૧રમી ફેબ્રુઆરીએ રાજ ગોપાલ ફાઉન્ડેશન તથા શિવ એજયુકેશન ટ્રસ્ટના ઉપક્રમે યોજાનાર સમુહ લગ્નમાં પ૧ ક્ધયાઓ જોડાશે
ભારતભરમાં ફરસાણ અને નમકીન ક્ષેત્રે પ્રતિષ્ઠા અને આગવું સ્થાન ધરાવનાર ગોપાલ નમકીન દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ પ૧ ક્ધયાઓનો સર્વે જ્ઞાતિ સમુહલગ્નોત્સવનું તા. ૧૨-૨ નેબુધવારના રોજ ગોપાલ ફાઉન્ડેશન રાજકોટ તથા શિવ એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના સંયુકત ઉપક્રમે આયોજન કરવામાં આવેલ છે. આ સમુહલગ્નોત્સવનું આયોજન જીઆઇડીસી મેટોડા સ્થિર ગોપાલ નમકીનના વિશાળ પ્રાગણમાં યોજાશે. આ અંગેનું ફોર્મનું વિતરણ કાર્ય ચાલુ છે. અને ફોર્મ મેળવવાનું સ્થળ ઉમેદગીરી આર. ગૌસ્વામી, માધાપર ચોકડી, રામપાર્ક સોસાયટી, રાજકોટ મો. નં. ૯૭૨૭૯ ૬૨૩૭૧ ઉપર સંપર્ક કરી વિશેષ માહીતી પણ મળી શકશે. જરુરીયાત મંદ ઇચ્છુક ક્નયાઓના વાલીઓએ ઉપરોકત નંબર પર સંપર્ક સાધવા આથી વિનંતી કરવામાં આવે છે.
ફ્રાઇમ્સ અને નમકીન ક્ષેત્રે લોક ચાહના મેળવનાર ગોપાલ નમકીનના આઘ્યસ્થાપક સ્વ. વિઠ્ઠલભાઇ હરિભાઇ હદવાણીએ જીવનમાં આર્થિક રીતે નબળા વર્ગના લોકો માટે કરી છુટવાની ભગવાને ભાવનાને સતત સાકાર કરવા અને તેઓએ દર્શાવેલ પથ પર ચાલવા ડાયરેકટર બિપીનભાઇ તથા પ્રફુલભાઇ સતત પ્રયત્નશીલ રહ્યા છે અને આજે વટવૃક્ષ સમી બની રહેલ કંપની તરફથી ગરીબ તથા મઘ્યવર્ગની ક્ધયાઓના ૧૪માં સમુહલગ્નનું આયોજન કરી રહ્યા છે. આ ઉપરાંત ગોપાલ નમકીન દ્વારા અનેક પ્રકારના સેવાકીય કાર્યક્રમો જેવા કે વ્યસન મૂકતી અભિયાન જરુરીયાત મંદનો હોસ્પિટલ ખર્ચ મહતમ રોજગારી માટેના આયોજનો બ્લડ ડોનેશન કેમ્પ તથા કુદરતી આપતીકાળ દરમિયાન જરુરીયાત મંદોને ફુડ પેકેટનું વિતરણ અને અનેક સેવાકીય પ્રવૃતિઓ ગોપાલ નમકીન દ્વારા થઇ રહેલ છે.
ઉપરોકત સમુહલગ્નોત્સવમાં ભાગ લેવા ઇચ્છુક ક્ધયાઓના વાલીઓને સંપર્ક સાંધવા એક અખબારી યાદીમાં જાણ કરવામાં આવે છે. આ સમુહલગ્નમાં કોઇપણ પ્રકારની ફી કે ખર્ચ રાખવામાં આવેલ નથી. અને તે સઁપૂર્ણપણે નિ:શુલ્ક છે. તેમ વિશેષમાં જણાવવામાં આવે છે.