ભારતની ભુમિ એ શોયઁભુમિ છે. સંતોના પગરવથી પવિત્ર થયેલી આ ભૂમિ છે. દેશની સંસ્કૃતિ તથા હિંદુ ઘર્મને બચાવવા કેટલાય શુરવીરોએ પોતાની જાતનેન્યોછાવર કરી છે. એવા એક શુરવીર યોધ્ધા સુર્યવંશના વંસંજ લોહરાણા કુળમા જન્મેલા લોહરગઢના મહારાણા વીરદાદા જસરાજ ને તેમના શોર્યદિને યાદ કરીયે.
૨૨ જાન્યુઆરી ૨૦૧૯ ના રોજ વીરદાદા જશરાજ શોયઁદિન છે. લોહરાણા દાદા જસરાજ નુ જન્મ સ્થળ લોહર કોટ. લોહ એટલે લોખંડ જેવા મજબુત. લોહરાણાઓ કે જેમણે ત્રણસો વર્ષ પર્યન્ત ભારત દેશ ની ચોકીદારી કરી. શુરવીરતા, સમર્પણતા, કરુણા અને કોઇના દુ:ખ મા ભાગ લેવો એ વર્ષોથી લોહરાણાઓની પરંપરા રહી છે.
રાજા વસ્તુપાળ અને રાણી વીરકોર ના પાટવી કુંવર મોટા પુત્ર વસ્તરાજ ઉર્ફે વચ્છરાજ દાદા અને નાના પુત્ર વીર જસરાજ જેમનો જન્મ ઇ.સ. ૧૦૩૨, વિક્રમ સવંત ૧૦૮૭, હીજરી સન ૪૨૨ માં થયો. બન્ને ભાઇ બાલ્યાવસ્થાથીજ વીર, તેજસ્વી અને ઘોડેસવારી માં નિપુણ હતા અને વીર યોધ્ધા તરીકે ઓળખાતા હતા.
એ સમયમા હિંદુ ધર્મ અને સંસ્કૃતિ નો નાશ કરવાની મહેચ્છા ધરાવતા વિધર્મીઓનો ખુબ વધારે ત્રાસ હતો. ભારતવર્ષમા કેટલાય વર્ષોથી સિંધમા વસતા ચોવીસીના લોહાણા મહારાણાઓ હિંદુ સંસ્કૃતિને માટે, ધર્મને માટે ગમેતે કરવા તૈયાર થતા. અને સામે વિધર્મીઓ અધર્મ ને માટે ગમે તે કરતા હતા. છળકપટ અને પીઠ પાછળ ઘા કરવો તેમનો સ્વભાવ હતો.
લોહર કોટ ના એ સમય ના રાણા શ્રી વસ્તુપાળ નો ઇસ્લામીક રાજા બીસમારગીન ઇરાની અને દુરાની જેવા વિધર્મીઓ એ ગાયોને સામે રાખી ને છળકપટ થી વધ કરતા, તા. ૧૫-૦૧-૧૦૪૮ ને શુક્રવાર વિક્રમ સવંત ૧૧૦૩, હીજરી સન ૪૩૯ ના દીને કુવંર વચ્છરાજ ને લોહર કોટ ના નવા મહારાણા તરીકે સ્થાપિત કરાયા. પરન્તુ એક પગે અપંગતા હોવાથી દીલાવર દીલ ના વચ્છરાજ દાદા એ જાતે પોતાના નાના ભાઇ જસરાજ ને રાજતીલક કરી લોહર કોટ ના નવા મહારાણા ની જાહેરાત કરી.
મહારાણા વસ્તુપાળે જસરાજ ના માથા પર હાથ ફેરવ્યો, કઇ બોલી તો ન શક્યા પરંતુ કાબુલની દિશા તરફ પોતાની આંગળીથી નિર્દેશ કર્યો ત્યારે જસરાજ સમજી જાય છે અને હાથમા પાણી લઇ પ્રતિજ્ઞા લીધી કે તમારા સપનાને હુ પુરા કરીને જંપીશ. અમે વિધર્મીઓને હરાવીને જ જંપીશુ. દાદા જસરાજ અને તેમના સેનાપતિ સિંધુદેવ શર્મા બન્ને સોદાગરો જેવો વેશપલટો કરી કાબુલમા પ્રવેશ કરે છે. ત્યા જણાય છે કે, કાબુલના જલાલ ખાન નામના વિધર્મીએ લોહરગઢના જસરાજને જીવતો પકડે કે મારે તેને દસ લાખ અસરફીઓ નુ ઇનામ જાહેર કર્યુ. દાદા જસરાજ સોદાગર ના વેશમા જલાલખાન ને મળ્યા અને કહ્યુ હુ જસરાજને અત્યારે હાજર કરુ તો.. કેવીરીતે? જલાલે પુછ્યુ. ત્યારે દાદા જસરાજ પોતાના અસલી રુપમા આવ્યા અને તેમની વચ્ચે ખુંખાર જંગ શરૂ થયો.
જલાલખાન નો વધ કરીને વિધર્મીઓને હરાવ્યા, કાબુલ ના કિલ્લા ઉપર વિજય ધ્વજ ફરકાવ્યો. આ પછીતો ઘણા સમય સુધી લોહરાણાઓ એ વિધર્મીઓને અટકાવ્યા. જેટલો ત્યાગ ગુરુ ગોવિન્દ સિન્હ મા હતો, જેટલો શોર્ય મહારાણા પ્રતાપ મા હતુ કે જેટલુ સાહસ વીર શિવાજી મા હતુ તેટલીજ શક્તિ , સાહસ અને શોર્ય સુર્યવંશી રાણા જસરાજ મા હતુ.
સમયજતા કુંવર જસરાજ ની સગાઈ ઉનડકોટના રાણા રઘુપાલ ઉનડકોટની દીકરી હરમાકુમારી સાથે થઈ હતી. વસંતપંચમીના દિવસે જયારે જસરાજજીના લગ્નનો દિવસ હતો એ દિવસે જ મલેચ્છ સેનાએ કંદહાર અને હિંદુકુશના રસ્તેથી આવી ઉનડકોટની નજીક જ આવેલ લાતુરગઢ ઉપર હુમલો કર્યો. ઉનડકોટમા મહારાણા જસરાજના લગ્ન મા બઘા મગ્ન હતા.મલ્લેછોએ ઉનડકોટની ગાયોનુ હરણ કરી લીધૂ હતુ. એક ગોવાળે આ સમાચાર સેનાપતિ સિંધુદેવ શર્માને આપ્યા. તેઓ એ પોતાના અંગત સાથીદારોને સાથે લઇ વિધર્મીઓની સામે બાથે ભીડ્યા. વિધર્મીઓએ ગાયોને સામે રાખી હતી હવે જો તેઓ શસ્ત્ર ઉપાડે, સામો પ્રહાર કરે તો ગાયોનુ મ્રુત્યુ થાય માટે તેઓએ હાથબળથી યુધ્ધ કર્યુ અને વિરગતી પામ્યા. સેનાપતિ સિંધુદેવ શર્માનુ શવ ઘોડા ઉપર આવે છે. દાદા જસરાજ સહિત બધાની આંખોમા આંસુ આવી જાય છે. તેમની મોટી બહેન હરકૌર પાબારુની વિનંતીથી લગ્નવેદીના ચાર ફેરા તો ફરે છે પરંતુ પોતાની પત્ની હરમાકુમારીની સંમતિથી જ લગ્ન પછી તરત જ ગાયોના રક્ષણ માટે યુધ્ધે ચડે છે. તેની બહેન હાર્કોરે પણ મદદ કરી.
જોકે, આખરે કાબુલનો દુશ્મન પરાજિત થયા, અને જશરાજ વિજયી થયા. લોહર સૈનિકના વેશમાં આવેલ એક શત્રુએ લગ્નની ખુશાલીમાં જસરાજ ઉપર પુષ્પોની વૃષ્ટિ કરી વંદન કરી દગાથી જસરાજની ગરદન ઉપર સાંગ મારી માથું ઉતારી દીધું. જસરાજ નું માથા વિનાનું ધડ પણ ઝનૂનથી લડે છે. ત્યારથી તેઓ લોહાણા અને ભાનુશાલીઓ દ્વારા વીરદાદા જશરાજ કુળદેવતા તરીકે પૂજાતા આવ્યા છે અને તેની બહેન હરકોરની લોહાણા કુળ દ્વારા કુળદેવી તરીકે પૂજા કરવામાં આવે છે. મહારાણા પ્રતાપ ના ચેતક ઘોડાની જેમ દાદા જસરાજનો પ્રિય અશ્વ લાલુ હતો જેમની ખાંભી આજે ઉનડકોટમા જોવા મળે છે. આ સમયે એક શોર્યગીત ની પંક્તિ જરુરથી યાદ આવે.. ઘન્ય ઘરા ભારતની કે જ્યા રતન પાકતા આવા મોટાભાઈ મહારાણા દાદા વચ્છરાજ પોતાના ભાઈ જસરાજ ના આત્માને શાંત કરવા પૃતિજ્ઞા લે છે કે જસરાજ અમે તારી શહીદી ને અમર રાખીશુ, અને અમે લોહાણા લગ્નમા ખભે સફેદ ખેશઉપર કંકુ છાંટણા કરીશું અને લોહરાણી ઓ સફેદ પાનેતર પહેરી ને તમારી શહીદીને સદીયો સુધી અમર રાખીશું, ઈ.સ.૧૦૫૮ની ૨૨ જાન્યુઆરી એ વિકૃમ સંવત ૧૧૧૪ ના મહાસુદ પાંચમવસંત પંચમીની સાંજે ઉનડકોટના લાતુરી દરવાજા બહાર લોહરગઢના છેલ્લા મહારાણા વીરદાદા જસરાજ ની અંત્યેષ્ઠિવિધિ કરવામાં આવે છે.
ગાયોની રક્શા કાજે પોતાના દેહ નુ બલિદાન આપનાર શુરવીર વીરદાદા જસરાજ ની પૂણ્યસ્મૃતિમાં ૨૨ જાન્યુઆરી શહિદદીન કે શૌર્યદિન તરીકે દેશ-વિદેશ મા ઉજવાય છે.
સંકલન: ઉદય જે. લાખાણી (પ્રોફેસર: ગીતાંજલી કોલેજ)મો. ૯૪૦૯૦ ૫૯૮૨૩