ગુજરાતમાં હેલ્મેટ મરજિયાત કર્યા બદલ આજે હાઈકોર્ટમાં થયેલી જાહેર હિતની અરજીમાં કોર્ટ સુનાવણી થઈ હતી. હેલ્મેટ મામલે રાજ્ય સરકારને નોટીસને આપવામાં આવી હતી. જેના જવાબમાં સરકારે સોગંદનામું રજૂ કરીને ગુજરાતમાં હેલ્મેટ પહેરવું મરજીયાત નથી કરાયું, ફરજિયાત જ છે.
સરકારે કહ્યું પાછળ બેસનારે પણ હેલમેટ પહેરવું ફરજિયાત છે. કોર્ટે ટ્રાન્સપોર્ટ સચિવને એફિડેવિટ રજૂ કરવા આદેશ કર્યો હતો.
સેન્ટ્રલ મોટર વિહીકલ એક્ટ 2019ના વિરુદ્ધમાં ગુજરાત સરકાર દ્વારા જનતાને શહેરી વિસ્તારમાં હેલ્મેટ પેહરવામાંથી મુક્તિ આપવામાં આવી હતી. કેન્દ્ર સરકારે બનાવેલા કાયદામાં સેક્શન 129 મુજબ હેલ્મેટ ફરજિયાત છે પરંતુ રાજ્ય સરકારે કાયદાને હાલ પૂરતો મોકૂફ રાખવાનો નિર્ણય કર્યો હતો.