વિરમગામ તાલુકાના જખવાડા ગામ નૂતન ગ્રામ પંચાયત ભવન, ગામનું પ્રવેશ દ્વાર પક્ષીઘર પાણીની પરબ સહિતના લોકાર્પણના કામોનું ઉદ્ઘાટન ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલના હસ્તે ૨૧ જાન્યુઆરી મંગળવારના રોજ થયું હતું.આનંદીબેન પટેલ માંડલ વિધાનસભામાથી વિજયી બન્યા ત્યારથી વિરમગામ પંથકમાં ભાજપના હોદેદારો કાર્યકરો સાથે સંપર્ક રહ્યા છે અને શિયાલ ગામે સાકરથી તોલ્યા અને માં શક્તિના આશીર્વાદ લીધા ને આનંદીબેન મુખ્યમંત્રી બને એવી ગામલોકોએ ઇચ્છા વ્યક્ત કરી હતી. મુખ્યમંત્રી બન્યા પછી આજે ઉત્તરપ્રદેશમાં રાજ્યપાલ બન્યા છે.
જખવાડા ગામના નવયુવાન સરપંચ એવા મનોજસિહ ગોહીલના આમંત્રણને માન આપી ઉત્તરપ્રદેશની લાંબી વાટ કાપી જખવાડા ગામે હાજરી આપી એવો આ પહેલો પ્રસંગ છે કે રાજ્યપાલે પ્રવેશ દ્વારનુ લોકાર્પણ કર્યું હોય ને રાજ્યપાલે સરપંચ મનોજસિહના વખાણકરી જણાવ્યું કે જખવાડા ગામને નંદનવન બનાવી દીધુ છે અને ગુજરાતના ગામડામાં જખવાડાનુ નામ ગુજતુ કરી દીધુ છે.
જખવાડાગામની અંદર સત્ય પ્રેમ કરૂણા પ્રવેશ દ્વાર, પક્ષીઘર, નવા ગ્રામ પંચાયતનું મકાન, પાણીની પરબનું લોકાર્પણ ગુજરાત રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી અને હાલ ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલના હસ્તે થયું હતું આ પ્રસંગે સુરેન્દ્રનગર સાંસદ ડો.મહેન્દ્ર મુજપરા, આર.સી. પટેલ (અધ્યક્ષ જીલ્લા ભાજપ) જીતેન્દ્રસિંહ ચૌહાણ (પ્રમુખ જીલ્લા ભાજપ), અનારબેન પટેલ (ડાયરેક્ટર લવ ઇન્ડિયા ફેલોશિપ), ગૌભક્ત ચૈતન્ય શંભુ મહારાજ તેમજ વિરમગામ તાલુકા પંચાયતના સદસ્ય વિશ્નુભાઈ જાદવ, જીલ્લા પંચાયતના માજી પ્રમુખ સુરેશભાઈ પટેલ, વિરમગામ નગરપાલિકાના પુર્વ પ્રમુખ કાનભા પટેલ, તાલુકાના સંગઠન પ્રમુખ કિરીટસિહ ગોહીલ, સંગઠન મહામંત્રી રમેશભાઈ કોળી પટેલ, દિપકભાઈ પટેલ, તાલુકા પંચાયતના પ્રમુખ લખુભા, તાલુકા પંચાયત કારોબારી ચેરમેન પ્રમોદભાઈ પટેલ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનોની ઉપસ્થિત માં લોકાર્પણ કરવામાં આવ્યું.
આ પ્રસંગે જખવાડાગ્રામ પંચાયત અને જખવાડા ગામના યુવા સરપંચ મનોજભાઈ ગોહિલ દ્વારા ગામના ૮ બાળકોને દત્તક લેવામાં આવ્યાં. પોલિયો દિવસની ઉજવણીનાં ભાગ રૂપે બાળકોને મહામહિમ રાજ્યપાલનાં વરદ હસ્તે પોલિયો પીવડાવવામાં આવ્યો. અને ૨૦૦ વિધવા બહેનોને અનાજની કીટ વિતરણ કરવામાં આવ્યું. ૨૪ દિવસનાં બાળક ને ૧૧૦૦૦ રૂપિયા રોકડા આપવામાં આવ્યાં. આ સમગ્ર કાર્યક્રમ જખવાડા ગ્રામ પંચાયત અને જખવાડાગામના યુવા સરપંચ મનોજભાઈ ગોહિલ અને લવ ઇન્ડિયા ફેલોશિપ નાં ફેલ્લો જનક સાધુ તેમજ સમગ્ર ગ્રામજનો ની મદદ થી સફળ થયો હતો