સતત વ્યસ્ત ક્રિકેટ પ્રવાસ અને ઓસ્ટ્રેલિયા સામે શ્રેણી વિજય બાદ ભારતીય ટીમ ન્યુઝીલેન્ડનાં પ્રવાસે આવી પહોંચી છે ત્યારે ન્યુઝીલેન્ડ સામે પાંચ ટી-૨૦, ૩ વન-ડે અને ૨ ટેસ્ટ મેચની સીરીઝ રમશે જેમાં પ્રથમ ટી-૨૦ મેચ ભારતે ૬ વિકેટે જીતી લીધો છે. સીરીઝ પહેલા જે રીતે ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા સામે વિજય પ્રાપ્ત કર્યો ત્યારે ન્યુઝીલેન્ડનો પ્રવાસ અત્યંત કઠીન માનવામાં આવતો હતો જે રીતે ભારતીય ટીમે ૨૦૪ રનનો વિરાટ લક્ષ્યાંક સિદ્ધ કર્યો છે જેમાં ભારતીય બેટસમેન શ્રેયાંશ અય્યર અને લોકેશ રાહુલનું નામ અવ્વલ આવી રહ્યું છે. અન્ય ટીમોની સરખામણીમાં ન્યુઝીલેન્ડની ટીમ સૌથી શાંત ટીમ હોવાનું સામે આવે છે અને જે ન્યુઝીલેન્ડની તાકાત મનાઈ છે.
ભારતીય ટીમ દ્વારા જે રીતે ન્યુઝીલેન્ડ સામે વળતો જવાબ આપ્યો છે તે જોતા એ વાત સ્પષ્ટ થઈ રહી છે કે આવતીકાલે જે ઓકલેન્ડ ખાતે બીજો ટી-૨૦ મેચ રમાવવા જઈ રહી છે તે અત્યંત રોમાંચકભર્યો બની રહેશે અને સાથો સાથ ન્યુઝીલેન્ડ ટીમની ધૈર્યની પણ પરીક્ષા થશે. પ્રથમ ટી-૨૦ મેચમાં ભારતીય ટીમે ન્યુઝીલેન્ડનાં બોલરોને જે આડે હાથ લીધા છે તે ઘણાખરા અંશે જોવા મળી શકતું નથી.
અન્ય રમતોની સરખામણીમાં જયારે ક્રિકેટની વાત કરવામાં આવે તો કહેવાય છે કે ક્રિકેટ ઈઝ અ મેન્ટલ ગેમ. જે ટીમ મેચ પૂર્વે અને મેચ દરમિયાન વિપક્ષી ટીમની મેન્ટાલીટીને ઓળખી શકે તે જ મેચમાં સારું પ્રદર્શન કરી શકે છે ત્યારે ભારતીય ટીમે પ્રથમ ટી-૨૦માં ન્યુઝીલેન્ડની મેન્ટાલીટી ઉપર વાર કર્યો હતો. ક્રિકેટ વિશેષજ્ઞો દ્વારા માહિતી મુજબ કહેવામાં આવતું હતું કે, ભારતીય ટીમ માટે ન્યુઝીલેન્ડ પ્રવાસ અત્યંત કઠિન બની શકે તેમ છે પરંતુ ભારતીય ટીમે જે રીતે પ્રથમ ટી-૨૦માં રમત દાખવી ન્યુઝીલેન્ડને ઘુંટણીયે પાડયું હતું તે જોતા એ વાત સ્પષ્ટ થાય છે કે, બીજો ટી-૨૦ મેચ પણ અત્યંત રોમાંચકભર્યો બની રહેશે.