હું તમને એવા સુપર હિરોની વાત જણાવીશ જે આપણે દરરોજ જોઇએ છીએ પરંતુ ફિલ્મી પરદે નહી અસલી જીંદગીમાં…..પરંતુ જવાબ આપતા પહેલા તમે શાંતચિત્તથી વિચાર કરો. ઘરે જવાની ઉતાવળમાં રસ્તાની બાજુમાં ઉભા રહેતા એ શખ્સ વિશે ક્યારેય વિચાર કર્યેા નથી કે આપણે એને નજર અંદાજ કરીએ છીએ.
ગમે તેવો વરસાદ, વાવઝોડું કે પછી કડકડતી ઠંડી હોય કે ધમધમતો તાપ. તે પોતાની ફરજ માટે અડગ ઉભો રહે છે અને પોતાની જવાબદારી નિભાવે છે. એની નોકરીમાં જોખમ છે. આરોગ્યના ભોગે પણએ રસ્તાને જતા મુસાફરો, વાહનચાલકોને સુરક્ષિત રાખવા કટીબધ્ધ છે તમે જ વિચાર કરો એક ટ્રાફિક પોલીસ શુ કોઇ સુપર હિરો કરતા કમ છે?
પરંતુ આજે આ સુપર હીરો એક ગંભીર જોખમ સામે ઝઝુમી રહ્યો છે. રસ્તા પર વધતા પ્રદુષણોને પગલે આ સુપર હિરોનું આરોગ્ય જલ્દીથી બગડી રહ્યું છે ફેફ્સાની બિમારીઓ લાગુ થઇ રહી છે.
ટ્રાફીક પોલીસ જવાનોને આ મુસીબતમાંથી બહાર લાવવા માટે ગેલ ઇન્ડિયા લિમિટેડ જન આંદોલન ભાગરૂપે અભિયાન શરૂ કર્યુ છે.
તમે પણ આ સહાનિય કાર્યમાં સહભાગી બની શકો છો. આ અભિયાનમાં આમ આદમીની સાથોસાથ મોટા મોટા મહાનુભાવો પણ જોડાઇ રહ્યા છે.