દાદરાનગર હવેલી દમણ અને દીવનું ર૬ જાન્યુઆરીના રોજ એકીકરણ થયું છે. જે અવસરે પર્યટન વિભાગના અધિક ડાયરેકટર મોહિત મિશ્રા દ્વારા એક વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેની શરુઆત એસ.પી. શરદ હરાડેએ લીલી ઝંડી બતાવી હતી. આ રેલી દાદરાનગર હવેલીના સચિવાલયથી નીકળી દમણ સચિવાલય થઇ શાંતિ અને ભાઇચારાના સંદેશ સાથે દાદરાનગર હવેલીના સચિવાલયે પહોંચી હતી. આ રેલીમાં દરેકને ફળ, બિસ્કીટ, જયુશ આપવામાં આવ્યું હતું. તમામને કંપાસ ભેટ સ્વરુપે આપવામાં આવ્યો હતો. લાયન્સ ઇગ્લીશ સ્કુલના આલોકકુમાર ઝા, કૃષ્ણ કેસર એડ એસો.ના સોનિયા સિંહ સ્વરુપા શાહ સહીતના ૧૭૩ લોકોએ ભાગ લીધો હતો.
Trending
- આજનું રાશિફળ : આ રાશિના જાતકોને કામકાજમાં નુકસાની ના જાય એ જોવું, ભાગીદારીમાં સંભાળવું, નવા સાહસમાં કાળજી રાખવી, મધ્યમ દિવસ.
- LookBack 2024 Sports: ક્યાં કારણે આ વર્ષ બોક્સિંગ માટે અભિશાપરૂપ સાબિત થયું ??
- અમદાવાદના દિવ્યાંગ તરુણ ઓમ વ્યાસે ગુજરાતનું નામ રોશન કર્યું
- Look Back 2024 Entertainment : આ વર્ષે, હોરર ફિલ્મોની સામે અન્ય ફિલ્મો ધૂમ મચાવી ગઈ
- Ghuto Recipe: શિયાળામાં બનાવો ગરમાગરમ ઘુટો, નોંધી લો સરળ રેસિપી
- સાબરકાંઠા: સાબરડેરીમાં બોઇલરની સફાઇ કરતી વખતે ગૂંગળામણથી 1 મજૂરનું મો*ત
- નર્મદા: રાજપીપલા APMC ખાતે નવી MPACS, ડેરી અને ફિશરી કો-ઓપરેટિવની રચના સંદર્ભે કાર્યક્રમ
- અમદાવાદ: બોપલમાં પ્રિવીલોન બિલ્ડકોન બિલ્ડરે આચરેલી છેતરપિંડી કેસનાં આરોપીના 14 દિવસના રિમાન્ડ મંજૂર