સેલવાસ ખાતે કોરોના વાયરસ અંગે પત્રકાર પરિષદ યોજાઈ

સેલવાસ ખાતે દાદરા નગર હવેલી સ્વાસ્થ્ય વિભાગ દ્વારા કોરોના વાયરસ પર પ્રેસ કોન્ફરન્સનું આયોજન વિનોબા ભાવે સિવિલ હોસ્પીટલના સભાખંડમાં આયોજિત કરવામાં આવી હતી. આ કોરોના વાઈરસની જાણકારી આપતા ડો. અંકુશે જણાવ્યું કે આ ૫ જાન્યુઆરીના રોજ ચાઈનામાં ક્ધફર્મ કારમાં આયો હતો. જે હમણાં સુધી દુનિયાના ૧૦ દેશો ઓસ્ટ્રેલિયા, ફ્રાંસ, જાપાન, મલેશિયા, નેપાળ, સિંગાપોર, સાઉથ આફ્રિકા, યુ.એસ., વિયેતનામ જેવા દેશોમાં આ વાઈરસ ફેલાઈ ગયું છે. તેમને વધુમાં જણવ્યું કે આ વાઈરસથી ૨૭ જાન્યુઆરી સુધી ચાઈનામાં ૨૭૪૪ કેસો મળ્યા છે જેમાંથી ૮૦ લોકોના મૃત્યુ થઇ ચુક્યા છે. અને આ બીજા ૧૦ દેશોમાં ૫૧ કેસો નોધાય ચુક્યા છે. હજી સુધી ઇન્ડીયામાં કોરોના વાઈરસનો એક પણ કેસ મળ્યો નથી. ભારત સરકાર દ્વારા પુનામાં આવેલ લેબને આ વાયરસ પરીક્ષણ માટે નોમીનેટ કરવમાં આવી છે.  પ્રેસ કોન્ફરન્સમાં સ્વાસ્થ્ય નિર્દેશક વી કે દાસે જણાવ્યું કે એમના લક્ષણો જણાવ્યા કે શ્વાસ લેવામાં તકલીફ, ખાસી, કફ, તાવ,ઝાડા જેવા લક્ષણો છે. આ વાઈરસથી દુર રહેવા માટે હાથની સફાઈ પર વધારે ધ્યાન આપવું જોઈએ. ખાવાનું બનાવતા પહેલા, ખાતા સમયે, કોઈને હાથ મળાવ્યા પછી હાથની સારી રીતે સફાઈ કરવી. આ વાયરસ ચામાચીડિયા (વાગોરા) માંથી ફેલાઈ રહ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.