સામા કાંઠા વિસ્તાર સાથે પાલિકાના શાસકોની ભેદભાવ ભરી નીતિ: કચેરીમાં જ ઉપવાસ આંદોલન પર બેસી જવાની મહિલાઓની ચિમકી

જેતપુર પાલિકા દ્વારા સામા કાંઠા જેવા પછાત વિસ્તાર સાથે ભેદભાવભરી નીતિ રાખી રોડ-રસ્તા, લાઇટ , સફાઈ કે પાણીનુ કોઈ પણ પ્રકારનું કામ કરતા ન હોવાના આક્ષેપો સાથે પાલિકાના કોંગ્રેસના મહિલા સભ્ય દ્વારા એક રેલી યોજી પાલિકાના ચીફ ઓફિસરને આવેદન આપી કાદવ કિચડથી લથબથ રોડનું કામ તેમજ શુદ્ધ પાણી નહી મળે તો પાલિકા કચેરી સામે મહિલાઓ સાથે ઉપવાસ આંદોલનની ચીમકી આપી હતી. જેતપર શહેરના સામા કાંઠા વિસ્તારની આશરે ૧૦૦-૧૫૦ લોકો દ્વારા  સ્થાનિક પાલિકા સભ્ય શારદાબેન વેગડાની   પૂર્વ પાલિકા સભ્ય સામંત ભાઇ સંજ્વા   પૂર્વ પાલિકા પ્રમુખ અજિત સિંહ જાડેજા  ની આગેવાની પાલિકા કચેરી ખાતે એક રેલી સ્વરૂપે પહોચીને પાલિકાના ભાજપ સરકાર હાય હાય, પાલિકા  પ્રમુખ હાય હાયના નારા લગાવી ચીફ ઓફિસર ભરતભાઈ વ્યાસને રજૂઆત કરેલ કે સામા કાંઠા જેવા પછાત વિસ્તારમાં પાલીકાના ભાજપનાં સત્તાધિશો  કોઈ પણ કામ કરતા નથી. મુખ્યમંત્રી દ્વારા નર્મદાનાં પાણીનું લોકાર્પણ કરતાં એવી આશા જાગી હતી કે હવે સામા કાંઠા વિસ્તારવાસીઓને પીવા માટે ચોખ્ખું પાણી મળશે પણ તે આશા સાવ ઠગારિ નીકળી એક જ વાર ચોખ્ખું પાણી આવ્યું તે બાદ કલર કેમિકલ મિશ્રિત ડહોળુ પાણી જ નળમાંથી આવે છે. પાણીની સમસ્યા ઓછી હોય તેમ હજુ તો વરસાદના નામે ઝાપટા જ પડ્યા છે તેમ છતા આ વિસ્તારમાં કોઈ કાળે કોઈ પણ પ્રકારનુ વાહન ચાલી જ ન શકે એટલી હદે કાદવ કિચડથી તરબર રસ્તો છે કોઈ શાકભાજી, દૂધ કે કોઈ પણ પ્રકારની જીવન આવશ્યક ચીજ વસ્તુ વેચતા ફેરિયા કે શાળા જવા માટેનુ વાહન પણ આવતું ન હોય વરસાદ જ્યારથી શરૂ થયો ત્યારથી આ વિસ્તારના બાળકો અભ્યાસાર્અથે શાળાએ પણ ગયા નથી તેમજ થોડા દિવસ  પૂર્વે એક ગર્ભવતી મહિલાને પ્રસૂતાની પીડા ઉપાડતા ૧૦૮ ઇમરજન્સી એમ્બ્યુલન્સને બોલાવતા એમ્બ્યુલન્સ આવી પણ રસ્તા અતિ હદે ખરાબ રસ્તો જોઈને અંદર મહિલાના ઘર સુધી  એમ્બ્યુલન્સ લઈ જવાનો ઇનકાર કરી પરત ફરી ગઈ જેથી દર્દથી કળશતી મહિલાને જેમતેમ કરી એક છક્ડો રીક્ષામાં લઈ જવામાં આવી હતી. સામા કાંઠા વિસ્તાર પાલિકામાં સૌથી વધુ ટેક્ષ ભરતો વિસ્તાર હોવા છતા પાલિકા દ્વારા ઓરમાયું વર્તન રખાતું હોવાનું સ્થાનીક કોંગ્રેસનાં પાલિકા સદ્સ્યાએ પાલિકા સામે આક્ષેપ કર્યા હતાં.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.