગેર માર્ગે દોરી રહ્યા છે. ઠેબચડાના ગરીસીયા પરિવારે ડેપ્યુટી કલેકટરથી સુપ્રિમ કોર્ટ સુધી કેસ લડી કાયદાને માન આપ્યું છે. ત્યારે પોલીસની હાજરીમાં જ કાયદો હાથમાં લઇ છગન બીજલ રાઠોડ, મગન બીજલ રાઠોડ, મહેશ છગન રાઠોડ, ખોડા છગન રાઠોડ, સંજય મગન રાઠોડ, લક્ષ્મણ લાલજી રાઠોડ, લાલુબેન છગન રાઠોડ, દેવુબેન મગન રાઠોડ, દક્ષાબેન લક્ષ્મણ રાઠોડ, કાન્તાબેન રમેશ રાઠોડ, કલ્પેશ ભીખુ સોલંકી, સંજય ભીખુ સોલંકી, નાથા જેરામ, ખીમજી નાથા, ભૂપત નાથા, રોનક નાથા, પોપટ વશરામ, કેશુ વશરામ, ચના વશરામ, શામજી બચુ અને અક્ષિત છાયા સહિતના શખ્સોએ પૂર્વ યોજીત કાવતરૂ રચી લખધીરસિંહ નવુભા જાડેજા, બળવંતસિંહ જાડેજા અને હરેન્દ્રસિંહ મહિપતસિંહ જાડેજા પર તલવાર, ધારિયા, દાતરડા, કુહાડી, પાવડા અને કોદારી જેવા હથિયારથી હુમલો કરી લખધિરસિંહ જાડેજાની પોલીસની હાજરીમાં જ કરપીણ હત્યા કર્યાની ઘટના બની છે. જો કે આજી ડેમ પોલીસ ઘટના સ્થળે હાજર ન હોત તો રાજકીય ઓથ ધરાવતા શખ્સોએ વધુ લોથ ઢાળી દીધી હોત તેમ નજરે જોનાર વ્યક્તિઓ કહી રહ્યા છે. આડી ડેમ પોલીસે સમય સુચકતા દાખવી તાત્કાલિક ૧૨ જેટલા ઝનુની શખ્સોને ઘાતક હથિયાર સાથે ઝડપી પસંશનીય ફરજ બજાવી છે.
સુપ્રિમ કોર્ટના જજમેન્ટ બાદ જમીન પર ધરાર કબ્જો જમાવવા હવાતીયા મારતા ઠેબચડાના કોળી શખ્સોએ ઠેબચડાની જમીન સાથે જેઓને કંઇ લેવા દેવા નથી તેઓ સામે ગંદા આક્ષેપ કરતી રજૂઆત કરી તંત્રને ગેર માર્ગે દોરવા હીન પ્રયાસ કરવામાં આવી રહ્યો હતો. તો બીજી તરફ સુપ્રિમ કોર્ટના જજમેન્ટ બાદ ફરી નીચેની કોર્ટમાં દાવો દાખલ કરી ન્યાય તંત્રની આંખમાં ધૂળ નાખવા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. કાયદાના કહેવાતા ‘તજજ્ઞ’ દ્વારા નીચેની કોર્ટમાં ફરી દાવો દાખલ કરી યથાવત સ્થિતી જાળવવા દાદ માગી કાયદાની આટીઘૂટીનો ફાયદો ઉઠાવવા થયેલા પ્રયાસ થઇ રહ્યા છે.
રાજકીય આંકા અને કાયદાના કહેવાતા ‘તજજ્ઞ’ના સ્વાર્થી વલણને જ્યાં સુધી ખુલ્લા પાડવામાં નહી આવે ત્યાં સુધી ઠેબચડા જેવી લોહીયાળ ઘટના બનતી રહેશે. સમાજને ઉપયોગી થવાના બદલે સમાજના અભણ અને અજ્ઞાનીઓનો ઉપયોગ કરી કાયદાની ચુંગાલમાં ફસાવતા લેભાગુ નેતા અને કેહવાતા કાયદાવિદોને ખુલ્લા પાડી તેનું મુળ સ્થાન બતાવવાનો સમય પાકી ગયો છે. આજી ડેમ પોલીસે ઘટના હત્યાના ગુનામાં સંડોવાયેલા ૧૨ જેટલા શખ્સોને તાત્કાલિક રાઉન્ડ અપ કરી ઠેબચડામાં વધુ અનિચ્છની ઘટના ન બને તે માટે સતત પ્રયત્ન કરી રહ્યા છે ત્યારે પોલીસ પર દબાણ લાવવા રાજકીય નેતાઓ પોતાના સ્વાર્થ ખાતર અજ્ઞાની અને અભણ શખ્સો સાથે રીતસર છેતરપિંડી કરી કાયદાની ચુંગાલમાં ફસાવી સમાજની સેવાના બદલે કુસેવા કરી રહ્યા છે.
૫૬૪ બોટલ વિદેશી દારૂ સાથે ઝડપાયેલા ખીમા નાથા સામે પોલીસે કાર્યવાહી કરવામાં દાખવેલી લાપરવાહી અંગે તા.૧૩ જાન્યુઆરીના ‘અબતક’ના અંકમાં દહેશત વ્યકત કરાઇ’તી
સુપ્રીમ કોર્ટના જજમેન્ટ બાદ ફરી નીચેની કોર્ટમાં અર્થ વિના દાવો દાખલ કરાયો
ઠેબચડાની ૫૮ એકર જમીન અંગે ડેપ્યુટી કલેકટરથી લઇ સુપ્રિમ કોર્ટ દ્વારા ગરાસદાર પરિવારની તરફેણમાં મહત્વના હુકમ કર્યા હોવા છતાં કાયદાના કહેવાતા ‘તજજ્ઞ’ દ્વારા ફરી નીચેની અદાલતમાં યથાવત સ્થિતી જાળવવા દાદ માગતો દાવો દાખલ કરી તંત્રનો વિના કારણે સમય બરબાદ કરવા પ્રયાસ કર્યો છે. બીજી તરફ કાયદાની આટીઘૂટી અને કાયદાની મર્યાદાના કારણે હીયરીંગ માટે મુદત આપવામાં આવી છે.
ઠેબચડાની જમીન બાબતે ફરી એકડો ઘૂટવાના થઇ રહેલા હીન પ્રયાસના કારણે કાયદાની જોગવાયમાં રહેલી મર્યાદાનો લાભ ઉઠાવી અજ્ઞાની અને અભણ શખ્સોને કાયદાના કહેવાતા ‘તજજ્ઞ’ દ્વારા ગેર માર્ગે દોરી કાયદાની ચુંગાલમાં ફસાવી દીધા છે એટલું જ નહી પોતે પણ હત્યા જેવા ગંભીર ગુનાના કાવતરામાં ફસાતા હોય છે. અંગત સ્વાર્થના કારણે બે સમાજ વચ્ચે વૈમનશ્ય ઉભો કરી કાયદાને સર્વોપરી ગણી કાયદાને માન ન આપી રહેલા તત્વોને પાઠ ભણાવવો જરૂરી બન્યો છે.