ઠાકોરજીની ભકિત જીવનમાં અંજવાળુ પથરાવશે : વ્રજરાજકુમારજી
વૈષ્ણવ એવેન્યુ ફલેટ વચ્ચે બન્ને પુષ્ટિધામ હવેલી : ભૂમિપુજન સમારોહમાં બેકબોનના મનસુખ ઝાલાવાડીયા, ખોડલધામના નરેશ પટેલ અને હાસ્ય કલાકાર સાંઇરામ દવે રહ્યા ઉપસ્થિત
વલ્લભ વંશના ૧૮મી પેઢીના યુવા વૈષ્ણવાચાર્ય વ્રજરાજ કુમારજી મહોદયથી સ્થાપિત ૫૫૦ ટઢઘ વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશનના માઘ્યમથી શ્રીમદ્દ વલ્લભાચાર્યજીની પુષ્ટિ વિચારધારાને વિશ્ર્વ ફલક પર મુકવાનું અભિયાન હાથ ધયુૃ છે. તેના ભાગરુપે રાજકોટ જીલ્લામાં ઇતિહાસ નોંધ લેશે એવું શ્રી કૃષ્ણ સંસ્કાર વર્લ્ડ નિર્માણ પામી રહ્યું છે. રાજકોટની પશ્ર્ચિમે નાનામવા વિસ્તારમાં શ્રીનાથધામ હવેલી છેલ્લા દશેક માસથી કાર્યરત થઇ છે અને શહેર મઘ્યે કેનાલ રોડ પર આવેલ જુની કાપડ મીલના કમ્પાઉન્ડમાં બેકબોન બિલ્ડર્સના સઁપૂર્ણ સહયોગથી નિર્માણાધીન પુષ્ટિધામ હવેલીનું તાજેતરમાં પૂ. વ્રજરાજજી મહોદયશ્રીના કરકમળો દ્વારા ભૂમિપુજન થયું. આ મંગલ પ્રસંગે યોજાયેલ સાંઇરામ દવેનો હસાયરો સહીતના કાર્યક્રમોમાં શહેરના વૈષ્ણવોએ વિશાળ સંખ્યામાં હાજરી આપી હતી. સાંજે ભોજન પ્રસાદ પૂર્વે યોજાયેલ પૂ.પા.ગો. ૧૦૮ થી વ્રજરાજકુમારજી મહદોયથીના વચનામૃત સત્સંગમાં ભાવિકોની અહડેઠઠ હાજરી હતી.
વચનામૃતમાં વ્રજરાજ કુમારજીએ કેટલાંક પ્રેરક વિધાનો કરતાં કહ્યું કે, વ્યકિતએ સુખી થવું હોય તો પોતાની જાતને સ્વયં બદલવું પડશે. સુખ બીજે કયાંય નથી. માનવીના મનમાં છે, શાંતિ તત્વ મનમાં સમાયેલ છે. કઠોર પરિસ્થિતિમાં સમતુલન જાળવીને નિર્ણય લે છે તે બુઘ્ધિશાળી છે, સૌરાષ્ટ્રના વૈષ્ણવો મકકમ ઇચ્છાશકિતવાળા શકિતશાળી છે. ઠાકોરજીની ભકિત અને ઇચ્છાશકિત જ જીવનમાં અજવાળુ પાથરે છે.
ભુમિપુજનની વિધી બાદ યોજાયેલ સમારંભનું દિપ પ્રાગટય સીદસર ઉમિયા ધામના ચેરમેન મૌલેશભાઇ ઉકાણી અને ખોડલધામ કાગવડના ચેરમેન નરેશભાઇ પટેલે કર્યુ હતું. બેકલોન બિલ્ડર્સ ગ્રુપના મનસુખભાઇ ઝાલાવાડીયા સહીતના વડીલો સાથે જોડાયા હતા.