વેરા દરમાં ઘટાડો કરવાથી એક વર્ષમાં ડાયરેકટ ટેકસ કલેકશન ૫ ટકા સુધી ઘટી ગયું : કરવેરા ઓછા કરવાની જગ્યાએ જીએસટીની અમલવારી ઉપર ફોકસ રાખવાની જરૂર હોવાનો નિષ્ણાંતોનો મત
આગામી કેન્દ્રીય બજેટમાં આવકવેરાના દરમાં ઘટાડો કરવામાં આવશે તેવી ચર્ચાએ જોર પકડયું છે. પરંતુ આવકવેરાના દર ઘટાડવાી માંદુ પડેલુ ર્અતંત્ર વધુ માંદગીમાં ધકેલાશે તેવું નિષ્ણાંતોનું માનવું છે. કરવેરા ઓછા કરવાના સને જીએસટીની અમલવારી ઉપર ધ્યાન કેન્દ્રીત કરવામાં આવે તો ર્અતંત્ર તંદુરસ્ત રહેશે તેવું માનવામાં આવે છે. કરવેરા દરમાં ઘટાડો કરવાના કારણે ર્અતંત્રને એક વર્ષમાં ડાયરેકટ ટેકસ કલેકશનમાં ૫ ટકા સુધીનો કડાકો બોલી ગયો હોવાનું માનવામાં આવે છે.
ભારતીય ર્અતંત્રને ધબકતુ રાખવા માટે કરવેરાી તી આવક ઝળવાઈ રહે તે જરૂરી છે. આવા સંજોગોમાં કેન્દ્ર સરકાર આવકવેરાના દરમાં ઘટાડો કરશે તો આવક ઉપર સીધી અસર પડશે. દેશની તિજોરીમાં આવક ઘટશે. પરિણામે વિકાસ કાર્યો પાછળ ફાળવવામાં આવતું ફંડ પણ ઓછુ શે. એકંદરે ર્અતંત્ર અને દેશના વિકાસ ઉપર સીધી નકારાત્મક અસર જોવા મળશે. થોડા સમય પહેલા કોર્પોરેટ ટેકસમાં આપવામાં આવેલી રાહતના કારણે ૧.૪૫ લાખ કરોડ જેટલી ઓછી આવક સરકારને ઈ હતી. અહીં નોંધનીય છે કે, વર્ષ ૧૯૭૩-૭૪માં મેકસીમમ માર્જીનર રેટ (એમએમઆર) ૮૫ ટકા સુધીનો હતો. તે સમયે તે છ ભાગમાં વહેચાયેલો હતો. ત્યારબાદ ૧૯૯૭-૯૮માં તેને ત્રણ ભાગમાં રાખવામાં આવ્યો હતો અને માર્જીનલ રેટ ઘટશે તેવી ધારણા હતા. અલબત ત્યારી આજ સુધી અનેક સુધારા યા છે પરંતુ એમએમઆર ઘટાડવામાં નોંધપાત્ર સફળતા મળી નથી.
વર્તમાન સમયે આવકવેરા મુક્તિ મર્યાદા ૨.૫ લાખની છે. ૨.૫ લાખી ૫ લાખ સુધીની આવકમાં રિબેટ અપાય છે. પરંતુ જો આવક ૫ લાખી વધુની હોય તો આવકને રૂા.૨.૫ લાખી રૂા.૫ લાખની વચ્ચે ગણીને ૫ ટકા લેખે રૂા.૧૨૫૨૦ જેટલો કર ચૂકવવાનો થાય છે. આવા સંજોગોમાં કરવેરાના માળખામાં મહદઅંશે ફેરફાર ઈ શકે તેવી સ્થિતિ છે. જો કે, થોડા સમય પહેલા નાણામંત્રી નિર્મલા સીતારમન્ વ્યક્તિગત ઈન્કમટેકસમાં ઘટાડો કરવાના સંકેતો આપી ચૂકયા હતા. ત્યારબાદી ઈન્કમટેકસમાં ફેર થશે તેવી ધારણા સેવવામાં આવે છે. થોડા સમય પહેલા સરચાર્જ હટાવવાનો નિર્ણય લેવાશે તેવી વાત વહેતી થઈ હતી. સરચાર્જ ઘટાડવાનો નિર્ણય કેટલાક નિષ્ણાંતો આવકારી રહ્યાં છે. સરચાર્જની રેવન્યુ કેન્દ્ર પાસે રહે છે. તેને રાજ્યો સો વહેંચવામાં આવતી ની. જો કે, રૂા.૨ કરોડી વધુની આવક હોય તેેવા કેસમાં ૩૫ ટકાનું એમએમઆરની દરખાસ્ત વાસ્તવિક ની તેવું પણ નિષ્ણાંતોનું કહેવું છે. આવી સ્થિતિમાં સરકાર ર્અતંત્રને તંદુરસ્ત રાખવા માટે વ્યક્તિગત કરવેરામાં ઘટાડો કરવાના સને જીએસટી સહિતના ટેકસ કલેકશનમાં ધ્યાન કેન્દ્રીત કરે તો તિજોરીમાં નાણા ઠલવાશે. જો વ્યક્તિગત કરવેરાના દરમાં ઘટાડો શે તો ડાયરેકટ ટેકસ કલેકશનમાં ગત વર્ષે જોવા મળેલો કડાકો આવતા વર્ષે વધુ મોટો શે તેવી ધારણા છે.
- માંદલા અર્થતંત્રને ધબકતું કરવા આ છે પાંચ દવા
ભારતીય ર્અતંત્ર થોડા સમય માટે સુસ્તીમાંથી પસાર થઈ રહ્યું હતું. આવી સ્થિતિમાં ર્અતંત્રનો વિકાસ ઘટતા મોદી સરકાર ઉપર માછલા ધોવાયા છે. ત્યારે માંદલા ર્અતંત્રને સતત ધબકતું રાખવા ક્યાં પ્રકારના પગલા લેવા જોઈએ તે અંગે દલીલો શરૂ થઈ છે.
ખાનગી બેંકોની જેમ જાહેર બેંકોનું પણ રિસ્ટ્રકચર કરવું : ભારતીય ઈકોનોમીના વિકાસમાં બેંકોનું જોર સૌથી વધુ છે. ખાનગી બેંકોમાં અવાર-નવાર રિસ્ટ્રકચર તું હોય છે પરંતુ જાહેર બેંકો સરકાર સંચાલીત હોવાી આ પ્રમાણ ધીમીગતિએ ય છે. રિકવરી અને સ્ટ્રેસમાં રહેલી એસેટમાં સમાધાન માટે ખાનગી બેંકો જેટલી ઝડપ જાહેર ક્ષેત્રની બેંકોમાં જોવા મળતી ની. જેથી જેમ ખાનગી બેંકોમાં ધડાધડ નિર્ણય લેવાય છે તેમ જાહેર બેંકોમાં પણ વા લાગે તે જરૂરી હોવાનું નિષ્ણાંતોનું માનવું છે.
ગ્રામ્ય વિસ્તારોમાં રોકાણને પ્રાધાન્ય : સમય પહેલા મોદી સરકારે ખેતીમાં વિકાસ લાવવા માટે ૪૨ ફૂડપાર્કને મંજૂરી આપી હતી. આ ફૂડ પાર્ક ૫૦ થી ૧૦૦ એકર જમીનમાં ફેલાયેલા હતા. જેમાં ફૂડ પ્રોસેસીંગ અને પેકેજીંગ યુનિટના માધ્યમી રૂા.૫૦૦ કરોડની રેવન્યુ પાર્ક દીઠ ઉભી શે તેવી ધારણા છે. આવી રીતે ગ્રામ્ય વિસ્તારોમાં વધુને વધુ મુડી રોકાણ આવે તે જરૂરી છે. ગ્રામ્ય વિસ્તારોમાં મુડી રોકાણના કારણે રોજગારીનું સર્જન શે અને દેશના વિકાસને બુસ્ટર ડોઝ મળશે.
જળ સંગ્રહ શક્તિ વધારવી : વર્ષ ૨૦૧૦માં ભારત વોટર ડિફીશીટ દેશ બની ગયો હતો. તે સમયે પાણીની માાદીઠ સંગ્રહ શક્તિ ૧૭૦૦ કયુબીક મીટરી ઘટી જવા પામી હતી. આ વધુ વકરે તેવી દહેશત હતી. આવા સંજોગોમાં સરકારે મનરેગા યોજના શરૂ કરી. મનરેગા યોજનાી લોકોને રોજગારી મળી હતી અને તેની સો જળ સંગ્રહ શક્તિ પણ વધવા પામી હતી.
લાંબાગાળાના એનર્જી સિક્યુરીટી પ્લાનની અમલવારી : ભારતમાં પ્રદુષણ ઘટે તે માટે મોદી સરકાર પ્રયાસ કરે છે. સૂર્ય અને જળ ઉર્જા ઉપર ધ્યાન કેન્દ્રીત કરવામાં આવ્યું છે. ઓએનજીસી અને એચપી સહિતની જાહેર ઓઈલ કંપનીઓને પ્રદુષણ ઘટાડવા વધુને વધુ પગલા લેવા સુચના સરકારે આપી છે. પારંપરિક ઉર્જા સોર્સ અંગે સરકાર સફાળી જાગ્યા બાદ સૂર્ય અને જળ ઉર્જામાં લાંબાગાળે ર્આકિ રીતે ફાયદો શે તેવી સમજ પણ આવશે તેવી શકયતા છે.
જીએસટીને સરળ બનાવવો : જીએસટીની અમલવારીને મોદી સરકારનું સૌથી મોટુ ર્આકિ ક્ષેત્રનું પગલુ માનવામાં આવે છે. જીએસટીમાં વિવિધ કરવેરાને સમૂહમાં આવરી લેવાયા છે. વર્તમાન સમયે જીએસટી અટપટુ હોવાના આક્ષેપો થઈ રહ્યાં છે. હાલ જીએસટીના ચાર સ્લેબ છે તેને ઘટાડીને બે કરવામાં આવે તેવું નિષ્ણાંતોનું માનવું છે. આ સો જીએસટીને સરળ બનાવવાનું કહેવાય છે.
- શું લોંગટર્મ કેપિટલ ગેઇન માર્કેટને દોડતું કરશે?
ગત બજેટમાં લોંગટર્મ કેપીટલ ગેઈન ટેકસના કારણે રોકાણકારો ચોંકી ઉઠ્યા હતા. સરકારે ૧૪ વર્ષ બાદ ગત ફેબ્રુઆરી મહિનામાં કેપીટલ ગેઈન ટેકસમાં ફેરફારનો નિર્ણય લીધો હતો. આ જો કે આ નિર્ણયની માર્કેટ પર ખરાબ અસર જોવા મળી હતી. જો કે કેપીટલ ગેઈન ટેકસના કારણે એક વર્ષના અંતે સરકારને આવકમાં કોઈ ખાસ લાભ યો ન હોવાનું માનવામાં આવે છે. ૨૦૧૮-૧૯ દરમિયાન ઈન્ડેક્ષની ૯૦૦ જેટલી કંપનીઓએ તમામ ૩ કવાર્ટરમાં નેગેટીવ રિટર્ન દર્શાવ્યા હતા. જેનાી પરી જણાય આવે છે કે, કેપીટલ ટેકસ માટે લેવાયેલા નિર્ણયને હવે ફેરવી તોડવો જોઈએ. ભારતના સ્ટોક માર્કેટમાં અત્યાર સુધીમાં રોકાણકારોને વિવિધ પ્રકારના ટેકસ ભરવા પડે છે. માર્કેટ ૨.૨ ટ્રીલીયન ડોલર જેટલું કદાવર છે. સિક્યુરીટી ટ્રાન્જેકશન ટેકસ, કેપીટલ ગેઈન ટેકસ, સ્ટેમ્પ ડયૂટી, જીએસટી સહિતના અનેક કરવેરાના કારણે રોકાણકારોને આવકનો મોટો હિસ્સો ગુમાવવો પડે છે. લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ મામલે રોકાણકારો અગાઉ સરકારના પગલાનો વિરોધ કરી ચુકયા હતા જેથી હવે બજેટમાં આ મામલે રોકાણકારોને રાહત મળે તેવી સંભાવના છે.
- સોના ઉપરની આયાત ડ્યુટી અને ટેક્સમાં રાહત જ્વેલરી બજાર ઝંખે છે!
વિશ્ર્વના અર્થતંત્રમાં અત્યારે અલગ અલગ કારણોસર મંદીનો માહોલ ચાલી રહ્યો છે. ત્યારે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સિતારામન દ્વારા તૈયાર થઈ રહેલા બજેટ ૨૦૨૦માં દેશના ઝવેરીઓ સોનાની આયાત ડયુટી અને આવકવેરામાં રાહતની અપેક્ષા સેવી રહ્યા છે. કર રાહતો દ્વારા ઝવેરી બજાર અને આમ આદમીને આર્થિક મંદીનાં આ દોરમાં ટેકો મળે તેવી માંગ ઉઠી છે. ઝવેરીઓ સોનાની આયાત ડયુટીમાં ઘટાડો અને આમ આદમી માટે આવકવેરામાં રાહતની અપેક્ષા સેવી રહ્યા છે. અત્યારે સોનાની આયાત ડયુટી ૧૨.૫% અને જીએસટીનો દર ૩% રહેલો છે.
પૂણેના પીએનજી ઝવેલર્સનાં ચેરમેન અને મેનેજીંગ ડાયરેકટર સૌરભ ગાડગીલે વર્તમાન આર્થિક પરિસ્થિતિ અને બજેટ ૨૦૨૦ના પોતાના પ્રતિભાવમાં જણાવ્યું હતુકે આગામી કેન્દ્રીય બજેટમાં સોનાની ઈમ્પેકેટડયુટીમાં ઘટાડો થવો જોઈએ તેવું હું માનું છું. અને એવી પણ આશા રાખુ છું કે આમ આદમીને પણ આવકવેરામાં રાહત થવી જોઈએ અને તેમને સોનું, ઝવેરાત અને અન્ય ચીજ વસ્તુઓની ખરીદી અને રોકાણ માટે પ્રોત્સાહન મળવું જોઈએ. સરકારે ઝવેરી બજારને પ્રોત્સાહન આપવા માટે અને
વિકાસઅને નિકાસ માટે સ્થાનિક સુવર્ણ સમિતિની રચના કરી છે. આ સમિતિ પણ આયાતને લગતા કેટલા પ્રશ્ર્નોના ઉકેલની અપેક્ષા કરી રહી છે. અત્યારે આપણે મૂડીબજાર અને ખાસ કરીને બેંકીંગ ક્ષેત્રનાં સુદ્દઢીકરણ માયે ખાસ ધ્યાન આપવાની જરૂર છે. આજ રીતે જેમ્સ એન્ડ ઝવેલર્સના ડાયરેકટર વૈભવ શરાફે જણાવ્યું હતુ કે ૨૦૨૦ના નાણાંકીય વર્ષમાં સોના અને ઝવેરાતની માંગ વધવી જોઈએ સોનાના ૧૦ થી ૧૫% જેટલા ભાવ વધારાને કારણે તેની માંગ વધશે અમે આશા રાખીએ છીએ કે સોનાની આયાત ડયુટી ૧૨.૫% થી ઘટીને ૮.૫% થવી જોઈએ આયાત ડયુટીક વધવાથી સોનાના ભાવમાં ૨૦% જેટલો વધારો થયો છે. અમે સ્વાયત કરદાતાઆ અને આવકવેરામાં ઘટાડાની અપેક્ષા અને ઘટાડાની પુન: સમિક્ષા થાય તેવું ઈચ્છી રહ્યા છીએ જીએસટીમાં પણ લોકોને રાહત મળવી જોઈએ શોભા શ્રીનગર જવેલર્સનં સ્નેહલ ચોકસીએ જણાવ્યું હતુ કે અત્યારના સમયમાં ઝવેરી ઉદ્યોગ કેટલીક પડકારજનક સ્થિતિમાંથી પસાર થઈ રહ્યો છે. અને આખો ધંધો મંદ પડીને અદ્યોગતિની દિશામાં ગયા વર્ષની તુલનામાં વધુ વિકટ પરિસ્થિતિમાં પસાર થઈ રહ્યો છે. નકારાત્મક પરિબળોમાં ખાસ કરીને ભારતની આર્થિક મંદી સોના ભાવમાં સતત થઈ રહેલા વધારા અને ગયા વર્ષ કરતા સોનાની કસ્ટમ ડયુંટીમાં ૨.૫% વધારાના પરિબળો કારરભૂત છે. આ પરિસ્થિતિમાં આ નકારાત્મક પરિબળોને બેઅસર કરવા માયે બજેટમાં જરૂરી ફેરફાર થવા જોઈએ જો જીએસટી યથાવત પણે ૩% કસ્ટમડયુંટી ૧૨.૫% અને બે લાખથી ઉપરની ખરીદી માટે પાનકાર્ડની મર્યાદા માટે કોઈ ફેરફાર નહી કરવામાં આવે તો બજેટ આ ઉદ્યોગના નકારાત્મક પરિબળો માટે કોઈ રસ્તા ખોલનારૂ નહિ બને.
કેન્દ્રીય બજેટમાં ઝવેરી બજાર માટે સોનાની આયાત ડયુટી અને આમ આદમીને આવકેવરામાં રાહત મળે તેવી અપેક્ષા સેવાઈ રહી છે. ત્યારે કેન્દ્રીય મંત્રી નિર્મલા સિતારામન દ્વારા તૈયાર થઈ રહેલા બજેટનો હવવો કોને કેટલો લાભ ને સ્વાદ આપશે તે તો બજેટનો પોટલો ખૂલ્યા પછી ખબર પડશે.
- અર્થતંત્રને ધબકતું કરવાની એકમાત્ર આશા બજેટ!
ભારતીય ર્અતંત્રને ધબકતું રાખવા માટે ગત નાણાકીય વર્ષમાં મોદી સરકારે અનેક પ્રકારના પ્રોત્સાહનો આપ્યા હતા. જો કે, ચાલુ વર્ષે જાહેર નારુ બજેટ ગત વર્ષ કરતા પણ વધુ મહત્વનું છે. તેની પાછળ અનેક કારણો જવાબદાર છે. જેમ કે, સરકારે લીધેલા નિર્ણયોના કારણે ર્અતંત્રમાં સુસ્તી જોવા મળી છે. આ સુસ્તી મુદ્દે ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ (આઈએમએફ) દ્વારા પણ ચેતવણી આપવામાં આવી હતી. આવી સ્થિતિએ આગામી તા.૧લી ફેબ્રુઆરીના રોજ જાહેર નાર બજેટ ખુબજ અગત્યનું સાબીત વા જઈ રહ્યું છે. બજેટ મુદ્દે કેન્દ્ર સરકારને વિરોધ પક્ષો ભીંસમાં લેવાની તૈયારી કરી રહ્યાં છે. વિકાસ દર ઘટવા પાછળ સરકારની નીતિ જવાબદાર હોવાના આક્ષેપો ઈ રહ્યાં છે ત્યારે ર્અતંત્રને ધબકતું રાખવા હવે ચાવી રૂપ ભૂમિકા ભજવશે તેવું શકય છે. બજેટ મુદ્દે રોકાણકારો, ઉદ્યોગપતિઓ અને ખેડૂતો તેમજ પગારદારો સહિતનો વર્ગ સરકાર તરફ વિવિધ પ્રોત્સાહનો મળશે તેવી અપેક્ષા રાખી રહ્યા છે. સરકાર માટે પણ આ બજેટ અર્થતંત્રની તંદુરસ્તી માટે અકક્ષીર દવા બને તેવી આશા છે.