આડેધડ થતા ખોદકામના કારણે પાણીની લાઈન તુટી ગઈ : રોડ ઉપર પાણીની રેલમછેલ
સુરેન્દ્રનગર શહેરમાં તંત્ર નિભર હોવાનું જાહેર જનતામાં ચર્ચાઈ રહ્યું છે ત્યારે સુરેન્દ્રનગર શહેરમાં રાતોરાત રોડ રસ્તા ખાદી નાખવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે અત્યારે છેલ્લા પંદર દિવસથી સુરેન્દ્રનગર શહેરના ટાવર થી લઇ અને હેન્ડલુમ સુધી રોડ રસ્તા બંને સાઈડમાં ખોદી ન ખાતા લોકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે ત્યારે એક બાજુ મોટી શાકમાર્કેટ શાક બકાલા અને ફ્રૂટ ના ધંધાર્થીઓને પાતળા અને લારીઓ તેમજ દુકાનદારોના વાહનો લઇને રોડ રસ્તા ઉપર દબાણ થતાં સવારથી લઈને સાંજ સુધી ટ્રાફિક ખોદાતા સમસ્યા પણ માથાના દુખાવાપ સર્જાઇ છે ત્યારે સુરેન્દ્રનગર દુધરેજ નગરપાલિકા દ્વારા જાહેરમાર્ગો ઉપરના બંને સાઇડ ના રોડ રસ્તા છેલ્લા કેટલાક દિવસોથી લોકો ભારે હાડમારી ભોગવી રહ્યા છે ત્યારે આજે વહેલી સવારના એકાએક રાત્રિના ખોદકામ દરમિયાન પાણીની પસાર થતી લાઈટ ખોદકામ દરમિયાન તૂટી જતાં વહેલી સવારના પાણી શરૂ થતાની સાથે અંદાજિત ૧૫ થી ૨૦ ફૂટ ઊંચા ફુવારા ઉડયા હતા નવાઈની વાત તો એ છે કે શહેરના જાહેર માર્ગોપર ખોદેલા ખાડામાં પાણીની લાઈન તુટતા ફુવારા વીજળી ચાલુ લાઇન સુધીં પહોંચ્યા હતા ત્યારે આ વિસ્તારનાં વેપારીઓ સવારના ધંધા-રોજગાર માટે પોતાની દુકાને આવતાં આખા વિસ્તારમાં જળબંબાકાર સર્જાયો હતો આ સાથોસાથ વીજ ચાલુ લાઇન ચાલુ હોવાના કારણે દુકાનોમાં ઓફિસોમાં ચાલુ લાઇનના કારણે અને પાણીના ફુવારા અડવાના કારણે કદાચ શોર્ટ સર્કિટ ન થાય તે માટે લાઈટો પણ કરવાનું ટાળ્યું હતું ત્યારે સુરેન્દ્રનગર વીજ ની કચેરી ખાતે આઅંગેની જાણકારી આપવામાં આવતા તાત્કાલિક અસરે વીજપુરવઠો પણ બંધ કરી દેવામાં આવ્યો હતો ત્યારે આ અંગેની જાણકારી સુરેન્દ્રનગર દુધરેજ નગરપાલિકાના પ્રમુખ ને અપાતા તાત્કાલિક અસરે આ વિસ્તારનો પાણી પુરવઠો પણ બંધ કરવાની ફરજ પડી હતી આ વિસ્તારમાં રહેતા રંજનબેન કંચનબેન સવિતાબેન તેમજ મણીબા સહિતના રહેવાસીઓ જણાવતા હતા કે છેલ્લા કેટલાક દિવસથી આ ખાડા ખોદી અને મૂક્યા છે અને ગટર ની લાઈન નાંખવાની કામગીરી ચાલુ છે ત્યાર ભૂગર્ભમાં માં પાઈપો નાખ્યા બાદ પણ કામગીરી પંદર દિવસ સુધી કરવામાં આવતી નથી જેના કારણે ખોદેલા ખાડા પંદર દિવસ સુધી સતત ધમધમતા વિસ્તારમાં આ જ રીતે ખુલ્લા મુકી દેવાઇ છે