૧૯૯૬માં હોટલમાં કેફી દ્રવ્યો પ્લાન્ટ કરવાનો હતો કેસ : હાઈકોર્ટ પણ ચોંકી
ગુજરાત હાઈકોર્ટે પ્રથમ વખત એ વાતથી આંચકો અનુભવ્યો હતો કે તેના જ પૂર્વ ન્યાયાધીશ આર.કે.જૈન પોલીસ અધિકારી સાથે ગુનામાં સંડોવાયેલ હતો. પાલનપુરમાં અવૈધ રીતે કેફી દ્રવ્યોના કેસમાં સંડોવાયેલા પૂર્વ આઈપીએસ અધિકારી સંજીવ ભટ્ટ સાથે આર.કે.જૈનની પણ સંડોવણી હતી.
આ કેસમાં હાઈકોર્ટે સંજીવ ભટ્ટની ચુકાદો રદ કરવાની અરજી ખારીજ કરી હતી અને ન્યાયમૂર્તિ પાલડીવાલાએ કહ્યું હતું કે, આ કેસનું તથ્ય એવું છે કે તેના પુનરાવર્તનની જરૂર નથી. આ ખુબ દુ:ખદાયી અને પીડાદાયી છેકે કમનસીબી રીતે પોલીસ અધિકારી ગુન્હાહિત કૃત્યમાં આજ હાઈકોર્ટના પૂર્વ ન્યાયાધીશ સાથે સંડોવાયેલા હોય આ સમગ્ર મામલામાં હાઈકોર્ટે ૨૦૧૮માં સીટની સ્થાપના કરીને ૧૯૯૬માં કેફી દ્રવ્યો મુકી દેવાના કેસમાં રાજસ્થાનના ધારાશાસ્ત્રી સુમેરસિંહ રાજપુરોહિતના અભિપ્રાયથી પોલીસે કિસમરી કરી દીધી હતી.
આ તપાસ અંગે રાજપુરોહિતે ફરિયાદ કરી હતી. ભટ્ટ અને તેના સ્ટાફે ખોટી રીતે હોટલ લીલાવતીમાં અફીણ મુકીને પાલનપુરમાં કેસ દાખલ કર્યો હતો. અફીણ જયાંથી લીધુ હતું તે પાલી શહેરની દુકાન ગુજરાત હાઈકોર્ટનાં પૂર્વ ન્યાયધીશ આર.કે.જૈનની બહેનની હતી તેમણે ભટ્ટને આ કેસની પતાવટ અને દુકાનનો મામલો પતાવવા ભલામણ કરી હતી.
હાઈકોર્ટે જણાવ્યું હતું કે, ચુકાદાની પુન:વિચારણાની માંગ કરીને ભટ્ટ આ કેસમાં બિનજરૂરી રીતે વિલંબ નાખવા અને નારકોટિક કેસની પાલનપુર કેસની પ્રક્રિયાને અવરોધવાનો મનસુબો હતો. અરજદારની આ હરકતને જરા પણ ચલાવી ન લેવાય તેવી અરજીઓ કરીને કાનુની પ્રક્રિયા ઘોંચમાં નાખવા સામે અદાલતે તાકિદ કરીને ભટ્ટને ચેતવણી આપી હતી કે જો કાનુની કાર્યવાહીમાં રૂકાવટ નાખવાના પ્રયાસો કરશો તો કડક પગલા લેવાશે.