પ્લેક્ષસ હોસ્પિટલના સહયોગથી શ્રીયા ક્લિનિકમાં કાર્ડીયોલોજીસ્ટ ઇકો સિસ્ટમ શરૂ
રાજકોટ પ્લેક્ષસ કાર્ડીયાક કેર સૌરાષ્ટ્રભરમાં પ્રખ્યાત છે. ત્યારે ડીજીટલ કાર્ડીયલ શરુ કરનાર પ્લેક્ષસ છે. ડીજીટલ કાર્ડીયાક સીસ્ટમની મદદથી દર્દીઓની હ્રદયની સ્થીતી સેક્ધડોમા જાણી શકાય છે. ત્યારે પ્લેક્ષસ દ્વારા આ ડિજીટલ કાર્ડીયાક સીસ્ટમ સમગ્ર ગુજરાતમાં ગામડે ગામડે પહોચાડવાનો પ્રયાસ પ્લેક્ષસ દ્વારા કરવામાં આવી રહી છે. જેનાથી દર્દીને હાર્ટ એટેકની સ્થીતીમાં ગણતરીના મીનીટો માં જ સારવાર આપી દર્દીને બચાવી શકાય છે.
રાજકોટ પ્લેક્ષસ હોસ૫િટલ ગુજરાતના નાના ગામડાના ડોકટરોને સાથે જોડાઇ આ કાર્ડીયાક ડીજીટલ સિસ્ટમ ગામડે ગામડે પહોચાડવામાંનો પ્રયાસ કરી રહી છે. જેના ભાગરુપે અમરેલી જીલ્લાના ખાંભા ગામ ખાતે આવેલી શ્રીયા હોસ્પિટલ સાથે જોડાયેલ છે. જેમા ડો. કીર્તી બોરીસાગર ના સહયોગથી ડીજીટલ કાર્ડીયાક કેમ્પ પ્લેક્ષસ દ્વારા યોજી ડીજીટલ સીસ્ટમ શરુ કરવામાં આવી હતી. આ કેમ્પનો લાભ ખાંભા આજુબાજુના ગામોના લોકોએ બહોળી સંખ્યામાં લાભ લીધો હતો. આ તકે ખાંભાવાસીઓ દ્વારા પ્લેક્ષસ કાર્ડીયાક કેર અને ખાસ ડો. અમિતરાજનો આભાર માન્યો હતો.આ કેમ્પમાં ૧૦૦ જેટલા દર્દીઓનું ચેકઅપ કરી યોગ્ય માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
ડો. કીર્તી બોરીસાગર એ અબતક સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે, પ્લેક્ષસ કાર્ડીયાકેર રાજકોટના સહયોગથી હ્રદય રોગના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ૧૦૦ થી વધુ દર્દીઓએ ભાગ લીધો હતો. ખાંભા પછાત અને છેવાડાનો તાલુકાો હોવાથી કાર્ડીયાક ને લગતી સારવાર નથી. ત્યારે પ્લેક્ષસ હોસ્૫િટલનો આભાર માનું છું કે આવા છેવાડાના તાલુકાને પસંદ કરી આવું સરસ આયોજન કર્યુ છે. અહિં આવી કોઇ સારવાર હતી નહીં અને મે નાની ઉમરના દર્દીઓના પણ મૃત્યુ થતા જોયા છે. અપુરતી સારવારને કારણે ભારે જો આવી ડીજીટલ સારવાર ખાંભા ખાતે શરુ થાય તો ખાંભા તાલુકાના લોકોને ફાયદો થશે.
ડો. અમીત રાજએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ખાંભા ખાતે ડો. કીર્તીનો ખુબ આભારી છું. ડીજીટલ હેલ્થના અમારા વિચાર વિશે જણાવ્યું અને આ સુવિધાઓ ખાંભાના ઘણા બધા દર્દીઓને લાભ મળશે. ડિજીટલ એ એક માઘ્યમ છે. સીનીયર સુપર સ્પેશ્યાલીટી ડોકટર છે. તે ગામડાઓના ડોકટરોને ડીજીટલ માઘ્યમથી નજીક લાવે છે. અમારી આ સોફટવેર બેગ્લોરમાં બન્યો છે. અને ૧ર મહિનામાં પુરા ભારતમાં પાઇલોટ પ્રોજેકટ કર્યો તો તેના ખુબ સારૂ રીઝલ્ટ મળેલ છે. સ્ટેટ ગર્વમેનટ અને આઇઆઇએમ એ અમને અભિનંદન પણ આપ્યા અને પ્રોત્સાહીત કર્યા છે. હું ત્રણ વર્ષથી રાજકોટ છું. ત્યારે મારુ સપનું છે કે ગુજરાતના ગામડે ગામડે આ ડીજીઝલ હેલ્પ સીસ્ટમથી ત્યાના ડોકટરોને કનેકટ કરુ, ઇન્ટરનેટ આધારીત અમારી સોફટવેર ડીવાઇઝ છે તે સેક્ધડોમાં દર્દીઓની સ્થીતી ડોકટરોની તથા હારા કમાન્ડ સેન્ટરને બતાવી આવે છે. અમારો આ ડીજીટલ સીસ્ટમ સાથે જોડાયા બદલ ખાંભાના ડો. કીર્તીનો ખુબ આભાર માનું છું.
ભરતભાઇ દુધરેસીયા એ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે પ્લેક્ષસ મંડી ૩૬૦ અને પ્લેક્ષસ કાર્ડીયા કેર દ્વારા જે ખાંભાના હ્રદય રોગના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. તે આયોજન દ્વારા ખાંભાની જનતાને અને ખાંભાની આજુબાજુના લોકોને ખુબ લાભ થયો છે. પ્લેક્ષસ દ્વારા આવેલી ટીમ તથા ડો. કીર્તી દ્વારા ખુબ જ મહેનત કરી છે. અને બધાને યોગ્ય માર્ગદર્શન આપેલ છે. એ બદલ બધાનો ખુબ ખુબ ધન્યવાદ કહ્યું છું અને આભાર માનું છું.