ડો. વલ્લભભાઈ કથીરીયાના અધ્યક્ષ સ્થાને નિરાધાન-રખડતા ગૌવંશની સમસ્યાઓ તથા તેમના સમાધાન વિશે બેઠક મળી
રાજયપાલ આચાર્ય દેવવ્રતજીના માર્ગદર્શનમાં અને તેમની અધ્યક્ષતામાં રાજભવન ગાંધીનગર ખાતે નિરાધાન-રખડતા ગૌવંશની સમસ્યાઓ તથા તેમના સમાધાન વિષયક ઉચ્ચસ્તરીય બેઠક યોજવામાં આવી હતી રખડતા ઢોરની સમસ્યાના ઉકેલ માટેની પરામર્શ બેઠકમાં રાજયપાલને જણાવ્યું હતું કે, ગૌવંશના જતન-સંવર્ધનથી રખડતા ઢોરની સમસ્યાનો પરીણામલક્ષી ઉકેલ આવશે. રાજયપાલશ્રી જણાવ્યું હતું કે ગૌવંશના બ્રિડીંગ માટે વૈજ્ઞાનીક પ્રવૃતિ અપનાવવાથી ગૌવંશની શ્રેષ્ઠ નસલનું નિર્માણ થશે, ઉત્પાદકતા વધશે અને રખડતા ઢોરની સમસ્યા અટકશે ગૌશાળામાં પણ ગાયના નિભાવ માટે વર્ગીકરણ પદ્ધતિ અપનાવી દુધાળા ઢોર અને નંદીનો અલગ વિભાગ બનાવી જાતવાન નંદી દ્વારા નસલ સુધારણા કાર્યક્રમ અપનાવવાથી ભાવિ પેઢીની નસલમાં સુચારું ઢબે સુધારણા થઈ શકશે. આ પ્રસંગે ભારત સરકારના રાષ્ટ્રીય કામઘેનુ આયોગના ચેરમેન અને પૂર્વ કેન્દ્રીય મંત્રી ડો. વલ્લભભાઈ કથીરીયાએ ગૌ-સંવર્ધન અને રખડતાં ઢોરની સમસ્યાના નિવારણ માટે રાષ્ટ્રીય કક્ષાએ થઈ રહેલા પ્રયસોની રૂપરેખા આપી હતી.પોતાના વિસ્તુત પ્રેઝન્ટેશમાં આંકડાઓની સાથેની અભ્યાસુ રજુઆતમાં ડો.કથીરીયાએ દેશી કુળના ગૌસંરક્ષણ, ગૌસંવર્ધન અને ગૌવંશ વિકાસ તેમજ ગૌ આધારીત અર્થ વ્યવસ્થાના વિકાસ અંગે વિસ્તૃત પરીણામલક્ષી સુચનો આપ્યા હતાં.