રાજુલામાં રાજ્યપાલને સંબોધતુ આવેદન મામલતદારને અપાયુ
રાજુલા મામલતદાર કચેરી ખાતે મહામહિમ રાજ્યપાલને મામલતદાર મારફતે ઓબીસી એસસી એસટી સમાજનાં રાજકિય સમાજિક આગેવાનો, સરપંચ સહિત લોકો દ્વારા આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી કેરા જ્યના પાટનગર ગાંધીનગરમાં ઓબીસી એસસી એસટી સમાજની બહેનો દિકરીઓ રાજ્ય સરકારની નોકરીઓમાં મહિલાઓ માટે અનામત જગ્યાઓ રાખવા બાબતે ગુજરાત સરકાર સામાન્ય વહીવટ વિભાગ દ્વારા તા.૦૧/૦૮/૨૦૧૮ નાં ઠરાવ ક્રમાંક:સીઆરઆર/૧૦૯૬/૨૨૧૩/ગ.ર. ને રદ્દ કરવા માટે તથા લોક રક્ષક દળની ભર્તીમાં આ પરિપત્ર નાં કારણે થયેલા અન્યાય સામે ન્યાયની માંગણી માટે છેલ્લા ૪૪ દિવસોથી ઉપવાસ આંદોલન કરી રહ્યા છે ત્યારે રાજ્ય સરકારને અમોની રજૂઆત છે કે આ ઠરાવ અંગે વહેલી તકે પૂન: સમીક્ષા કરવામાં આવે કારણ કે રાજ્યના ગરીબ અને સામાન્ય પરિવારોની દિકરીઓ વર્ષોથી મહેનત કરી નોકરી મેળવવા માટે પ્રયત્નો કેરતી હોય છે ત્યારે રાજ્ય સરકારના એક ઠરાવ થી તેમની જિંદગી રફેદફે થઈ જાય છે અને નોકરીથી વંચિત રહી જાય. ત્યારે ગરીબ અને સામાન્ય પરિવારોની દિકરીઓના અરમાનો તૂટી જતાં હોય છે.
સરકાર દ્વારા વહેલી તકે યોગ્ય નિરાકરણ નહીં લાવવામાં આવે તો અમો દ્વારા ના છૂટકે કાયદાકીય લડાઈ લડવાની ફરજ પડશે. તેવી ચિમકી સાથે આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું હતું તેમાં જાફરાબાદ તાલુકા પ્રમુખ કવાડ તથા તા.પં સદસ્ય હિંમતભાઈ.સોલંકી, ઉકાભાઇ સોલંકી, રાજુલા તા.પં. સદસ્ય ભીખાભાઈ પીંજર, જાફરાબાદ કોંગ્રેસ પ્રમુખ નાથાભાઈ પરમાર, યુવા આગેવાન અજય શિયાળ રાજુલા એનએસયુઆઇ પ્રમુખ રવિરાજ ધાખડા, સરપંચ ગાંગાભાઈ હડિયા કુંડલિયાળા, ભાણાભાઈ ગુજરીયા પીપાવાવ, ભાણાભાઈ લાખણોત્રા ઉંટિયા, રાણીંગભાઈ પીંજર હડમતીયા, તેમજ સામાજિક આગેવાન શંભુભાઈ રંજોળીયા વલ્લભ બાંભણિયા, શિવા મકવાણા, દુલા વાજા, ભગુભાઈ વાજા, હિતેશ સોલંકી, ભરત શિયાળ જીવરાજ ગુજરીયા, જગદીશ સોલંકી, કનુભાઈ ખાગડ, દેવાતભાઈ વાધ, સહિત નાં આગેવાનોએ હાજરી આપી હતી.