મહેસુલી તલાટીઓ માટે પ્રમોશનનો માર્ગ બંધ કરી દેવાતા પ્રકરણ પહોંચ્યું હતું હાઈકોર્ટમાં
મહેસુલ વિભાગે તલાટી અને કલાર્કના પ્રમોશન રેશીયામાં ફેરફાર કરીને તલાટીઓ માટે પ્રમોશનનો માર્ગ બંધ કરી દેતા તલાટીઓએ હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા હતા. આ પ્રકરણમાં મહેસુલ વિભાગને હાઈકોર્ટે નોટિસ ફટકારી હોવાનું જાણવા મળી રહ્યું છે.
તાજેતરમાં મહેસુલ વિભાગે પરિપત્ર જાહેર કરી મહેસુલી તલાટી અને કલાર્કને મળતા નાયબ મામલતદારના પ્રમોશનનો ૧:૧નો રેશીયો હટાવીને ૦:૧નો રેશીયો કરી નાખ્યો હતો. આ પરીપત્ર સામે મહેસુલી તલાટીઓએ વિરોધ દર્શાવી કહ્યું હતું કે, આ પરિપત્રી તેઓને મળતા પ્રમોશનનો માર્ગ બંધ ઈ ગયો છે અને આ મામલે તલાટીઓ હાઈકોર્ટમાં ગયા હતા. જે અંતર્ગત હાઈકોર્ટે મહેસુલ વિભાગને નોટિસ ફટકારી છે. ઉલ્લેખનીય છે કે, એવી પણ વાતો મળી રહી છે કે, મહેસુલી તલાટીને પંચાયત તલાટી સો મર્જ કરવાના હોવાી તેઓને નાયબ મામલતદારના પ્રમોશનમાંથી બાકાત રાખવામાં આવ્યા છે.