ત્રણ સત્રો દરમિયાન ૧.૨૦ લાખ લોકો અને અભ્યાસીઓની યજમાની
૧૩૦થી પણ વધુ દેશોમાં ફેલાયેલી રામચંદ્ર મિશનના પલેટીનિયમ જયુબિલી સમારોહ પ્રસંગે લોકોમાં ભારે ઉત્સાહનો માહોલ
સ્વયંસેવકો દ્વારા ચાલતી એક સુખાકારી સંસ માટે, ૧૩૦થી પણ વધારે દેશોના લોકોના હૃદયમાં કેટલાક દશકાી તીવ્ર ગતિએ એકદમ અદ્રશ્યરૂપે સતત વિકાસ કરવો એ એક વિલક્ષણ બાબત છે. ૪૦ લાખી પણ વધારે અભ્યાસીઓ, ૧૩૦૦૦ ટ્રેનરો અને દુનિયામાં હજારો કેન્દ્રો સો રામચંદ્ર મિશને (એસઆરસીએમ) ૨૦૨૦માં તેની સપનાના ૭૫ વર્ષ પુરા કરે છે. અત્યંત અસ્રિ સમયમાં, હાર્ટફુલનેસ ધ્યાન પદ્ધતિએ સમગ્ર દુનિયામાં લોકોના જીવનમાં અસાધારણ બદલાવ લાવ્યો છે.
વધારેને વધારે ગમતા અભ્યાસો અને કાર્યક્રમો દ્વારા માનવજાતની સેવા કરવાના ૭૫ વર્ષના સીમાચીન્હને યાદગાર બનાવવા, એસઆરસીએમ અને હાર્ટફુલનેસ ઈન્સ્ટીટયુટ ૨૮ થી ૩૦ જાન્યુઆરી, ૧ થી ૩ ફેબ્રુઆરી અને ૭ થી ૯ ફેબ્રુઆરી એમ ત્રણ દિવસના ત્રણ સત્રો દરમિયાન ૧,૨૦,૦૦૦ અભ્યાસીઓની યજમાની કરશે. કાન્હા શાંતિવનમ્ હૈદરાબાદ નજીક ૧૪૦૦ એકરમાં ફેલાયેલું અને અદ્ભૂત વાતાવરણ ધરાવતું એસઆરસીએમ અને હાર્ટફુલનેસનું મુખ્ય મક છે. વિશ્ર્વનું આ મુખ્ય મક માનવ શક્તિ શું કરી શકે છે, તેનું જીવંત ઉદાહરણ છે. એક સૂકી, સજ્જડ, દુષ્કાળની સમભાવના ધરાવતી અવાવરું જમીનને રંગબેરંગી વનસ્પતિ નવી પ્રાણી સૃષ્ટિને આકર્ષતી અને માનવ નિવાસ માટે યોગ્ય ઉચ્ચત્તમ કક્ષાની એવી આ હરિયાળી ભૂમિ બનાવવામાં આવી છે. કાન્હા શાંતિવનમ્ પ્લેટીનમ ગ્રીન બિલકુલ પ્રદૂષણ મુક્ત વિસ્તાર છે. જ્યાં હજારો લોકો રહેતા હોવા ઉપરાંત ૪૦,૦૦૦ લોકો રાતવાસો કરી શકે છે. આ સમારોહ દરમિયાન અહીંનું રસોડું આ મુલાકાતીઓને દિવસના ૩ ભોજન સતત પૂરું પાડશે. આ ત્રણ સત્રો દરમિયાન પરિવર્તનના સંગઠનોના વિવિધ પ્રતિકોનું અનાવરણ કરવામાં આવશે.