વૈશ્ર્વિક સર્વેક્ષણમાં દિલ્હીનો ૪૦માં ક્રમે તો મુંબઈ ૪૨માં ક્રમે સમાવેશ
ભારતીયોના પ્રવાસ માટે પસંદગીના શહેરોમાં અબુધાબી ટોચના ક્રમે આવે છે. જયારે મુંબઈ, સિંગાપોર, દિલ્હી અને લંડન તેના પછીની પસંદગીમાં સમાવેશ થાય છે. આ માહિતી તાજેતરમાં એક સર્વેમાં જણાવવામાં આવી હતી.
આ ૨૦૧૭નો સર્વે આઈપીઓ દ્વારા હાથ ધરવામાં આવ્યો હતો. જેમાં ભારતીયોને તેની રહેવાની ઈચ્છા થાય તેવા વિશ્ર્વના ૬૦ શહેરોની પસંદગી કરવા માટે જણાવવામાં આવ્યું હતુ જેમાં પ્રથમ ક્રમે અબુધાબી પર ભારતીયોએ પસંદગી ઉતારી હતી. આ વૈશ્ર્વિક સર્વેક્ષણમાં દિલ્હીનો ૪૦મો અને મુંબઈનો ૪૧મો ક્રમ હોવાનું તારણ
જણાવે છે.
૨૬ દેશોનાં લોકોને વિશ્ર્વસ્તરે ૬૦ શહેરોમાંથી પસંદગી કરવા માટે જણાવવામાં આવ્યું હતુ કે જેમાં વેપાર માટે કે મુલાકાત માટે સમય ગાળવા માટે સૌથી વધુ પસંદનું શહેર કર્યું છે. તે વિશે પૂછવામાં આવ્યું હતુ આ સર્વેમાં આઈપીઓ દ્વારા વધુ ત્રણ પ્રશ્ર્નો પુછી તેના જવાબો એકત્ર કરીને ખાસ ઈન્ડેક્ષ બનાવવામાં આવ્યો હતો.
ભારતીયો તેના ધંધાકીય રાજધાની મુંબઈ અને દિલ્હી જેવા મહાનગરોને પણ પ્રેમ કરે છે. અને ત્યાં રહેવાની ઈચ્છા ખાસ કારકીર્દી માટે તથા સારી જીવનશૈલી અને મનોરંજનના કારણે રાખે છે. વૈશ્ર્વીકસ્તરે દિલ્હીનો ૪૦મો જયારે મુંબઈનો ૪૧મો ક્રમ વિશ્ર્વના ૬૦ શહેરોમાંથી ટોપ સીટીઝ ૨૦૧૭નો સર્વે જણાવે છે. વિશ્ર્વમાં ન્યુયોર્ક પણ તેની તાકાતના કારણે સારી અપીલ કરે છે. જેને યુવાનો અને વૃધ્ધો દ્વારા પસંદગી મળી છે. પરંતુ અબુધાબીની પસંદગીમાં યુવાનો મોખરે છે. આ વર્ષે અબુધાબી બાદ લંડન અને પેરીસે બીજા ક્રમે પસંદગી મળી છે. સીડની અને ઝુરીચ પણ પાંચમાં ક્રમે હોવાનું સર્વેનું તારણ જણાવે છે.
વેપાર માટે ન્યુયોર્કની પસંદગી ૨૩ ટકા લોકોએ જયારે અબુધાબીની પસંદગી ૨૧ ટકા લોકોએ તથા લંડન અને હોગકોંગને ૧૬ ટકા લોકોએ તથા ટોકયોને ૧૫ ટકા લોકોએ પસંદ કર્યં છે.