ગોંડલના મહિલા સંમેલનમાં રાજકોટ જિલ્લાની ૬૮૮૨ ગંગાસ્વરૂપ બહેનોના પોસ્ટ ખાતા ખોલવાનો નવો રેકોર્ડ સ્થાપિત: મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની પ્રેરક ઉપસ્થિતિમાં રેકોર્ડનું પ્રમાણ પત્ર જિલ્લા તંત્ર ને એનાયત: વહાલી દીકરી યોજનાના લોગોનું લોન્ચિંગ, મહિલા લાભાર્થીઓને પાસબુકનું વિતરણ
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ રાજકોટ જિલ્લામાં પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી અંતર્ગત ગોંડલ માં મહિલા અને બાળ વિકાસ વિભાગ અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજિત મહિલા સંમેલનમાં જણાવ્યું હતું કે મહિલાઓના આત્મસન્માન, ગૌરવ અને તેના ઉત્કર્ષ માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે .
મુખ્યમંત્રીએ ગુજરાતમાં ૩૦ લાખ ગરીબ બહેનોને ઉજ્જવલા યોજના નો લાભ આપી તેના આરોગ્યની ચિંતા કરી છે તેમ જણાવી ગૌરવભેર કહ્યું હતું કે દીકરીની અમે કુખ થી કરિયાવર સુધીની ચિંતા કરી છે.ગુજરાતમાં બહેન દીકરીઓ સલામત રહે અને તેના સ્વપ્ન સાકાર થાય તે દિશામાં આપણે કટિબદ્ધ છીએ.
વિધવા બહેનોને ગંગાસ્વરૂપ નામ આપી તેને ઓશિયાળું જીવન જીવવું ન પડે અને ઘર ચલાવવા માટે ટેકો મળે તે માટે વિધવા સહાય માં વધારો તેમજ પુખ્ત ઉંમરના સંતાનો અંગે નો નિયમ કાઢી નાખી તમામ વિધવા બહેનોને લાભ આપ્યો છે.
રાજકોટ જિલ્લામાં અગાઉ ૧૧૭૦૦ ગંગાસ્વરૂપ આ બહેનો યોજનાનો લાભ મેળવતી હતી અને હવે નવા નિયમથી વધુ ૯૦૦૦ બહેનોને સહાય મળશે તે રીતે આખા ગુજરાતમાં જિલ્લાઓની બહેનોનો સર્વે કેમ્પ કરીને આ યોજનામાં આવરી લેવામાં કલેક્ટરોને સૂચના આપવામાં આવી છે તેમ પણ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું.
મુખ્યમંત્રીના હસ્તે ગંગાસ્વરૂપ આ બહેનોને સહાય માટે પોસ્ટ ખાતામાં ખાતાની પાસબુક નું તેમજ શ્રેષ્ઠ આંગણવાડી વર્કર અને અન્ય યોજના ના મહિલા લાભાર્થીઓને સહાય અને પ્રમાણપત્રો નું વિતરણ કરવામાં આવ્યું હતું .આ કાર્યક્રમમાં ૮૦૦૦ મહિલા લાભાર્થી બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી હતી .
આ તકે રાજકોટ સખી વન સ્ટોપ સેન્ટર ને આઇ.એસ.ઓ પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું હતું .આ કાર્યક્રમ પૂર્વે મુખ્યમંત્રી એ અક્ષર ડેરી ના દર્શન કરી બીએપીએસ મંદિરના કોઠારી સ્વામી દિવ્ય પુરુષ દાસ સ્વામીના આશીર્વચન પ્રાપ્ત કર્યા હતા.