મનન ચતુર્વેદીએ પ્રજાસત્તાક દિવસની કરી અનોખી ઉજવણી
પ્રજાસત્તાક પર્વ નીમીતે રાજકોટમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો પરંતુ એક સ્થળ એવું હતું જયાં અનાથ બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે સેવા યજ્ઞ મંડાયો હતો. આ સેવાયજ્ઞ એવો હતો જેમાં મહિલા ચિત્રકારે ૨૬ કલાક સુધી સતત પેન્ટીંગ કરવાની તપસ્યા કરી હતી. આ પેન્ટીંગ વેંચીને બાળકોના ભવિષ્યને ઉજ્જવળ રાહ ચિંધવાનો પ્રયાસ થયો હતો. કુલ ૫ થી વધુ ચિત્રો વેંચાયા હતા. જેનાથી થયેલી આવક બાળકોના ભવિષ્ય માટે વાપરવામાં આવશે. આ ચિત્રો મનન ચતુર્વેદી દ્વારા તૈયાર કરવામાં આવ્યા હતા.
૨૬ કલાક સુધીનો લાઈવ સેવાયજ્ઞ મનન ચતુર્વેદીએ કર્યો હતો. આ આયોજન કી રાષ્ટ્રના ભવિષ્ય સમાન બાળકો ઉપર તાં અત્યાચારો સામે અવાજ ઉઠાવવાનો હેતુ પણ હતો. કુલ ૨૬ કલાકના મેરોથોન પેન્ટીંગ શો દરમિયાન મનન ચતુર્વેદીએ ૪૦ પેન્ટીંગ બનાવી હતી. જેમાંથી મોટાભાગની પેન્ટીંગ રાષ્ટ્ર નિર્માણનો સંદેશો આપતી હતી. આમ્રપાલી ફાટક પાસે રેસકોર્સમાં આ મેરોથોન પેન્ટીંગ શો યોજાયો હતા. તિરંગાને સમર્પિત અનેક પેન્ટીંગ પ્રત્યે લોકોનું આકર્ષણ જામ્યું હતું. આ કાર્યક્રમની વિગતો આપતા સમયે મનન ચતુર્વેદીએ રાજકોટના લોકોની લાગણીને ખુબજ સરાહી હતી.
આ તકે નેહલ શુકલ, મેહુલ રૂપાણી, વી.સી.વીજય દેસાણી, ધનસુખભાઈ ભંડેરી, સતીષભાઈ શીંગાળા, તુષારભાઈ પંડ્યા, ઉન્નતિબેન ગોસ્વામી સહિતના આગેવાનોએ પણ મેરોથોન પેન્ટીંગ શોમાં હાજરી આપી મનન ચતુર્વેદી દ્વારા કરવામાં આવેલા પ્રયાસને સત્કાર્યો હતો.