વોટ્સએપ પર રજિસ્ટ્રેશન કરાવવું જરૂરી : ગ્રૃપનું પ્રતિનિધિ મંડળ અબતકની મુલાકાતે
ગૌરવવંતા ગોંડલ સંપ્રદાયના પૂ.જશ-ઝવેર પરિવારના ૭૦ વર્ષિય સુદિર્ઘ સંયમ પર્યાયધારી શાસનચંદ્રિકા પૂ.હીરાબાઈ મહાસતીજીના અંતેવાસી સુશિષ્યા સંયમપ્રજ્ઞા પૂ. હંસાબાઈ મ.ના સુમંગલ સાંનિધ્યમાં મનહર પ્લોટ સ્થા.જૈન સંઘ સંચાલિત મનહર પ્લોટ જૈન સંસ્કાર યુવા ગ્રુપ પ્રેરિત અખંડ ભારતના ઐતિહાસીક પ્રજાસત્તાક દિનના અપૂર્વ અવસરે તા.૨૬ જાન્યુઆરી રવિવારના સુપ્રભાતે સવારના ૯ થી ૧૧ સમસ્ત રાજકોટના સ્થાનકવાસી જૈન સંઘના યુવા ગ્રુપના યુવાનો-યુવતીઓ માટે આત્મલક્ષી શિબિરનું અનેરૂ આયોજન મનહર પ્લોટ જૈન સંઘ શેઠ પૌષધશાળાના વિશાળ વ્યાખ્યાન હોલમાં કરવામાં આવેલ છે.
યુવા ગ્રુપના ક્ધવીનર રાજેન્દ્ર વોરા અને તુષાર અદાણીએ શિબિર અંગે વિસ્તુત માહિતી આપતા જણાવ્યું કે વર્તમાન યુગ ભૌતિકતાનો યુગ બનતો જાય છે.આધિ, વ્યાધિ, ઉપાધિના કેટલાક ટેન્શનો સવારથી સાંજ સુધી સતાવ્યાં કરે છે મન દુધ્યાનમાં ઢળી પડે છે તો કોણ બચાવે ?કહેવું જ પડે જ ધર્મ. ધર્મ જ ડુબતાનો કિનારો છે. આ જ ધર્મની સમજણ મેળવવા માટે સમાજના યુવાબંધુ બહેનોને યુવા શિબિરમાં પધારવા અનુરોધ કરાયો છે.
આ શિબિર અંતર્ગત ધર્મ શા માટે ? કર્મનું કોમ્પયુટર, નમસ્કાર મહામંત્રની ઓળખાણથી જીવનનું ઘડતર કરીએ જેવા આત્મલક્ષી વિષય ઉપર પ્રવચન પ્રભાવિકા પૂ. પ્રસન્નતાબાઈ મં.પોતાની મૃદુભાષા અને આગવી શૈલીમાં સૌને સમજણ આપશે.
બુહદ રાજકોટના સ્થા.જૈન સંઘ સંચાલિત યુવા ગ્રુપના તથા સંઘોના યુવાનો -યુવતીઓને પોતાનું રજીટે્રશન તા.૨૪ શુક્રવાર સાંજ સુધીમાં ક્ધવીનર રાજેન્દ્ર વોરા મો.૯૮૯૮૭૧૭૧૧૧ અથવા તુષાર અદાણી મો.૯૪૨૯૩ ૭૫૦૩૭ ઉપર માત્ર વોટસએપ /મેસેજ થી જ કરાવવાનું રહેશે. વોટસઅપ અથવા મેસેજમાં પોતાનું નામ સાથે યુવા ગ્રુપનું નામ અને વય દર્શાવવાનું રહેશે.
શિબિરની સફળતા માટે સંઘના અગ્રણીઓએ અબતકની શુભેચ્છા મુલાકાત લીધી હતી.