વહીવટી તંત્રની કાબીલેદાદ કામગીરી : રેકોર્ડની ઈન્ડિયા બુકમાં નોંધ
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ રાજકોટ જિલ્લામાં પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી અંતર્ગત ગોંડલ માં મહિલા અને બાળ વિકાસ વિભાગ અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજિત મહિલા સંમેલનમાં જણાવ્યું હતું કે મહિલાઓના આત્મસન્માન, ગૌરવ અને તેના ઉત્કર્ષ માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છ સુધીની ચિંતા કરી છે.ગુજરાતમાં વિધવા બહેનોને ગંગાસ્વરૂપ નામ આપી તેને ઓશિયાળું જીવન જીવવું ન પડે અને ઘર ચલાવવા માટે ટેકો મળે તે માટે વિધવા સહાય માં વધારો તેમજ પુખ્ત ઉંમરના સંતાનો અંગે નો નિયમ કાઢી નાખી તમામ વિધવા બહેનોને લાભ આપ્યો છે. રાજકોટ જિલ્લામાં અગાઉ ૧૧૭૦૦ ગંગાસ્વરૂપ આ બહેનો યોજનાનો લાભ મેળવતી હતી અને હવે નવા નિયમથી વધુ ૯૦૦૦ બહેનોને સહાય મળશે તે રીતે આખા ગુજરાતમાં જિલ્લાઓની બહેનોનો સર્વે કેમ્પ કરીને આ યોજનામાં આવરી લેવામાં કલેક્ટરોને સૂચના આપવામાં આવી છે રાજકોટ માં ઝુંબેશના ભાગરૂપે જિલ્લા વહીવટીતંત્ર અને મહિલા બાળ વિકાસ વિભાગ દ્વારા પોસ્ટ ખાતાના સહયોગથી એક સાથે ૬૮૮૨ બહેનોના ગંગાસ્વરૂપા યોજનાની સહાય માટે પોસ્ટમાં ખાતા ખોલવામાં આવતાં તેની નોંધ ઇન્ડિયા બૂકમાં કરવામાં આવી હતી. રેકોર્ડ નોંધાયાનું પ્રમાણપત્ર ઇન્ડિયા બુક ના પ્રતિનિધિ નીલિમા છાજડે મુખ્યમંત્રીની હાજરીમાં રાજકોટ કલેકટર રેમ્યા મોહન અને બાળ મહિલા વિકાસ અધિકારી જનકસિંહ ગોહિલને આપ્યું હતું. આ તકે ગુજરાત સર્કલના ચીફ પોસ્ટ માસ્ટર જનરલ અશોકકુમાર પણ ઉપસ્થિત રહ્યા હતા.