મામલતદાર, પાલિકા પ્રમૂખ સહિતના મહાનુભાવોએ ઝીલી સલામી

પ્રજાસપ્તાક દિન નિમિતે ઉપલેટા તાલુકામાં પ્રજાસત્તાક દિનની આન, બાન, શાનથી ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી. તાલુકાકક્ષાનાં ઘ્વજવંદન મામલતદારનાં હસ્તે સંપન્ન થયો હતો. જયારે શહેરમાં નગરપાલિકા આયોજીત ઘ્વજવંદનમાં પાલિકા પ્રમુખ ચંદ્રવાડિયાએ તિરંગો લહેરાવી સલામી અપાઈ હતી.

114

તાલુકાકક્ષાનો ઘ્વજવંદન વરજાંગ જાળીયા ગામે આવેલ પ્રાથમિક શાળામાં ગ્રામ્ય વિસ્તારનાં આગેવાનો, નાગીરકો વચ્ચે મામલતદાર વી.એમ.મધવદીયાએ તિરંગો લહેરાવી સલામી આપી હતી. આ તકે સાંસ્કૃતિક કાર્યક્રમ તેમજ તાલુકાનાં શ્રેષ્ઠ શિક્ષક, ધો.૧ થી ૭માં પ્રથમ આવેલા બાળકોનું સન્માન કરવામાં આવેલ હતું.

PHOTO 2020 01 27 00 33 51 1 copy 2

તેમજ ગામના કોમી એકતાના પ્રતિક અશરફભાઈ દ્વારા કાઠિયાવાડમાં ભુલો પડે ભગવાનનો દુહો-છંદ ગાઈને દેશભકિતના ગીત ગાયા હતા. આ તકે નાયબ મામલતદાર બી.પી.બોરખતરીયા, સરપંચ વજુબેન બાબરીયા, ટીડીઓ બ્રિજેશ પટેલ તેમજ ગ્રામજનો વિશાળ સંખ્યામાં હાજર રહેલ હતા. જયારે શહેરી વિસ્તારમાં નગરપાલિકા દ્વારા આયોજીત ઘ્વજવંદન કાર્યક્રમમાં પાલિકા પ્રમુખ રાણીબેન ચંદ્રવાડિયાના હસ્તે કરવામાં આવેલ હતું. જેમાં ચીફ ઓફિસર આર.સી.દવે, ઉપપ્રમુખ ધવલભાઈ માકડિયા, કારોબારી સમિતિના ચેરમેન હરસુખભાઈ સોજીત્રા, ઉધોગપતિ ધરણાંતભાઈ સુવા, જે.સી.આઈ.નાં પ્રમુખ સંજયભાઈ, નગરપાલિકા, શિક્ષણ સમિતિનાં સભ્યો, વેપારીઓ, વિવિધ આગેવાનો, નગરજનો બહોળી સંખ્યામાં હાજર રહેલા હતા.

PHOTO 2020 01 27 00 33 51 1 copy

જયારે મુસ્લિમ હાઈસ્કુલમાં ભાઈચારની ભાવના સમાન હિન્દુ-મુસ્લિમ આગેવાનોની હાજરીમાં મેમણ જમાતના પીઢ અગ્રણી યુસુફભાઈ બાબુના હસ્તે ઘ્વજવંદન કરાયું હતું. જયારે સુપેડી ગામે આવેલ ઈવા આયુર્વેદ કોલેજમાં સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટી ડો.ઉવર્શીબેન પટેલની હાજરીમાં સંસ્થાના ટ્રસ્ટી ડો.સંજયભાઈ ખાનપરાના હસ્તે ઘ્વજવંદન કરવામાં આવેલ હતું અને હોમગાર્ડ ઓફિસ ખાતે પણ ઘ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો.

115

ધ મધર્સ ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે પ્રજાસત્તાક દિવસની ભવ્ય ઉજવણી

IMG 20200127 WA0016 1

૭૧મા પ્રજાસતાક દિવસની ભવ્ય ઉજવણી ધ મધર્સ ઇન્ટરનેશનલ સ્કૂલ ઉપલેટા ખાતે યોજાઈ ગઈ. ધ્વજ વંદન કાર્યક્રમ આમંત્રિત મહેમાનો અને શાળા મેનેજમેન્ટ અને તમામ શિક્ષકો અને વિદ્યાર્થીઓ તથા વાલીઓ ની હાજરી માં કરવામાં આવ્યું હતું . ખાસ સુરેન્દ્રનગર થી પધારેલ વડીલ વકેરાજસિંહ ઝાલા ના હસ્તે દ્વાજા રોહણ કરવામાં આવ્યું હતું.   આ ઉજવણી માં બાળકોએ દેશભક્તિ ના વિવિધ ગીત અને સંગીત પર અદ્ભુત નુત્ય કરી ને સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના શિક્ષકો એ ભારે જેહમત ઉઠાવી હતી . આ પ્રસંગે શાળાના સ્પોર્ટ્સ ટીચર્સ  અને આર્ટ અને સંગીત શિક્ષકોનું સન્માન કરવામાં આવ્યું હતું અને રમત-ગમત અને કલા ના ક્ષેત્રમાં વિશિષ્ઠ પ્રસિદ્ધિ મેળવેલ વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનું સંચાલન વિજ્ઞાનના ટીચર રેશ્મા મેડમ દ્વારા કરવામાં આવ્યું હતું અને અંતમાં આભાર વિધિ વાઈસ પ્રિન્સીપાલ માધુરી મેડમ દ્વારા સર્વેનો આભાર માનવામાં આવ્યો હતો. આ પ્રસંગે શાળાના ડાયરેક્ટર શ્રી રાજેન્દ્રસિંહ એ સર્વેને અભિનંદન અને પ્રજાસતાક દિવસ ની હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.